________________
મિસરની સ્વતંત્રતા માટેની લડત પરદેશી વેપારીઓ તેમ જ મૂડીદારની મેટી મોટી વસાહત ઊભી થઈ. તેમની દરેક રીતે રક્ષા કરી રહેલી તેમ જ કશેયે કર ભર્યા વિના તવંગર અને સમૃદ્ધ થવાની અનુકૂળતા કરી આપતી વ્યવસ્થા રદ કરવામાં આવે એની સામે તેઓ વિરોધ ઉઠાવે એ સ્વાભાવિક હતું. આ પરદેશી સ્થાપિત હિતેની રક્ષા કરવાની જવાબદારી બ્રિટને પિતાને માથે રાખી હતી. જે વ્યવસ્થા પિતાની સ્વતંત્રતા સાથે બિલકુલ બંધબેસતી નહોતી તથા જેને લીધે તેને મહેસૂલની દષ્ટિએ ભારે ખોટમાં ઊતરવું પડતું હતું તે વ્યવસ્થા માન્ય રાખવામાં મિસર કબૂલ ન થાય એ સ્વાભાવિક હતું. સૌથી તવંગર હોય એવા લેકે જે કર ભરવામાંથી છટકી જાય તે સામાજિક પરિસ્થિતિની સુધારણાના ક્ષેત્રમાં વિશાળ પાયા ઉપર કંઈ પણ કરવું એ લગભગ અશક્ય હતું. ઇંગ્લંડની સીધી હકૂમતના લાંબા કાળ દરમ્યાન તેણે પ્રાથમિક કેળવણી, જનસુખાકારી જળવાઈ રહે એવા પ્રકારનું સફાઈકાર્ય કે ગામડાંઓની સ્થિતિની સુધારણા વગેરે બાબતમાં કશુંયે કર્યું નહિ.
પરંતુ બન્યું એમ કે, “કેપિગ્યુલેશન”ના હક્કોની ઉત્પત્તિના મૂળ કારણ રૂપ તુક કમાલ પાશાના વિજય પછી તેમાંથી મુક્ત થઈ ગયું. ૧૯મી સદીમાં જાપાનને પણ આ “કેપિગ્યુલેશન વેઠવાં પડ્યાં હતાં. પણ તે બળવાન બન્યું કે તરત જ તેણે તે ફગાવી દીધાં.
આમ પરદેશી સ્થાપિત હિતને પ્રશ્ન એ મિસર અને ઈંગ્લેન્ડ વચ્ચેના સમાધાનના માર્ગમાં બીજો અંતરાય હતે. સ્થાપિત હિતો હમેશાં સ્વતંત્રતાના માર્ગમાં અંતરાયરૂપ બનતાં આવ્યાં છે.
તેમની હમેશની ઉદારતા પ્રમાણે બ્રિટિશ સરકારે લઘુમતીઓનાં હિતેની રક્ષા કરવાનું પણ નિર્ણય કર્યો હતો અને ૧૯૨૨ની સાલની સ્વતંત્રતાની જાહેરાતમાં એ વસ્તુને પણ એક અનામતી તરીકે સમાવેશ કરવામાં આવ્યો હતે. મુખ્ય લઘુમતી ત્યાં આગળ કષ્ટ લોકોની હતી. એ લેકે પ્રાચીન મિસરવાસીઓના વંશજો છે એવું માનવામાં આવે છે અને એ રીતે તેઓ મિસરની સૌથી પુરાણી જાતિના છે. તેઓ ખ્રિસ્તી ધર્મ પાળે છે અને યુરોપ ખ્રિસ્તી થયું તે પહેલાં ખ્રિસ્તી ધર્મના આરંભકાળથી તેમણે એ ધર્મ અંગીકાર કરે છે. બ્રિટિશ સરકારે લઘુમતીઓ માટે દર્શાવેલી આ ભારે રહેમ નજર માટે તેને આભાર માનવાને બદલે આ બેકદર લેકેએ તેમને વિષે કશી પણ ચિંતા ન કરવાનું તેને જણાવ્યું. ૧૯૨૨ની સ્વતંત્રતાની જાહેરાત થઈ તે પછી તરત જ કૌષ્ટ લોકે એક મોટી સભામાં એકઠા થયા અને એમાં તેમણે ઠરાવ કર્યો કે, “રાષ્ટ્રીય ધ્યેયની પ્રાપ્તિ તથા રાષ્ટ્રીય ઐક્યને અર્થે અમે લઘુમતીના પ્રતિનિધિત્વના તથા સંરક્ષણના બધાયે હક્કોનો ત્યાગ - કરીએ છીએ.” કોના આ નિર્ણયને અંગ્રેજોએ મૂખભરેલે ગણીને વખોડી કાઢ્યો! તેમને એ નિર્ણય મૂખભરેલું હોય કે ડહાપણભરેલ હોય