SearchBrowseAboutContactDonate
Page Preview
Page 47
Loading...
Download File
Download File
Page Text
________________ ૩૪ છ૪ જગતના ઇતિહાસનું રેખાદર્શન રહેતા હતા. પણ હવે તેમનો ધંધેરોજગાર ગયે એટલે તેઓ પાછા ગામડાઓમાં આવી પડ્યા અને તેમણે જમીનને આશરે લીધે. પરિણામે શહેરેની વસતી દિનપ્રતિદિન ઘટતી ગઈ અને ગામડાંની વસતી વધતી ગઈ. એટલે કે, બીજી રીતે કહીએ તે હિંદ ઓછું નાગરિક (અર્બન) અને વધારે ગ્રામીણ (રૂરલ) બન્યું. ગ્રામીણકરણની આ ક્રિયા આખી ૧૯મી સદી દરમ્યાન ચાલ્યાં જ કરી અને હજી આજે પણ તે બંધ થઈ નથી. એ સમયે હિંદમાં આમ બનવા પામ્યું એ એક વિચિત્ર ઘટના છે. યંત્રોદ્યોગ અને ઉદ્યોગીકરણને લીધે આખી દુનિયામાં લેકે ગામડાઓમાંથી શહેર તરફ ખેંચાયા હતા. પરંતુ હિંદમાં તે એથી સાવ ઊલટું જ બનવા પામ્યું. અહીંયાં તે કસબાઓ અને શહેરે દિનપ્રતિદિન નાનાં થતાં ગયાં અને આખરે સાવ નિપ્રાણ બની ગયાં. વળી વધારે ને વધારે લેકે ખેતીને આશરે આવી પડ્યા પરંતુ એમાંથીયે આજીવિકા મેળવવી બહુ કપરી હતી. . પ્રધાન ઉદ્યોગની સાથે સાથે બીજા સહાયક ઉદ્યોગો પણ અદશ્ય થતા ગયા. રંગકામ, છાપકામ તથા પી જણકામ ઓછું થતું ગયું; હાથકતામણ બંધ પડયું અને લાખો ઘરમાંથી રેંટિયો અદશ્ય થયું. એથી કરીને ખેડૂતોએ આવકનું એક વધારાનું સાધન ગુમાવ્યું, કેમકે ખેડૂતનાં ઘરનાં માણસો કાતિ એથી જમીનમાંથી થતી તેની આવકમાં ઉમેરે થતો હતો. અલબત, યંત્રોદ્યોગ શરૂ થયું ત્યારે પશ્ચિમ યુરોપમાં પણ આવી દશા પેદા થઈ હતી. પરંતુ ત્યાં આગળ એ ફેરફાર બહુ સ્વાભાવિક હત; એટલે ત્યાં એક પ્રકારની વ્યવસ્થાને અંત આવ્યો એ ખરું પરંતુ તેની સાથે સાથે જ બીજી નવી વ્યવસ્થા ઉભવી. પરંતુ હિંદુસ્તાનમાં એ ફેરફાર ક્રરતાપૂર્વક થયે. માલ ઉત્પન્ન કરવાની ગૃહઉદ્યોગની પ્રથાને નાશ કરવામાં આવ્યું. પરંતુ એને સ્થાને નવી પ્રથા ઉભવી નહિ, કેમકે બ્રિટિશ ઉદ્યોગના હિતમાં અંગ્રેજ સત્તાધારીઓએ એમ થવા દીધું જ નહિ. આપણે જોઈ ગયા કે, અંગ્રેજોએ અહીંયાં સત્તા મેળવી તે પહેલાં હિંદુસ્તાન પાકે માલ તૈયાર કરનાર સમૃદ્ધ દેશ હ. પ્રચંડ યંત્રો દાખલ કરી દેશનું ઉદ્યોગીકરણ કરવું એ સ્વાભાવિક રીતે જ બીજું પગથિયું હેત. પરંતુ આગળ જવાને બદલે બ્રિટિશ નીતિને પરિણામે હિંદુસ્તાન બહુ પાછળ પડી ગયું. હવે ઉત્પાદક દેશ તરીકેની તેની કારકિર્દીને અંત આવ્યો અને પહેલાં કદીયે ને હતે એટલા પ્રમાણમાં તે કૃષિ પ્રધાન દેશ બની ગયે. આમ બેકાર થયેલા અસંખ્ય કારીગરે અને એવા બીજાઓને નભાવવાને ભાર બીચારી ખેતી ઉપર આવી પડ્યો. જમીન પર જે અસહ્ય થઈ ગ અને ઉત્તરોત્તર વધતે જ ગયે. હિંદની ગરીબાઈનું મૂળ કારણે આ છે. આપણી બીજી અનેક હાડમારીઓ પણ એ નીતિને પરિણામે જ પેદા થઈ
SR No.032709
Book TitleJagatna Itihasnu Rekha Darshan Part 02
Original Sutra AuthorN/A
AuthorJawaharlal Nehru, Manibhai B Desai
PublisherNavjivan Prakashan Mandir
Publication Year1945
Total Pages862
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size22 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy