SearchBrowseAboutContactDonate
Page Preview
Page 50
Loading...
Download File
Download File
Page Text
________________ હિંદનાં ગામે, ખેડૂત અને જમીનદારે ૭૧૭ % ઉદ્યોગધંધાઓ તે મુખ્યત્વે કરીને શહેરોમાં જ ખીલ્યા હતા. અલબત્ત, વણકરો ગામડાંઓમાં સર્વત્ર ફેલાયેલા હતા ખરા. આ ગ્રામસમાજેએ પરસ્પર ઝાઝો સંપર્ક સાધ્યા વિના અલગ રહીને પિતાનું જીવન વિતાવ્યું એનું ખરું કારણ અવરજવરનાં સાધનોની ઓછપ હતી. ગામને એકબીજા સાથે સાંકળનાર સારા રસ્તાઓ બહુ ઓછા હતા. ખરેખર, આવા રસ્તાઓની અછતને લીધે જ ગામડાંઓના વ્યવહારમાં વધારે પડતું માથું મારવાનું દેશની મધ્યસ્થ સરકાર માટે મુશ્કેલ હતું. મોટી નદીઓના કાંઠા ઉપર અથવા તે તેની નજદીક આવેલાં ગામ કે શહેરે હેડી મારફતે એકબીજા જોડે સંસર્ગ રાખી શકતાં હતાં પરંતુ આ રીતે વાપરી શકાય એવી નદીઓ અહીંયાં ઝાઝી નહતી. સુગમતાભર્યા અવરજવરનાં સાધનોની ઓછપ દેશના આંતરિક વેપારની ખિલવણીમાં પણ વિનરૂપ હતી. ઘણું વરસ સુધી તે ઈસ્ટ ઈધ્યિા કંપનીનું ધ્યેય કેવળ પિસા કમાઈને પિતાના શેરહોલ્ડરને ડિવિડન્ડે આપવા પૂરતું જ હતું, એટલે તેમણે રસ્તાઓ ઉપર નહિ જે જ ખરચ કર્યો અને શિક્ષણ, ઇસ્પિતાલ તથા શહેરે અને ગામડાંની સાફસૂફી તેમ જ બીજી એવી બાબતે ઉપર કશે ખર્ચ કર્યો નહિ. પરંતુ પાછળના સમયમાં જ્યારે અંગ્રેજોએ કાચા માલ ખરીદવા અને ઈગ્લેંડને યંત્રમાં બનેલે માલ વેચવા ઉપર પોતાનું લક્ષ કેન્દ્રિત કર્યું ત્યારે અવરજવરનાં સાધનોની બાબતમાં તેમણે જુદી નીતિ અખત્યાર કરી. ઉત્તરોત્તર વધતા જતા પરદેશી વેપારને આગળ ધપાવવાને માટે હિંદના દરિયા કિનારા ઉપર નવાં શહેરો ઊભાં થયાં. આ શહેરે – મુંબઈ, મદ્રાસ, કલકત્તા અને પાછળથી કરાંચી – પરદેશ મોકલવા માટે રૂ વગેરે કાચો માલ એક કરતાં અને પરદેશને – ખાસ કરીને ઈંગ્લંડનો – યંત્રમાં બનેલે તૈયાર માલ લઈને વેચવા માટે દેશના જુદા જુદા ભાગોમાં પહોંચાડતાં. આ નવાં ઊભાં થયેલાં શહેરે લીવરપુલ, મૅચેસ્ટર, બર્મિંગહામ તથા શફિલ્ડ જેવાં પશ્ચિમના દેશમાં ઊભાં થતાં મોટાં મોટાં ઔદ્યોગિક શહેરોથી સાવ જુદી જાતનાં હતાં. યુરોપનાં એ શહેરે તે મોટાં મેટાં કારખાનાંઓવાળાં તૈયાર માલ પેદા કરનારાં કેન્દ્રો હતાં. વળી તેઓ આ તૈયાર માલ પરદેશ રવાના કરનારા બંદરે પણ હતાં. નવાં ઊભાં થયેલાં હિંદનાં શહેરે તે કશુંયે ઉત્પન્ન કરતાં હતાં. તેઓ તે કેવળ પરદેશી માલની વખાર અને પરરાજ્યના ચિહ્નરૂપ હતાં. - હું તને હમણાં જ કહી ગયો કે, બ્રિટિશ રાજનીતિને પરિણામે હિંદુસ્તાન દિવસે દિવસે વધારે ને વધારે ગ્રામીણ થતો જતો હતો અને લેકે શહેર છોડીને ગામડાં તથા ખેતી તરફ જઈ રહ્યા હતા. આમ હોવા છતાંયે, અને એ પરિસ્થિતિમાં કશે ફરક પડ્યો નહોતે તેયે દરિયાકિનારા ઉપર આ નવાં શહેરે ઊભાં થયાં. એ શહેર નાનાં નાનાં શહેરે અને કસબાઓને ભેગે ફાલ્યાં, ગામડાંઓ તૂટીને
SR No.032709
Book TitleJagatna Itihasnu Rekha Darshan Part 02
Original Sutra AuthorN/A
AuthorJawaharlal Nehru, Manibhai B Desai
PublisherNavjivan Prakashan Mandir
Publication Year1945
Total Pages862
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size22 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy