SearchBrowseAboutContactDonate
Page Preview
Page 465
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૧૩૧ જગતના ઇતિહાસનું રેખાદર્શન સુધારી દીધુ અને આપણા પ્રતિસ્પર્ધીઓને દેષિત સ્થિતિમાં મૂકી દીધા. આપણને કચરી રહેલા ભયમાંથી તેણે આપણને મુક્ત કર્યાં. આપણે એધડક ખનીને સૌની સામે માથું ઊંચું રાખીને ફરવા લાગ્યા તથા આપણા મનમાં ધોળાતા વિચારો સંપૂર્ણપણે અને નિખાલસતાથી આપણે દર્શાવવા લાગ્યા. આપણા મન ઉપરથી જાણે ભારે જો ઊપડી ગયા હોય એમ આપણને લાગવા માંડયું અને વાણી તથા કાર્યની લાધેલી નવી સ્વતંત્રતાએ આપણને આત્મવિશ્વાસ તથા શક્તિથી ભરી દીધા. અને આવી લતામાં અનિવાય પણે જાતિ જાતિ તથા રાષ્ટ્ર રાષ્ટ્ર વચ્ચે અતિશય તીવ્ર દ્વેષા પેદા થવા પામે છે તેને આ શાંતિમય રીતે ઘણે અંશે ટાળ્યા. અને એ રીતે તેણે છેવટનું સમાધાન વધારે સુગમ બનાવી મૂકયુ. આથી, જેની પાછળ ગાંધીજીનું અપૂર્વ વ્યક્તિત્વ રહેલુ હતું એવા આ અસહકારના કાર્યક્રમે દેશને પોતાના તરફ આકષ્ણેાઁ તથા તેમાં આશાના સ ંચાર્ કર્યાં એમાં આશ્રય પામવા જેવું કશું નથી. તે ફેલાતા ગયા અને તેના સ્પર્શથી પુરાણી નબળાઈ અદૃશ્ય થઈ ગઈ. નવી મહાસભાએ દેશનાં ધણાંખરાં પ્રાણવાન તત્ત્વાને પોતાના તરફ આકર્ષ્યા અને તેનું બળ તથા પ્રતિષ્ઠા વધી ગયાં. દરમ્યાન મેન્ટ ્ડ સુધારા પ્રમાણેની ધારાસભાઓ શરૂ થઈ ચૂકી હતી. વિનીતાએ ~~ હવે તેઓ પોતાને લિબરલ તરીકે ઓળખાવતા હતા — એ સુધારાઓને વધાવી લીધા અને એની નીચે તેઓ પ્રધાના તથા ખીજા અમલદારો બન્યા. તેઓ સરકાર સાથે લગભગ એકરૂપ થઈ ગયા હતા અને તેમને પ્રજાનું બિલકુલ પીઠબળ નહતું. મહાસભાએ એ ધારાસભાના બહિષ્કાર કર્યાં હતા અને દેશમાં તેમના તરફ કાઈ એ લક્ષ આપ્યું નહિ. ધારાસભાની અહાર ગામડાં તથા શહેરામાં ચાલી રહેલી લડત તરફ સૌનું લક્ષ કેન્દ્રિત થયું હતું. મહાસભાના સંખ્યાબંધ કા કર્તાએ ગામડાંઓમાં પહોંચી ગયા હતા. ત્યાં તેમણે મહાસભા સમિતિ સ્થાપી હતી અને એ રીતે તેમણે ગામડાંઓને જાગ્રત કરવામાં કાળા આપ્યા હતા. મામલા કટોકટીએ પહોંચતા જતા હતા અને અનિવાય પણે ૧૯૨૧ના ડિસેમ્બરમાં અથડામણ થવા પામી. પ્રસંગ પ્રિન્સ આફ વેલ્સની હિંદની મુલાકાતના હતા. મહાસભાએ એ મુલાકાતના બહિષ્કાર કર્યાં હતા. દેશભરમાં સખ્યાબંધ લેાકાની ધરપકડ કરવામાં આવી અને તુરંગા ‘રાજારી’ કેદીઓથી ઊભરાવા લાગી. એ વખતે અમારામાંના ધણાઓને જેલની દીવાલા પાછળની દુનિયાને પહેલવહેલા અનુભવ થયા. મહાસભાના વરાયેલા પ્રમુખની સુધ્ધાં ધરપકડ કરવામાં આવી હતી અને તેમને બદલે અમદાવાદની બેઠકમાં ડંકીમ અજમલ ખાતે પ્રમુખસ્થાન લીધું. પરંતુ એ વખતે ગાંધીજીની ધરપકડ નહાતી કરવામાં આવી. ચળવળ વધુ ને વધુ બળવાન બનતી ગઈ અને ધરપકડ કરવામાં આવે
SR No.032709
Book TitleJagatna Itihasnu Rekha Darshan Part 02
Original Sutra AuthorN/A
AuthorJawaharlal Nehru, Manibhai B Desai
PublisherNavjivan Prakashan Mandir
Publication Year1945
Total Pages862
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size22 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy