________________
થતી થતી રહી ગયેલી ક્રાંતિ
૧૨૨૯ લક્ષમબર્ગ એ બને જેને કારણે તેમનાં મરણ નીપજ્યાં તે સામ્યવાદી બંડ ઉઠાવવાની વિરુદ્ધ હતાં. | સામાજિક લોકશાહીવાદી પ્રજાસત્તાકે સામ્યવાદીઓને દાબી દીધા અને તરત જ વાઈમાર આગળ પ્રજાસત્તાક માટેનું રાજ્ય બંધારણ ઘડી કાઢવામાં આવ્યું. એટલા માટે એને વાઇમારના રાજ્યબંધારણ તરીકે ઓળખવામાં આવે છે. ત્રણ જ મહિનાની અંદર પ્રજાસત્તાક સામે નવા જ ફેરફારનો ભય ખડો થયો. આ વખતે એ ભય બીજી જ બાજુથી ઊભા થવા પામ્યો હતો. પ્રત્યાઘાતીઓએ પ્રજાસત્તાક સામે પ્રતિક્રાંતિ કરવાનો પ્રયાસ કર્યો અને જૂના સેનાપતિઓએ એમાં આગળ પડતે ભાગ લીધે. આ બંડ “કાપ પુશ” તરીકે ઓળખાય છે. કાપ એને નેતા હતા અને “પુશ” શબ્દ જર્મન ભાષામાં એવા પ્રકારના બંડને માટે વપરાય છે. સામાજિક લોકશાહીવાદી સરકાર બર્લિનથી ભાગી ગઈ પરંતુ બર્લિનના મજૂરોએ એકાએક સાર્વત્રિક હડતાલ પાડીને એ બંડનો અંત આ. બધું કામકાજ સંપૂર્ણપણે બંધ થઈ ગયું અને એને કારણે એ મહાન શહેરને બધેયે જીવનવ્યવહાર સ્થગિત થઈ ગયે. આથી, બર્લિનના સંગઠિત મજૂરોની સામે કાપ તથા તેના મિત્રોને હવે એ શહેર છોડી ચાલ્યા જવું પડયું અને સામાજિક લોકશાહીવાદી નેતાઓ સરકારને કબજે લેવાને ત્યાં આગળ પાછા ફર્યા. સામ્યવાદીઓ સામે દાખવેલા વર્તાવને મુકાબલે આ કાપના પક્ષકાર બંડખોરે પ્રત્યે તેમણે દાખવેલું વલણ અતિશય નરમ હતું. એમાંના કેટલાક તે સરકારનું પેન્શન ખાનારા અમલદાર હતા અને તેમણે બંડ કર્યું હોવા છતાયે તેમનાં પેન્શને ચાલુ રહ્યાં.
એ જ પ્રકારને પ્રત્યાઘાતી “પુશ” અથવા બળ કરંવાને બારિયામાં પણ પ્રયત્ન કરવામાં આવ્યો. એ બળ નિષ્ફળ નીવડ્યો, પરંતુ તેને જક હિટલર નામને એક નાનકડું સ્ટ્રિયન અમલદાર હતે એ હકીકત ખાસ કરીને રસપ્રદ છે. એ હિટલર આજે જર્મનીને સરમુખત્યાર છે.
આ બધાનું પરિણામ એ આવ્યું કે જર્મન પ્રજાસત્તાક નામનું તે ચાલુ રહ્યું પરંતુ તે ઉત્તરોત્તર વધુ ને વધુ દુર્બળ બનતું ગયું. સમાજવાદીઓના બે પક્ષો, સામાજિક લોકશાહીવાદીઓ તથા સામ્યવાદીઓ વચ્ચે પડેલા ભંગાણે બંનેને દુર્બળ બનાવ્યા અને પ્રજાસત્તાકને છડેચોક વખોડી કાઢનારા પ્રત્યાઘાતીઓ દિનપ્રતિદિન વધુ ને વધુ સંગઠિત અને ઝનૂની બન્યા. મોટા મોટા જમીનદારે – જર્મનીમાં તેમને “શંકર' કહેવામાં આવે છે– તથા ઉદ્યોગપતિઓએ ધીમે ધીમે બાકી રહેલા ગણ્યાગાંઠયા સમાજવાદીઓને સરકારમાંથી કાઢી મૂક્યા. વસઈની સુલેહની સંધિથી જર્મને પ્રજાને ભારે આઘાત લાગ્યો અને પ્રત્યાઘાતીઓએ એને પિતાના ફાયદાને અર્થે ઉપયોગ કર્યો. એ સંધિ મુજબ જર્મનીએ પિતાના પ્રચંડ લશ્કરને નિઃશસ્ત્ર કરીને વિખેરી નાખવાનું હતું.