SearchBrowseAboutContactDonate
Page Preview
Page 538
Loading...
Download File
Download File
Page Text
________________ આધુનિક અઅસ્તાન ૨૦૫ પછીથી ઇબ્ન સાઉદને ખીજી એક મુશ્કેલીના સામના કરવા પડ્યો, પરંતુ એ મુશ્કેલીને તે આખી દુનિયાને મુકાબલે કરવા પડ્યો હતા. ૧૯૩૦ની સાલ પછી સત્ર વેપારમાં ભારે મંદી આવી ગઈ છે. પશ્ચિમના મહાન ઔદ્યોગિક દેશાને એથી કરીને સૌથી વધારે સાસવું પડયુ અને તેની વધારે સજ્જડ થતી જતી પકડમાં હજી તે તરફડિયાં મારી રહ્યા છે. અરબસ્તાનને દુનિયાના વેપાર સાથે ઝાઝો સબંધ નથી. પરંતુ એ મંદીની તેના ઉપર બીજી જ રીતે અસર થઈ. ઇબ્ન સાઉદની મહેસૂલનું મુખ્ય સાધન પ્રતિવ આવનારા યાત્રાળુઓ તરફથી થતી આવક હતું. દર વરસે લગભગ એક લાખ યાત્રાળુઓ પરદેશથી હજ કરવાને મક્કા આવતા હતા. ૧૯૩૦ની સાલમાં તેમની સંખ્યા ઘટીને એકદમ ચાળીસ હજારની થઈ ગઈ અને પછીનાં વરસામાં એ સંખ્યા ઉત્તરાત્તર ઘટતી જ ગઈ છે. એને પરિણામે રાજ્યનું આખુયે આર્થિક તંત્ર ઊંધું વળી ગયું અને અરબસ્તાનના ઘણા ભાગોમાં લોકા ભારે મુસીબતમાં આવી પડ્યા. નાણાંની તંગીએ ઇબ્ન સાઉદના માર્ગોમાં અનેક રીતે મુશ્કેલીઓ ઊભી કરી છે અને સુધારાની તેની કેટલીયે યેાજના અટકી પડી છે. પરદેશીને તેણે કશીયે છૂટછાટ આપી નહિ કેમ કે દેશની સાધનસામગ્રીના ઉપયોગ પરદેશી કરે તેને લીધે દેશમાં પરદેશીઓની લાગવગ વધવા પામે એવા તેને ડર હતા. અને તેને એ ડર સાચા હતા. કેમ કે એને લીધે પરદેશની દખલગીરી શરૂ થાય અને પરિણામે દેશનું સ્વાતંત્ર્ય ઓછું થવા પામે. તેના ડર બિલકુલ વાજખી હતો, કેમ કે પરાધીન વસાહતી (કાલેનિયલ) દેશને વેઠવાં પડતાં બધાંયે અનિષ્ટ આ પ્રકારના પરદેશીઓના શેષણમાંથી પેદા થયાં છે. સ્વતંત્રતા વિનાની અમુક અંશે પ્રગતિ તેમ જ સ ંપત્તિના કરતાં સ્વતંત્રતા અને ગરીબાઈ ઇબ્ન સાઉદે વધુ પસંદ કર્યાં. પરંતુ વેપારમાં આવેલી મદીના દબાણને કારણે ઇબ્ન સાઉદને પોતાની નીતિમાં થેાડેાક ફેરફાર કરવા પડયો અને પરદેશીઓને તેણે થોડી છૂટછાટા આપવા માંડી. પરંતુ આમ છતાંયે, તેણે પોતાની સ્વતંત્રતા સલામત રાખવાની પૂરેપૂરી સાવચેતી રાખી, અને એને માટે તેણે શરતા નક્કી કરી. અત્યારે માત્ર પરદેશના મુસલમાનાનાં મડળને છૂટછાટ આપવામાં આવે છે. આ રીતે, જેદ્દાહથી મક્કા સુધીની રેલવે બાંધવા માટે હિંદના મૂડીદાર મુસલમાનને પહેલવહેલી છૂટ આપવામાં આવી છે. અરબસ્તાનને માટે આ રેલવે એક મહા માટી વસ્તુ છે, કેમ કે વાર્ષિક યાત્રામાં એણે ક્રાંતિ કરી નાખી છે. એથી યાત્રાળુઓને લાભ થાય છે એટલુ જ નહિ પશુ આરાના દૃષ્ટિબિંદુને આધુનિક બનાવવામાં પણુ એ માટે કાળા આપે છે. -૪
SR No.032709
Book TitleJagatna Itihasnu Rekha Darshan Part 02
Original Sutra AuthorN/A
AuthorJawaharlal Nehru, Manibhai B Desai
PublisherNavjivan Prakashan Mandir
Publication Year1945
Total Pages862
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size22 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy