SearchBrowseAboutContactDonate
Page Preview
Page 462
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૧૨૯ હિંદ ગાંધીજીને અનુસરે છે તેમની સજા હવે રદ કરવામાં આવી હતી. વળી ઘણું વરસેની અટકાયતમાંથી છૂટીને મશહૂર અલીભાઈઓ પણ ત્યાં આવ્યા હતા. બીજે વરસે મહાસભાએ ઝંપલાવ્યું અને ગાંધીજીના અસહકારના કાર્યક્રમને તેણે સ્વીકાર કર્યો. મહાસભાની કલકત્તાની ખાસ બેઠકે એ કાર્યક્રમને અપનાવ્યું અને એ પછીથી નાગપુરની તેની વાર્ષિક બેઠકે તેને બહાલી આપી. લડતની પદ્ધતિ બિલકુલ શાંતિમય હતી અને તેને અહિંસક પદ્ધતિ તરીકે ઓળખવામાં આવતી હતી. એના પાયામાં સરકારને તેના રાજવહીવટ ચલાવવાના કાર્યમાં તથા હિંદના શેષણમાં મદદ કરવાનો ઇન્કાર રહેલે હતે. કેટલીક વસ્તુઓના બહિષ્કારથી એ લડતને આરંભ કરવાનો હતે. દાખલા તરીકે પરદેશી સરકારે આપેલા ઈલકાબેને, સરકારી મેળાવડાઓ તથા એવા બીજા પ્રસંગોને, વકીલ તથા કેસ લડનારા પક્ષો એ બંનેએ સરકારી અદાલતેને, સરકારી શાળા તથા કોલેજોને તેમ જ મેન્ટ-ફર્ડ સુધારા નીચેની નવી ધારાસભાઓને બહિષ્કાર કરવાનો હતો. પાછળથી મુલકી તેમ જ લશ્કરી નેકરીઓ તથા કર ભરવાની બાબતમાં પણ એ બહિષ્કાર લાગુ પાડવાને હતે. એની રચનાત્મક બાજુમાં હાથકાંતણું તથા ખાદી તેમ જ સરકારી અદાલતેને બદલે લવાદપંચ ઉપર ભાર મૂકવામાં આવ્યું. હિંદુ-મુસ્લિમ ઐકય તથા અસ્પૃશ્યતાનિવારણ એ વસ્તુઓ એ કાર્યક્રમનાં બે મહત્ત્વનાં અંગે હતાં. મહાસભાનું બંધારણ પણ બદલવામાં આવ્યું અને તે કાર્ય કરનારી સંસ્થા બની અને જનતાને માટે તેણે પિતાનાં દ્વાર ખુલ્લા કર્યા. મહાસભા આજ સુધી જે કરતી આવી હતી તેનાથી આ કાર્યક્રમ સાવ નિરાળ હતે. ખરેખર, દુનિયાને માટે એ એક અવનવી વસ્તુ હતી કેમ કે દક્ષિણ આફ્રિકાના સત્યાગ્રહનું ક્ષેત્ર તે બહુ જ મર્યાદિત હતું. એમાં કેટલાક લેકેને તે તરત જ ભારે ભોગ આપવાને હતે. દાખલા તરીકે, એમાં વકીલને વકીલાત છોડવાની તથા વિદ્યાર્થીઓને સરકારી કૉલેજોને બહિષ્કાર કરવાની હાકલ કરવામાં આવી હતી. એના ગુણદોષ આંકવાનું મુશ્કેલ હતું કેમ કે એ આંકવા માટેનું કશું ધોરણ મેજૂદ નહોતું. મહાસભાના જૂના અને અનુભવી આગેવાનો એને સ્વીકાર કરતાં અચકાયા તથા એની બાબતમાં સાશંક બન્યા એમાં કશું આશ્ચર્ય નથી. એમાંના સૌથી મોટા નેતા લેકમાન્ય ટિળક એ પહેલાં જ વિદેહ થયા હતા. મહાસભાના બીજા આગળ પડતા નેતાઓમાં માત્ર પંડિત મોતીલાલ નેહરુએ જ આરંભથી ગાંધીજીને કે આ હતું. પરંતુ સામાન્ય મહાસભાવાદીઓ તથા સાધારણ માણસે અથવા આમજનતાના ઉત્સાહની બાબતમાં કશે સંદેહ નહતું. ગાંધીજીએ તેમને જમીનથી અધ્ધર કરી દીધા, પિતાની જાદુઈ અસરથી તેમણે તેમનાં દિલ જીતી લીધાં અને “મહાત્મા ગાંધી કી જય'ના પિકારથી તેમણે અહિંસક
SR No.032709
Book TitleJagatna Itihasnu Rekha Darshan Part 02
Original Sutra AuthorN/A
AuthorJawaharlal Nehru, Manibhai B Desai
PublisherNavjivan Prakashan Mandir
Publication Year1945
Total Pages862
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size22 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy