________________
૧૧૦
જગતના ઇતિહાસનું રેખાદર્શન
જખરદસ્ત પાકાર ઊઠ્યો અને નવી વ્યવસ્થા મુજબની ચૂંટણીઓના સ ંપૂર્ણ પણે બહિષ્કાર કરવામાં આવશે એ સ્પષ્ટપણે જણાઈ ગયું. આથી ફાઉદ રાજાને નમતું આપવું પડયું અને ચૂંટણી જૂની વ્યવસ્થા પ્રમાણે કરવામાં આવી. એ ચૂંટણીનું પરિણામ આ રહ્યું ઃ ઝબકુલ પાશાના પક્ષને ભારે બહુમતી મળી; ધારાસભાની કુલ ૨૧૪ ખેડકામાંથી એ પક્ષને ૨૦૦ ખેટકા મળી ! અધકુલ પાશાની દેશ ઉપરની લાગવગના તેમ જ મિસરને શું જોઈતું હતું તેને આથી વિશેષ સચોટ પુરાવે શા હોઈ શકે? આમ છતાંયે બ્રિટિશ કમિશનરે (તે હિંદના માજી ગવર્નર લૉર્ડ લાઇડ હતા. ) જણાવ્યું કે, ઝધલુલ પાશા વડે પ્રધાન અને એમાં તેને વાંધો છે અને તેથી એ સ્થાને ખીજાની નિમણૂક કરવામાં આવી. આ બાબતમાં ઇંગ્લેંડે માથું મારવાની શી જરૂર હતી એ સમજવું જરા મુશ્કેલ છે. પરંતુ નવી સરકાર ણે અંશે ઝલુલના પક્ષના કાબૂ નીચે હતી અને તેણે નરમ વલણ રાખવાને પૂરેપૂરો પ્રયત્ન કર્યાં છતાંયે તેની અને જ્યોર્જ લાઈડની વચ્ચે વારવાર ચકમક ઝરી, જ્યોર્જ લાઈડ ભારે તુંડમિજાજી અને અક્કડ માસ હતા અને તે વારંવાર બ્રિટિશ યુદ્ધ જહાજોની ધમકી આપતા હતા.
૧૯૨૭ની સાલમાં બ્રિટન સાથે સમજૂતી ઉપર આવવાના ખીજો પ્રયાસ કરવામાં આવ્યા. પરંતુ કાઉદ રાજાના અતિશય વિનીત વડા પ્રધાન પણ બ્રિટનની શરતા જોઈ ને આભા બની ગયા. કાગળ ઉપરની સ્વતંત્રતાના ઢાંકપિડા નીચે તેને તે મિસરને બ્રિટનનું રક્ષિત રાજ્ય બનાવવું હતું. આથી વાટાધાટો કરી પાછી નિષ્ફળ નીવડી.
આ વાટાધાટો ચાલી રહી હતી તે અરસામાં, મિસરના મહાન નેતા ઝઘલુલ પાશા ૧૯૨૭ની સાલના આગસ્ટની ૨૩મી તારીખે ૭૦ વરસની વયે
મરણ પામ્યા. તે મરણ પામ્યા છે પરંતુ તેની સ્મૃતિ ઉજ્જવળ અને અમૂલ્ય
વારસાના રૂપમાં હજી કાયમ છે અને તે ત્યાંની પ્રજાને પ્રેરણા આપી રહી છે. તેની પત્ની બેગમ સિયા ઝધલુલ હજી જીવે છે. સમગ્ર પ્રજા તેના તરફ પ્રેમ અને આદરની નજરથી જુએ છે અને તેણે તેને ‘રાષ્ટ્રમાતાના ઇલકાબ આપ્યા છે. અને કેરેમાંનું ઝધફુલનું ઘર રાષ્ટ્રભવનના ’ના નામથી ઓળખાય છે અને તે ઘણા વખતથી મિસરના રાષ્ટ્રવાદીઓનું વડુ મથક બની રહ્યુ છે.
મુસ્તફા નાહશ પાશાએ વદ પક્ષના નેતા તરીકે ઝઘલુલ પાશાનું સ્થાન લીધું.. થાડા વખત પછી ૧૯૨૮ના માર્ચ માસમાં તે વડેા પ્રધાન બન્યા. નાગરિક સ્વાત ંત્ર્ય અને પ્રજાના શસ્ત્ર ધારણ કરવાના અધિકાર વગેરે બાબતોમાં તેણે કેટલાક સાદા આંતરિક સુધારા કરવાના પ્રયત્ન કર્યાં. લશ્કરી કાયદાના અમલ દરમ્યાન અંગ્રેજોએ આ હક કમી કરી નાખ્યા હતા. મિસરની