SearchBrowseAboutContactDonate
Page Preview
Page 438
Loading...
Download File
Download File
Page Text
________________ ભસ્મમાંથી નવા મુકીને ઉદય ૧૧૦૫ સંમતિ મેળવી લીધી. ઝેરોકે એ કાર્ય માટે નાણાં પૂરાં પાડવાનું માથે લીધું. એનું એ રોકાણું ફાયદાકારક ન નીવડયું, કેમ કે તુર્કો સાથેના તેમના યુદ્ધમાં ગ્રીકને ધીરેલા દશ કરોડ ડૉલર તેણે ગુમાવ્યા હતા એમ કહેવાય છે. ૧૯૧૯ની સાલના મે માસમાં ગ્રીક સ બ્રિટિશ વહાણોમાં બેસીને બ્રિટિશ, ફ્રેંચ અને અમેરિકન યુદ્ધજહાજોના રક્ષણ નીચે એશિયામાઇનરને કિનારે ઊતર્યા. તરત જ એ સૈન્યએ – મિત્રરાએ તુકને આપેલી એ ભેટે – જબરદસ્ત પાયા ઉપર કતલ અને અત્યાચાર કરવા માંડ્યા. ત્યાં આગળ ત્રાસનું એવું કારમું સામ્રાજ્ય વર્તી રહ્યું કે યુદ્ધથી થાકેલી દુનિયાનું જડ થઈ ગયેલું અંતઃકરણ પણ તેથી કમકમી ઊઠયું. ખુદ તુ ઉપર એની ભારે અસર થવા પામી અને મિત્રરાની ધૂંસરી નીચે તેમના ઉપર શું શું વિતવાનું હતું એ બધું તુર્ક લેકે પામી ગયા. અને પોતાના જૂના દુશ્મન અને તાબેદાર ગ્રીક લોકોને હાથે કતલ થઈ જવું તથા તેમના તરફને આ ગેરવર્તાવ સહન કરે ! તુર્કોના અંતરમાં ક્રોધની જવાળા ભભૂકી ઊઠી અને રાષ્ટ્રીય ચળવળને વેગ મળે. એમ કહેવાય છે કે, કમાલ પાશા આ ચળવળને નેતા હતો એ ખરું પણ વાસ્તવમાં ગ્રીકેએ લીધેલા સ્મર્નના કબજાને પરિણામે એ લડત પેદા થઈ હતી. ત્યાં સુધી ઢચુપચુ સ્થિતિમાં રહેલા ઘણુ તુર્ક અમલદારે હવે એ ચળવળમાં જોડાયા. એમ કરવામાં સુલતાનની સત્તાને પડકાર કરવાપણું હતું પરંતુ તેની તેમણે પરવા ન કરી. કેમ કે સુલતાને હવે કમાલ પાશાની ધરપકડ કરવાનો હુકમ કર્યો હતે. ૧૯૧૯ના સપ્ટેમ્બર માસમાં ચૂંટાયેલા પ્રતિનિધિઓની એક પરિષદ એનેટેલિયામાં આવેલા સિવાસ આગળ મળી. તેણે આ નવી લડત ઉપર મહેર મારી અને કમાલ પાશાને પ્રમુખપદે એક કાર્યવાહક સમિતિ નીમવામાં આવી. એ પરિષદે એક “રાષ્ટ્રીય કરાર” પણ પસાર કર્યો. તેમાં મિત્રરા સાથે કરવાની સુલેહ માટેની ઓછામાં ઓછી શરતે રજૂ કરવામાં આવી હતી. એ શરત મુજબની સુલેહ એટલે કે પૂર્ણ સ્વતંત્રતાના ધોરણે સુલેહ એવો અર્થ થતો હતો. કૉસ્માન્ટિનોપલમાંના સુલતાન ઉપર એની અસર થવા પામી અને તે કંઈક ભડક્યો. તેણે પાર્લમેન્ટની નવી બેઠક બોલાવવાનું વચન આપ્યું અને ચૂંટણી માટેના હુકમ કાઢ્યા. એ ચૂંટણીમાં સિવાસ પરિષદના લેકેને ભારે બહુમતી મળી. કમાલ પાશાને કૉસ્માન્ટિનોપલના લોકો ઉપર વિશ્વાસ ન હતું એટલે નવા ચૂંટાયેલા ધારાસભ્યોને તેણે ત્યાં ન જવાની સલાહ આપી. પરંતુ તેમણે એ સલાહ ન માની અને રઉફ બેગના નેતૃત્વ નીચે તેઓ ઇસ્તંબૂલ (હવે પછી હું કોન્ટ્રાન્ટિનોપલને ઇસ્તંબૂલ જ કહીશ.) ગયા. તેમને ત્યાં જવાનું એક કારણ એ હતું કે, જે નવી પાર્લમેન્ટની બેઠક સુલતાનને પ્રમુખપદે
SR No.032709
Book TitleJagatna Itihasnu Rekha Darshan Part 02
Original Sutra AuthorN/A
AuthorJawaharlal Nehru, Manibhai B Desai
PublisherNavjivan Prakashan Mandir
Publication Year1945
Total Pages862
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size22 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy