SearchBrowseAboutContactDonate
Page Preview
Page 559
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૨૨૬ જગતના ઇતિહાસનુ” રેખાદર્શીન પોતાની સ્થિતિ મજબૂત બનાવવાની અને એ રીતે ખબર પણ ન પડે તેમ સમાજવાદ લાવવાની આશા સેવતા હતા. તેમના આશય ગમે તે હા, પરંતુ એટલું ખરુ કે, ક્રાંતિના જુસ્સાને કચરી નાખવામાં તેમણે પ્રત્યાધાતી તત્ત્વોને મદદ કરી અને એ રીતે યુરોપના ઘણા દેશોમાં ખરેખાત તેમણે પ્રતિ-ક્રાંતિ પ્રવર્તાવી. આ પ્રતિક્રાંતિએ પછીથી ખુદ આ સામાજિક લોકશાહીવાદી પક્ષાને પણ કચરી નાખ્યા અને નવાં તથા સમાજવાવિરોધી ખળાના હાથમાં સત્તા આવી. મહાયુદ્ધ પછીનાં વરસામાં સામાન્યપણે આ રીતે બનાવા બનવા પામ્યા. પરંતુ એ સંધના હજી અંત આવ્યે નથી અને મૂડીવાદ તથા સમાજવાદ એ એ પરસ્પર વિરાધી બળા વચ્ચેની લડાઈ હજી ચાલુ જ છે, તેમની વચ્ચે કામચલાઉ સમજૂતી અને સ ંધિએ ભૂતકાળમાં થઈ છે અને ભવિષ્યમાં પણ કદાચ થવા પામે એ ખરું પરંતુ એ બે વચ્ચે કાયમી સમાધાન થઈ શકે એમ નથી. એક છેડે રશિયા અને સામ્યવાદ છે અને ખીજે છેડે પશ્ચિમ યુરોપના મહાન મૂડીવાદી દેશે। અને અમેરિકા છે. એ બેની વચ્ચે, લિબરલા અથવા વિની, મોડરેટ અથવા નરમ વલણના લેાકેા તથા મધ્યસ્થ પક્ષો સત્ર લુપ્ત થતા જાય છે. ખરી રીતે સંપૂર્ણ આર્થિક ઊથલપાથલા તથા દુનિયાભરમાં વધતી જતી મુસીબતો, હાડમારી અને દુઃખોને કારણે જ સંઘ થવા પામે છે અને અસતાષ વ્યાપે છે અને કાઈક પ્રકારની સમતા સ્થપાવા પામે ત્યાં સુધી આ ગજગ્રાહ ચાલુ રહેવાના જ. મહાયુદ્ધ પછી થયેલી અસફળ ક્રાંતિઓમાં જન ક્રાંતિ સૌથી વધારે રસપ્રદ અને આંખ ઉધાડનારી છે અને તેથી એને વિષે હું તને કંઈક કહું છું. આગળ હું તને કહી ગયા છું કે, મહાયુદ્ધ ફાટી નીકળ્યું તે વખતે યુરોપના બધાયે દેશાના સમાજવાદીએ પેાતાનાં આદર્શો અને વચનેને અડગપણે વળગી રહીને તેને અમલમાં મૂકવામાં નિષ્ફળ નીવડ્યા હતા. દરેક દેશમાં ફાટી નીકળેલા રાષ્ટ્રવાદના પ્રબળ ઝંઝાવાતમાં તેઓ ખેંચાઈ ગયા અને યુદ્ધના લેાહીતરસ્યા ગાંડપણમાં ભાન ભૂલીને સમાજવાદના આંતરરાષ્ટ્રીય આદર્શને વીસરી ગયા. મહાયુદ્ધ ફાટી નીકળવાની અણી ઉપર હતું તે વખતે, ૧૯૧૪ની સાલના જુલાઈ માસની ૩૦મી તારીખે પણ જૅમ નીના સામાજિક લોકશાહીવાદી પક્ષના નેતાઓએ જાહેર કર્યું હતું કે, હૅપ્સબર્ગની (આસ્ટ્રિયાના રાજવંશ) સામ્રાજ્યવાદી યેાજના પાર પાડવાને માટે “ જન સૈનિકના લોહીના એક પણ ટીપાના ભાગ આપવાની તેઓ વિરુદ્ધ છે. (તે વખતે, આસ્ટ્રિયાના આચૂક ફ્રેન્ઝ ફર્ડિનાન્ડના ખૂન માટે ઑસ્ટ્રિયા અને સર્બિયા વચ્ચે તકરાર જાગી હતી. ) ચાર જ દિવસ પછી એ જ પક્ષે યુદ્ધને ટેકા આપ્યા અને ખીજા દેશોના એવા પક્ષોએ પણ તેમ જ કર્યું. ખરેખર, આસ્ટ્રિયાના સમાજવાદીએ તે ખરેખાત પોલૅન્ડ તેમ જ સયિાને ઑસ્ટ્રિયાના સામ્રાજ્યમાં જોડી દેવાની વાત ""
SR No.032709
Book TitleJagatna Itihasnu Rekha Darshan Part 02
Original Sutra AuthorN/A
AuthorJawaharlal Nehru, Manibhai B Desai
PublisherNavjivan Prakashan Mandir
Publication Year1945
Total Pages862
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size22 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy