SearchBrowseAboutContactDonate
Page Preview
Page 508
Loading...
Download File
Download File
Page Text
________________ અંગ્રેજોના છત્ર નીચેની સ્વતંત્રતા કેવી હેય ૧૧૫ ૧૯૩૫ની સાલમાં ફાસિસ્ટ ઈટાલીએ એબિસીનિયા ઉપર ચડાઈ કરી અને મિસર તેમ જ નાઈલની ઉપલાણની ખીણમાંનાં બ્રિટિશ હિત સામે ઊભા થયેલા નવા જોખમને કારણે મિસર અને ઇંગ્લંડના સંબંધમાં ફેરફાર થવા પામે. મિસરને હવે બંડખેર અને પિતાનું વિરોધી રહેવા દેવું ઇંગ્લંડને પાલવે એમ નહતું અને મિસરના આગેવાનો પણ ઇંગ્લંડ તરફ ભવિષ્યના મિત્ર તરીકે જેવા લાગ્યા. ધારાસભાની ચૂંટણીમાં વદ પક્ષને વિજય મળે અને નાહશ પાશા વડે પ્રધાન બન્ય. ઇટાલીના ઐબિસીનિયા ઉપરના આક્રમણને કારણે પેદા થયેલા નવા વાતાવરણને પરિણામે મિસર અને ઇંગ્લંડ પરસ્પર સમજૂતી ઉપર આવ્યાં અને ૧૯૩૬ના ઓગસ્ટ માસમાં તેમની વચ્ચે સંધિ થઈ. સુલેહશાંતિને ખાતર મિસરે ઘણી બાબતે વિષેને તેને પહેલાંને આગ્રહ છોડી દઈને નમતું આપ્યું, સુદાનની બાબતમાં ચાલુ સ્થિતિને સ્વીકાર કર્યો તથા સુએઝની નહેરનું રક્ષણ કરવાને ઈંગ્લંડને હકક માન્ય રાખે. આ ઉપરાંત, મિસરની પરદેશનીતિ ઘડની પરદેશનીતિને અનુરૂપ કરવામાં આવી. બદલામાં ઈંગ્લેંડ કેરે તથા એલેકઝાંડ્રિયામાંથી લશ્કર ખેંચી લીધું તેમ જ મિશ્ર અદાલતો તથા પરદેશીઓના વિશિષ્ટ હકકે રદ કરવામાં મદદ કરવાનું અને પ્રજાસંધમાં દાખલ થવાની મિસરની માગણીને ટેકે આપવાનું વચન આપ્યું. આ સમાધાનથી મિસરમાં ભારે આનંદોત્સવ થઈ રહ્યો પરંતુ એ કંઈક : અંશે કવખત હતું. રાજા બદલાયે હતું છતાંયે રાજમહેલે વફદ પક્ષના લેકેને ધિક્કારવાનું તમા તેની સામે કાવતરાં રચવાનું ચાલુ જ રાખ્યું. પડદા પાછળ હજીયે બ્રિટિશ સામ્રાજ્યનું કાર્ય ચાલુ જ રહ્યું. મિસરની જમીનને ઘણું મટે ભાગ મૂડીભર માણસની માલકીને છે અને એમાં રાજકુટુંબને જબરદસ્ત હિસે છે. આ મોટા મોટા જમીનદારોને પ્રગતિકારક કાયદાઓ સામે તેમ જ આમપ્રજાની સત્તા વધવા પામે એની સામે ભારે વિરોધ હતું. આ રીતે ત્યાં નિરંતર ઘર્ષણ ચાલ્યા જ કરતું હતું. છેવટે રાજાએ નાહશ પાશાને બરતરફ કર્યો અને ધારાસભાને વિખેરી નાખી. રાજમહેલની સરકારના છેડા વખત માટેના વહીવટ પછી નવી ચૂંટણી કરવામાં આવી અને એમાં વદ પક્ષની ભારે હાર થઈ. આથી સૌ આશ્ચર્યમાં ગરકાવ થઈ ગયાં. પાછળથી જણાયું કે એ ચૂંટણી તે ધેકાબાજી જ હતી અને પેજનાપૂર્વક ખોટા માણસને ચૂંટાયેલા જાહેર કરવામાં આવ્યા હતા. નાહશ પાશાની આગેવાની નીચેના વફદ પક્ષની લેકપ્રિયતા હજી કાયમ છે પરંતુ આજે દેશને વહીવટ બ્રિટિશ સામ્રાજ્યવાદના ટેકાથી રાજમહેલની ટોળકીની સરકાર ચલાવે છે.
SR No.032709
Book TitleJagatna Itihasnu Rekha Darshan Part 02
Original Sutra AuthorN/A
AuthorJawaharlal Nehru, Manibhai B Desai
PublisherNavjivan Prakashan Mandir
Publication Year1945
Total Pages862
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size22 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy