SearchBrowseAboutContactDonate
Page Preview
Page 460
Loading...
Download File
Download File
Page Text
________________ 'હિંદ ગાંધીજીને અનુસરે છે ૧૧૨૭ અને મહિનાઓની વેદનાભરી વિમાસણ પછી ધીમે ધીમે પડદો ઊંચકાયે અને ભયંકર સત્ય બીનાઓ બહાર આવી. પંજાબમાં લશ્કરી કાયદાના અમલના સમયની ભીષણતાઓની વાત હું તને અહીં નહિ કહું. ૧૩મી એપ્રિલે અમૃતસરમાં જલિયાવાલા બાગમાં થયેલી કતલની વાત આખી દુનિયા જાણે છે. જેમાંથી છટકવાને આરે ન હતો એવા એ મોતના પાંજરામાં એ દિવસે હજારે લેકે મરાયા અથવા તે ઘાયલ થઈને પડ્યા. ખુદ “અમૃતસર” શબ્દ કતલને પર્યાય બની ગયો છે. આ હત્યાકાંડ તે બૂરે હતે જ પણ એ સિવાય બીજા અને વધારે નિર્લજજ બનાવો પણ પંજાબમાં ઠેરઠેર બનવા પામ્યા. આ હેવાનિયત તથા કારમી ભીષણતાઓ દરગુજર કરવી એ આટલાં બધાં વરસે વીત્યા પછી પણ મુશ્કેલ છે. અને છતાંયે એ સમજવી મુશ્કેલ નથી. ખુદ તેમનું આધિપત્ય જ એવા પ્રકારનું છે કે તેને લીધે હિંદમાંના અંગ્રેજોને જાણે તેઓ જવાળામુખીની કડણ ઉપર બેઠા હોય એમ લાગે છે. હિંદનું માનસ યા તેનું હૃદય તેઓ ભાગ્યે જ સમજ્યા છે - તે સમજવાનો તેમણે ભાગ્યે જ પ્રયત્ન પણ કર્યો છે. પોતાના વિશાળ અને આંટીઘૂંટીવાળા સંગઠન તથા તેની પાછળ રહેલા બળ ઉપર મુસ્તાક બનીને તેઓ હિંદીઓથી હમેશાં અળગા જ રહેતા આવ્યા છે. પિતાના સામર્થ ઉપર તેમને ભારે વિશ્વાસ છે પરંતુ એ વિશ્વાસની પાછળ હમેશાં અજ્ઞાતને ડર રહેલું હોય છે અને દોઢ સદીની તેમની હકૂમત પછી પણ હિંદ તેમને માટે એક અજ્ઞાત મુલક જ રહ્યો છે. ૧૮૫૭ના બળવાની યાદ હજી તેમના મનમાં તાજી જ છે અને તેઓ જાણે અપરિચિત અને દુશ્મનના દેશમાં વસતા હોય એવું તેમને લાગ્યા કરે છે તથા કઈ દિવસ એ તેમની સામે વિફરે અને તેમના ટુકડેટુકડા કરી નાખે એવી ધાસ્તી તેમને હમેશાં રહે છે. તેમની મનોદશાની આ સામાન્ય ભૂમિકા છે. દેશમાં તેમની સામે વિરોધી હિલચાલ પ્રસરતી જોઈને તેમને ભય વધી ગયે. ૧૦મી એપ્રિલે અમૃતસરમાં બનેલા ખૂનખાર બનાવોની વાત જાણુને લાહેરમાંના પંજાબના ઉપલા દરજ્જાના અમલદારે પિતાનું માનસિક સમતોલપણું સંપૂર્ણપણે ગુમાવી બેઠા – તેઓ ભડકી ઊઠ્યા. તેમને લાગ્યું કે ૧૮૫૭ના બળવા જેવો આ મોટા પાયા ઉપર બીજે ખૂનખાર બળ છે અને અંગ્રેજોની જિંદગી જોખમમાં આવી પડી છે. તેમને ખુનામરકીની ભ્રાંતિ પડી અને તેમણે ત્રાસ વર્તાવવાનો નિશ્ચય કર્યો. જલિયાવાલા બાગ, લશ્કરી કાયદે તથા એ પછી જે જે બનાવ બન્યા તે આવી મનોદશાનાં પરિણામે હતાં. ભયને માટે કશુંયે કારણ ન હોવા છતાં કઈ માણસ બેબાકળો બનીને • ગેરવર્તન ચલાવે એ સમજી શકાય એવું છે, પરંતુ એથી કંઈ તે દરગુજર
SR No.032709
Book TitleJagatna Itihasnu Rekha Darshan Part 02
Original Sutra AuthorN/A
AuthorJawaharlal Nehru, Manibhai B Desai
PublisherNavjivan Prakashan Mandir
Publication Year1945
Total Pages862
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size22 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy