SearchBrowseAboutContactDonate
Page Preview
Page 453
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૧૨૦ 'જગતના ઇતિહાસનું રેખાદર્શન લૅટિન અથવા રોમન લિપિના અક્ષરોમાં લખવાનું નક્કી કરવામાં આવ્યું. એ ભાષાના વિશિષ્ટ પ્રકારના ધ્વનિ વ્યક્ત કરવા માટે ખાસ ધ્વનિસ જ્ઞા અથવા સ્વરસંજ્ઞા નક્કી કરવામાં આવી. એ પદ્ધતિ તરફ કમાલ પાશાનું ધ્યાન ખેંચાયું અને તેણે એ શીખી લીધી. તેણે એ તુ` ભાષાને લાગુ પાડી અને એની તરફેણમાં તેણે પોતે એક ભારે ચળવળ ચલાવી. એક એ વરસના પ્રચાર અને શિક્ષણ પછી કાયદાથી એક દિવસ નક્કી કરવામાં આવ્યા અને તે દિવસથી અરખી લિપિ વાપરવાની મનાઈ કરવામાં આવી અને લૅટિન લિપિને ક્રજિયાત કરવામાં આવી. છાપાંઓ તથા પુસ્તકા વગેરે લૅટિન લિપિમાં પ્રસિદ્ધ કરવાનું તેમ જ ખીજું બધું લખાણ પણ એ જ લિપિમાં કરવાનું ફરમાવવામાં આવ્યું. ૧૬થી ૪૦ વરસ વચ્ચેના દરેક જણને લૅટિન મૂળાક્ષરો શીખવા માટે શાળાઓમાં હાજરી આપવાની ફરજ પાડવામાં આવી. એ લિપિ ન જાણનાર અમલદારો બરતરફ કરવાને પાત્ર ગણવામાં આવ્યા. તેમની સજાની મુદત પૂરી થઈ હોય તો પણ એ નવી લિપિ તે વાંચી લખી ન જાણે ત્યાં સુધી કેદીઓને જેલમાંથી છેડવામાં ન આવ્યા ! સરમુખત્યાર, તે ખાસ કરીને જો લોકપ્રિય હાય તે, દરેક વસ્તુને પૂરેપૂરો અમલ કરી શકે છે. ભાગ્યે જ બીજી કાઈ સરકાર પ્રજાના જીવનવ્યવહારમાં આટલી હદ સુધી માથુ મારી શકે. આ રીતે તુર્કીમાં લૅટિન લિપિ કાયમ થઈ ગઈ પરંતુ ચેડા જ વખતમાં એક ખીજો ફેરફાર શરૂ થયા. અરખી અને ફારસી શબ્દ એ લિપિમાં સહેલાઈથી લખી શકાતા નથી એવું માલૂમ પડયું. એ શબ્દોના વિશિષ્ટ પ્રકારના ધ્વનિઓ અને ભાવા એ લિપિમાં વ્યક્ત કરી શકાતા નહાતા. શુદ્ધ તુ શબ્દો એટલા નાજુક નહાતા; તે વધારે ખરબચડા, સરળ અને જુસ્સાદાર હતા. આથી અરખી તથા ફારસી શબ્દો છેાડી દઈ ને તેમને ઠેકાણે શુદ્ધ તુર્ક શબ્દો દાખલ કરવાના નિર્ણય કરવામાં આવ્યો. આ નિણૅયની પાછળ, બેશક રાષ્ટ્રીય કારણ પણ હતું. હું તને આગળ કહી ગયા હું તેમ કમાલ પાશા તુર્કીને અરખી તથા પૂની અસરમાંથી જેમ બને તેમ દૂર રાખવા માગતા હતા. અરખી તથા ફારસી શબ્દો તેમ જ શબ્દપ્રયોગાવાળી જૂની તુર્ક ભાષા ઉસ્માની સામ્રાજ્યના ભપકાદાર દબદબાભર્યાં દરબારને માટે ભલે યાગ્ય ગણાય પરંતુ જોમદાર નવા પ્રજાસત્તાક તુને માટે તેને અયોગ્ય લેખવામાં આવી. આથી એવા ભપકાદાર શબ્દોને રુખસદ આપવામાં આવી અને તુર્ક શાખાના જૂના શબ્દોની ખેાળ કરવા તથા ખેડૂતાની ભાષા શીખવાને વિદ્વાન અધ્યાપક ગામડાંઓમાં પહેાંચી ગયા. આ ફેરફાર હજી ચાલુ જ છે. ઉત્તર હિંદુસ્તાનમાં આપણે એવા ફેરફાર કરવા હાય તો જૂના દરબારી જીવનના અવશેષરૂપ લખનૌ તથા દિલ્હીની હિંદુસ્તાની ભાષાના આલંકારિક પણ કૃત્રિમ શબ્દો છેાડીને તેની જગ્યાએ ગામઠી શબ્દો દાખલ કરવા જોઈ એ.
SR No.032709
Book TitleJagatna Itihasnu Rekha Darshan Part 02
Original Sutra AuthorN/A
AuthorJawaharlal Nehru, Manibhai B Desai
PublisherNavjivan Prakashan Mandir
Publication Year1945
Total Pages862
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size22 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy