SearchBrowseAboutContactDonate
Page Preview
Page 536
Loading...
Download File
Download File
Page Text
________________ આધુનિક અરબસ્તાન ૧૨૦૩ આર્થિક મદદ પણ બંધ કરી દેવામાં આવી અને જેને મોટાં મેટાં વચન આપવામાં આવ્યાં હતાં તે બીચારા હુસેનને આગળ વધતા જતા બળવાન શત્રુની સામે અસહાય અને લાચાર સ્થિતિમાં છોડી દેવામાં આવ્યું. થોડા જ મહિનાઓમાં, ૧૯૨૪ના એકબર માસમાં, વહાબીઓ મક્કામાં દાખલ થયા અને પિતાની શુદ્ધ ધાર્મિક માન્યતા અનુસાર ત્યાંની કેટલીક કબરને તેમણે નાશ કર્યો. એ કબરને નાશ કરવામાં આવ્યો તેથી મુસ્લિમ દેશોમાં ભારે ખળભળાટ મચે અને હિંદુસ્તાનમાં પણ એની સામે વિરોધની લાગણી પેદા થઈ. બીજે વરસે મદીના તેમ જ જેદ્દાહ ઈબ્ન સાઉદને હાથ ગયાં અને હુસેનના કુટુંબને હેજાઝમાંથી હાંકી કાઢવામાં આવ્યું. ૧૯૨૬ની સાલના આરંભમાં ઈબ્ન સાઉદે હજાઝના બાદશાહ તરીકે પોતાની જાહેરાત કરી. પિતાની નવી સ્થિતિ મજબૂત બનાવવા તથા ઇતર દેશના મુસલમાનોની શુભેચ્છા જાળવી રાખવા ૧૯૨૬ની સાલના જૂન માસમાં તેણે મકકામાં દુનિયાભરના મુસલમાનોની એક પરિષદ બોલાવી. એમાં તેણે બીજા દેશના મુસલમાન પ્રતિનિધિઓને આમંત્રણ આપ્યું. તેને ખલીફ બનવાની ઈચ્છા નહોતી એ સ્પષ્ટ હતું. વળી તે વહાબી સંપ્રદાયને હેવાને કારણે, મોટા ભાગના મુસલમાને, કઈ પણ સંજોગોમાં એને ખલીફ તરીકે માન્ય રાખે એમ નહોતું. જેની રાષ્ટ્રવિધી તેમ જ આપખુદ કારકિર્દીનું આપણે અવકન કરી ગયાં છીએ તે મિસરને રાજા ફાઉદ ખલીફ બનવાને અતિ ઉત્સુક હતા, પરંતુ કોઈપણ – ખુદ મિસરના લેકે પણ – તેને ખલીફ તરીકે કબૂલ રાખે એમ નહોતું. પોતાના પરાજય પછી હુસેને પોતે ધારણ કરેલી ખિલાફતને ત્યાગ કર્યો. - મકકામાં ભરાયેલી ઇસ્લામી પરિષદે કઈ પણ મહત્વનો નિર્ણય ન કર્યો. સંભવ છે કે એવી અપેક્ષા પણ એની પાસેથી રાખવામાં આવી ન હોય. એ તે ઇબ્ન સાઉદની પિતાની સ્થિતિ, ખાસ કરીને, પરદેશી સત્તાઓ આગળ મજબૂત બનાવવાની એક તરકીબ હતી. ખિલાફત સમિતિના હિંદના પ્રતિનિધિઓ – મને લાગે છે કે મૌલાના મહમદઅલી પણ એમાંના એક હતા – પરિષદથી નિરાશ થઈને અને ઈબ્ન સાઉદ ઉપર કંધે ભરાઈને પાછા ફર્યા. પરંતુ એની તેના ઉપર કશીયે અસર થઈ નહિ. જ્યારે તેને તેની જરૂર હતી ત્યારે તેણે હિંદની ખિલાફત સમિતિને ઉપયોગ કરી લીધું હતું અને હવે તેને તેની સહાનુભૂતિની ગરજ રહી નહોતી. ઇબ્ન સાઉદ હવે યમન સિવાયના લગભગ આખા દેશને સ્વામી બને. યમન હજી સ્વતંત્ર રાજ્ય છે અને તેના ઉપર જૂના ઇમામની હકૂમત ચાલે છે. પરંતુ દક્ષિણ-પશ્ચિમને એ ખૂણે બાદ કરતાં ઇબ્ન સાઉદ આખાયે અરબસ્તાનને અધિપતિ હતું અને તેણે નજદના રાજાને ઇલકાબ ધારણ કર્યો. આ રીતે તે બેવડ રાજા બન્ય; હેજાઝને રાજા અને નન્દનો રાજા. વિદેશી
SR No.032709
Book TitleJagatna Itihasnu Rekha Darshan Part 02
Original Sutra AuthorN/A
AuthorJawaharlal Nehru, Manibhai B Desai
PublisherNavjivan Prakashan Mandir
Publication Year1945
Total Pages862
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size22 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy