SearchBrowseAboutContactDonate
Page Preview
Page 448
Loading...
Download File
Download File
Page Text
________________ કમાલ પાશા ભૂતકાળનાં અધને ફગાવી દે છે ૧૧૧૫ * દેશદ્રોહીઓ તથા - ઈંગ્લેંડના : એજન્ટો તરીકે ઓળખાવવામાં આવ્યા તથા તેમને સખત શિક્ષા કરવામાં આવી. આવી રીતે તીવ્ર લાગણી પેદા કર્યાં પછી ખિલાક્રુત રદ કરવા માટેનું બિલ ૧૯૨૪ના માર્ચ માસમાં રાષ્ટ્રીય ધારાસભામાં રજૂ કરવામાં આવ્યું અને તેને તે જ દિવસે પસાર કરવામાં આવ્યું. આ રીતે, ઇતિહાસમાં મહાન ભાગ ભજવનાર એક પ્રાચીન સંસ્થા આધુનિક રંગમંચ ઉપરથી લુપ્ત થઈ ગઈ. કંઈ નહિ તો તુકી ને લાગેવળગે છે ત્યાં સુધી હવે પછી ત્યાં ‘ અમીરૂલ મેામનીન ’તું અથવા ઇમાનદારોના સરદારનું સ્થાન રહ્યું નહિ, કેમ કે તુર્કી હવે ઐહિક અથવા દુન્યવી રાજ્ય ખની ગયું એટલે કે હવે એ રાજ્યને ધમ સાથે સીધા સબંધ નહિ રહ્યો. મહાયુદ્ધ પછી તરત જ બ્રિટિશાએ જ્યારે ખિલાફતને જોખમમાં મૂકી ત્યારે તેની બાબતમાં હિંદમાં ભારે ખળભળાટ મચ્યા હતા. દેશભરમાં ઠેકઠેકાણે ખિલાફત સમિતિ સ્થાપવામાં આવી અને બ્રિટિશ સરકાર ઇસ્લામને હાનિ પહેાંચાડી રહી છે એવી લાગણીથી સંખ્યાબંધ હિંદુ એ ચળવળમાં જોડાયા. પણ હવે તે તુર્કીએ પોતે જ ખિલાફતના જાણીબૂજીને અંત આણ્યો અને ઇસ્લામ ખલીફ્ વિનાને રહ્યો. કમાલ પાશાના એવા દૃઢ અભિપ્રાય હતા કે તુર્કી એ આરબ દેશો કે હિંદુસ્તાન સાથે ધાર્મિક જંજાળમાં ગૂંચવાનું ન જોઈ એ. પેાતાના દેશ માટે કે પોતાને માટે તેને ઇસ્લામની નેતાગીરી જોઈતી નહોતી. હિંદ તથા મિસરના લેાકેાએ તેને ખલીફ્ થવા કહ્યું ત્યારે તેણે પોતે ખલીફ્ બનવાની સાક્ ના પાડી. તેની નજર યુરોપ તરફ હતી અને તે તુને જેમ બને તેમ જલદી પશ્ચિમના દેશાના રૂપમાં ફેરવી નાખવા માગતા હતા. ઇસ્લામનું એકીકરણ કરવાના વિચારની તે વિરુદ્ધ હતા. તુરાનિયનોનું એટલે કે સમગ્ર તુ જાતિનું એકીકરણ કરવાના તેને નવા આદર્શો હતા. ઇસ્લામના એકીકરણુના વધારે વ્યાપક અને શિથિલ આંતરરાષ્ટ્રીય આશ કરતાં એણે શુદ્ઘ રાષ્ટ્રવાદના મર્યાદિત, ચોક્કસ અને વધારે દૃઢ આદર્શ પસંદ કર્યાં. હું તને કહી ગયો છું કે તું હવે એક સમાન પ્રજાવાળા દેશ હતો અને તેમાં વિદેશી તત્ત્વ બહુ એઠું રહ્યું હતું. પરંતુ તુર્કીના પૂર્વ ભાગમાં ઇરાક અને ઈરાનની સરહદ નજીક હજી એક અ-તુર્ક જાતિના લેાકેા બાકી રહ્યા હતા. એ પ્રાચીન ખુર્દ જાતિના લેાકેા હતા અને તે ફારસી ભાષા માલતા હતા. એ લકા જે પ્રદેશમાં વસતા હતા તે ખુસ્તાનને નામે ઓળખાત હતા. ખુદી સ્તાનને તુર્કી, ઈરાન, ઇરાક તથા મેાસલ પ્રદેશમાં વહેંચી નાખવામાં આવ્યું હતું. કુલ ૩,૦૦૦,૦૦૦ ખુર્દામાંથી લગભગ અર્ધા જેટલા ખુĚ હજી તુર્કીમાં વસતા હતા. ૧૯૦૮ની તરુણ તુર્કીની ચળવળ પછી તરત જ ત્યાં આગળ આધુનિક ઢબની રાષ્ટ્રીય ચળવળ શરૂ થઈ હતી. વર્સાઈની સુલેહ પરિષદમાં પણ ખુ પ્રતિનિધિઓએ રાષ્ટ્રીય સ્વત ંત્રતા માટે માગણી કરી હતી.
SR No.032709
Book TitleJagatna Itihasnu Rekha Darshan Part 02
Original Sutra AuthorN/A
AuthorJawaharlal Nehru, Manibhai B Desai
PublisherNavjivan Prakashan Mandir
Publication Year1945
Total Pages862
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size22 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy