SearchBrowseAboutContactDonate
Page Preview
Page 511
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૧૭૮ જગતના ઇતિહાસનું રેખાદર્શન થતા જતા હતા અને વધારે આગળ વધેલા તથા સંસ્કારી પૂર્વના દેશોએ લોહચુંબકની પેઠે તેમને પોતા તરફ આકર્ષ્યા. પૂર્વ તરફના આ ખેંચાણે ધણાં સ્વરૂપો ધારણ કર્યાં અને આ ક્રૂઝેડનાં યુદ્દો તેમાં સૌથી મહત્ત્વનાં હતાં. એ યુદ્ધોને પરિણામે યુરાપ એશિયાના પશ્ચિમ તરફના દેશો પાસેથી ધંણું ઘણું શીખ્યું. તેમની પાસેથી તે અનેક લલિત કળાઓ, હાથકારીગરી અને હુન્નર, વૈભવવિલાસની તેવા શીખ્યું; અને સૌથી મહત્ત્વની વસ્તુ એ છે કે તેમની પાસેથી તે કા` અને વિચારની વૈજ્ઞાનિક પદ્ધતિ શીખ્યું. ક્રૂઝેડનાં યુદ્ધો પૂરાં થયાં ન થયાં ત્યાં તો મગેલ લેકા પશ્ચિમ એશિયા ઉપર વાળની પેઠે તૂટી પડ્યા અને એ પ્રદેશને તેમણે તારાજ કરી નાખ્યા. પરંતુ આમ છતાંયે આપણે મગાલ લાકાને કેવળ સંહારક જ ન ગણી કાઢવા જોઈએ. ચીનથી માંડીને રશિયા સુધીની પોતાની હિલચાલ દ્વારા તેમણે દૂર દૂરની પ્રજાને એકબીજીના સંસર્ગમાં આણી, વેપારને ઉત્તયા તથા પ્રજા પ્રજા વચ્ચેના વહેવારને વેગ આપ્યો. તેમના વિશાળ સામ્રાજ્યમાં વેપારના માર્ગોં મુસાી માટે સલામત બન્યા અને માત્ર વેપારીઓ જ નહિ પણ મુત્સદ્દીઓ તથા ધાર્મિક પ્રચારકૈા પણ એમના ઉપર એક છેડાથી બીજા છેડા સુધી જબરદસ્ત પ્રવાસે ખેડવા લાગ્યા. મધ્ય પૂર્વના પ્રદેશ એ દુનિયાના પ્રાચીન રાજમાર્યાંની સીધી લીટીમાં આવતા હતા; તે પૂર્વ અને પશ્ચિમ વચ્ચેની કડીરૂપ હતા. તને કદાચ યાદ હશે કે, મગોલાના કાળમાં માર્કા પોલા પોતાના વતન વેનીસમાંથી નીકળીને આખાયે એશિયા ખંડ એળગી ચીન પહોંચ્યા હતા. સદ્ભાગ્યે, તેણે લખેલું, અથવા કહે કે લખાવેલું તેના પ્રવાસેાના ણ્ નનું એક પુસ્તક આપણને ઉપલબ્ધ છે. એ પુસ્તકને લીધે જ આપણે તેને યાદ કરીએ છીએ. પરંતુ પોતાના પ્રવાસાનુ ખ્યાન લખવાની માથાફોડમાં ઊતર્યા વિના કેટલાયે લોકોએ આ લાંબા લાંબા પ્રવાસ ખેડ્યા હશે, અથવા તેમણે પોતાના પ્રવાસ વિષે પુસ્તકા લખ્યાં હોય અને તે નાશ પામ્યાં હેાય એ પણ બનવા જોગ છે કેમ કે તે વખતે હસ્તલિખિત પુસ્તકાનો જમાનો હતો. વણજારો દેશદેશાંતરામાં નિરંતર આવજા કર્યા કરતી હતી અને એનું પ્રધાન કા વેપારનું હતું એ ખરું પણ નસીબ અજમાવવાની તેમ જ સાહસ ખેડવાની ઇચ્છા રાખનારા અનેક માણસો પણ તેની સાથે જતા હતા. પ્રાચીન કાળને બીજો એક પ્રવાસી માર્કા પેલાની જેમ આગળ તરી આવે છે. એ ઇબ્ન બતુતા નામના આરબ હતેા અને તે ૧૪મી સદીના આરભમાં મારક્કોમાં આવેલા તાંજીરમાં જન્મ્યા હતા. આ રીતે તે માર્કો પોલો પછી એક પેઢી બાદ આવ્યો હતો. ૨૧ વરસની તરુણ વયે વિશાળ દુનિયાના તેના જબરદસ્ત પ્રવાસે તે નીકળી પડયો. અને પોતાની બુદ્ધિમત્તા તથા મુસલમાન કાજી તરીકેની તેની તાલીમ સિવાય તેની પાસે ખીજી કાઈ પણુ
SR No.032709
Book TitleJagatna Itihasnu Rekha Darshan Part 02
Original Sutra AuthorN/A
AuthorJawaharlal Nehru, Manibhai B Desai
PublisherNavjivan Prakashan Mandir
Publication Year1945
Total Pages862
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size22 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy