SearchBrowseAboutContactDonate
Page Preview
Page 525
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૧૯૨ જગતના ઇતિહાસનું રેખાદર્શન તેમની સામે ભારે આર્થિક સાધનસંપત્તિ અને યહૂદીઓનું જગવ્યાપી સંગઠન છે. આમ, આરબના રાષ્ટ્રવાદની સામે ઇંગ્લંડ યહૂદીઓના ધાર્મિક રાષ્ટ્રવાદને ઊભું કરે છે અને એ બંને વચ્ચે સુલેહશાંતિ ટકાવી રાખવા માટે મધ્યસ્થ તરીકે ત્યાં પિતાને રહેવાની જરૂર છે એ તે જગત આગળ દેખાવ કરે છે. સામ્રાજ્યવાદી આધિપત્ય નીચેના બીજા દેશમાં આપણે જે જોઈ ગયાં તેની તે જ આ પુરાણી રમત છે; આશ્ચર્યની વાત તે એ છે કે, એ એકની એક રમતને અનેક વાર ઉપયોગ કરવામાં આવે છે. યહૂદીઓ એક અદ્ભુત પ્રજા છે. મૂળ તે પેલેસ્ટાઈનની એક પ્રજા હતી અને બાઈબલનો જૂના કરારમાં તેમના આરંભકાળની કથા કહેવામાં આવી છે. તેઓ કંઈક અંશે ઘમંડી હતા અને પિતાને ઈશ્વરની માનીતી પ્રજા તરીકે લેખતા હતા. પરંતુ લગભગ બધી જ પ્રજાઓ એવા પ્રકારના વ્યર્થ ઘમંડમાં રાચતી આવી છે. તેમને અનેક વાર જીતી લેવામાં આવ્યા, દાબી દેવામાં આવ્યા તથા ગુલામ પણ બનાવવામાં આવ્યા. અંગ્રેજી ભાષાની કેટલીક સૌથી સુંદર અને હૃદયદ્રાવક કવિતાઓ યહૂદીઓનાં ગીતે અને રુદનકાવ્ય છે. એ બધાં ગીતે અને રુદનકાબે બાઈબલના પ્રમાણિત અનુવાદમાં આપવામાં આવેલાં છે. હું ધારું છું કે મૂળ હિબ્રુ ભાષામાં પણ એ કાવ્ય એટલાં જ અથવા કહે કે અધિક સુંદર હશે. બાઈબલના જૂના કરારમાંથી એક ભજનની માત્ર થોડી લીટીઓ હું અહીં ઉતારીશ: “હે ઝિન, અમને તારું સ્મરણ થયું ત્યારે બેબિલોન નદીના તટ ઉપર બેસીને અમે આંસુ સાર્યા. અમારી સારંગીઓ તે અમે ત્યાં જ ઝાડ ઉપર લટકાવી દીધી. કેમ કે, અમને બંદીવાન કરીને લઈ જનારાઓએ, અમે શેકમાં ડૂખ્યા હતા ત્યારે અમને કહ્યું, કઈ મધુર ગીત ગાઓ ઝિનનું કોઈ ગીત અમને ગાઈ સંભળાવો. અમારા પ્રભુનું ગીત, કઈ પરાયા મુલકમાં અમે કેવી રીતે ગાઈએ ? જેરુસલેમ ! તને હું ભૂલું તો મારા જમણા હાથનું કૌશલ સમૂળ નષ્ટ થાઓ. તને જે હું ભૂલી જાઉં તો, મારી જિ મારા તાળવાને ચોંટી જાઓ: મારા આનંદમાં, જેરુસલેમ તને પ્રથમ સ્થાન ન આપે તે ખસૂસ એમ જ થાઓ.” આખરે યહૂદીઓ આખી દુનિયામાં ઠેકઠેકાણે વીખરાઈ ગયા. તેમને પિતાનું વતન કે રાષ્ટ્ર નહેતું અને તેઓ જ્યાં જ્યાં ગયા ત્યાં ત્યાં અણુનેતય અને અનિષ્ટ પરદેશીઓ તરીકે તેમના પ્રત્યે વર્તાવ દાખવવામાં આવ્યું. બીજાઓને તેઓ દૂષિત ન કરે એટલા માટે શહેરમાં તેમને બીજા બધાઓથી જુદા અને તેમને માટે ખાસ મુકરર કરવામાં આવેલા અલગ સ્થાનમાં રહેવાની તેમને ફરજ પાડવામાં આવતી. તેમને વસવાનાં આ સ્થાનને “ઘેટના નામથી ઓળખવામાં આવતાં કેટલીક વાર તે બીજાઓથી જુદો પડી આવે એ ખાસ પ્રકારને પહેરવેશ પહેરવાની પણ તેમને ફરજ પાડવામાં આવતી હતી. તેમનું
SR No.032709
Book TitleJagatna Itihasnu Rekha Darshan Part 02
Original Sutra AuthorN/A
AuthorJawaharlal Nehru, Manibhai B Desai
PublisherNavjivan Prakashan Mandir
Publication Year1945
Total Pages862
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size22 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy