SearchBrowseAboutContactDonate
Page Preview
Page 429
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૦૯૩ જગતના ઇતિહાસનું. રેખાદર્શન ચાલુ રાખવાને માટે આયર્લૅન્ડમાં નાણાંને ધોધ વહેવા લાગ્યા. વળી સીનફીનવાદી પણ હવે થાક્યા હતા; તેમના ઉપરના મેજો બહુ ભારે હતો. બ્રિટિશ અને આયરિશ પ્રતિનિધિએ લંડનમાં મળ્યા. અને એ મહિનાના વાદવિવાદ અને ચર્ચા પછી સમાધાનીના કામચલાઉ ખરડા ઉપર ૧૯૨૧ના ડિસેમ્બર માસમાં સહીઓ થઈ. એણે આયરિશ પ્રજાસત્તાકને તેા માન્ય ન રાખ્યું પરંતુ એક યા એ ખાખતા સિવાય બ્રિટનનાં ખીજા સંસ્થાનાને તે વખતે હતી તેના કરતાં આયર્લૅન્ડને વધારે સ્વતંત્રતા આપી. આમ છતાં પણ, આયરિશ પ્રતિનિધિ એ સમાધાન સ્વીકારવા રાજી નહાતા. ઇંગ્લંડે તેમને તાત્કાલિક અને ભીષણ યુદ્ધની ધમકી આપી ત્યારે જ તેમણે એ સમાધાન માન્ય રાખ્યું. આ સંધિના પ્રશ્ન ઉપર આયર્લૅન્ડમાં ભારે ગજગ્રાહ પેદા થયા. કેટલાક સધિની તરફેણમાં હતા અને બીજા કેટલાક તેના કટ્ટર વિરેધી હતા. આ પ્રશ્ન ઉપર સીન-ફીન પક્ષમાં બે ભાગલા પડયા. ડેઇલ આરિતે આખરે એ સંધિના સ્વીકાર કર્યાં અને આયરિશ *ી સ્ટેટ (આયર્લૅ ન્ડના સ્વત ંત્ર રાજ્ય)ની સ્થાપના કરવામાં આવી. આયર્લેન્ડમાં એનું સત્તાવાર નામ સારસ્ટેટ આયરન ’ એટલે કે ‘ આયર્લૅન્ડનું રાજ્ય ’ છે, પરંતુ એને પરિણામે સીન-પ્રીન પક્ષના જૂના સાથી વચ્ચે આપસમાં આંતરવિગ્રહ ફાટી નીકળ્યો. ડેઈલ આયરિનના પ્રમુખ ડી . વેલેરા તથા ખીજા કેટલાક ઇંગ્લેંડ સાથેની સંધિની વિરુદ્ધ હતા; ગ્રિથિ અને માઇકલ કાલીન્સ તેમ જ બીજા કેટલાક તેની તરફેણમાં હતા. મહિના સુધી દેશમાં આંતરયુદ્ધ ચાલ્યું અને જે સંધિ તેમ જ ક્રી સ્ટેટની તરફેણમાં હતા તેમને બ્રિટિશ લશ્કરે બીજાઓને દબાવી દેવાના કાર્યમાં મદદ કરી. પ્રજાસત્તાકવાદીઓએ માઇકલ કાલીન્સને ગાળીથી હાર કર્યાં. એ જ રીતે ફ્રી સ્ટેટના પક્ષકારોએ ણાયે પ્રજાસત્તાકવાદી આગેવાનેાને દ્વાર કર્યાં. જેલા પ્રજાસત્તાકવાદીઓથી ઊભરાઈ ગઈ. આ આંતરયુદ્ધ તથા આપસમાં એકખીજા પ્રત્યે સામસામેા દ્વેષ એ સ્વતંત્રતા માટેની આયર્લૅન્ડની લડતને એક કરુણુ ગા હતા. જ્યાં તેમનાં શસ્ત્ર વિકળ નીવડયાં હતાં ત્યાં અંગ્રેજોની કુટિલ નીતિ વિજયી નીવડી અને આયર્લૅન્ડવાસી ખીજા આયર્લૅન્ડવાસીની સામે લડવા લાગ્યા. ઇંગ્લેંડ તો ચૂપચાપ એક પક્ષને અમુક અંશે મદદ કયે જતું હતું અને આ નવા ફૂટેલા ફણગાથી સંતુષ્ટ થઈને નિશ્ચિતપણે એ ખેલ દૂરથી જોયા કરતું હતું. ધીમે ધીમે આંતરયુદ્ધ તે મરી પરવાર્યું પરંતુ પ્રજાસત્તાકવાદી ફ્રી સ્ટેટના સ્વીકાર કરતા નહાતા. જે પ્રજાસત્તાકવાદીએ ડેલના ( આયર્લૅન્ડની ધારાસભા ) સભ્યો ચૂંટાયા હતા તેમણે તેની બેઠકમાં હાજરી આપવાનો ઇન્કાર કર્યાં કેમ કે જેમાં રાજાના નામના ઉલ્લેખ હોય એવા વફાદારીના સગદ લેવા સામે તેમણે વાંધો ઉઠાવ્યા. ડી વેલેરા તથા તેના પક્ષ ડેઇલથી અળગા રહ્યા .
SR No.032709
Book TitleJagatna Itihasnu Rekha Darshan Part 02
Original Sutra AuthorN/A
AuthorJawaharlal Nehru, Manibhai B Desai
PublisherNavjivan Prakashan Mandir
Publication Year1945
Total Pages862
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size22 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy