SearchBrowseAboutContactDonate
Page Preview
Page 424
Loading...
Download File
Download File
Page Text
________________ મહાયુદ્ધ પછીની દુનિયા ૧૦૧ તરત જ જ્યારે મહાન સુધારાઓને માટે ભારે આશાઓ સેવાઈ રહી હતી ત્યારે પંજાબમાં આપણું ઉપર લશ્કરી કાયદો જાહેર કરવામાં આવ્યો અને જલિયાંવાલા બાગમાં ભીષણ કતલ કરવામાં આવી. એનાથી કપાયમાન થઈને તથા તુક અને ખિલાફતની કરવામાં આવેલી અવદશા પ્રત્યેના મુસલમાનોના રોષને કારણે ગાંધીજીની આગેવાની નીચે ૧૯૨૦-૨૨માં અસહકારની લડત ઉપાડવામાં આવી. સાચે જ ૧૯૨૦ની સાલ પછી ગાંધીજી હિંદી રાષ્ટ્રવાદના સર્વમાન્ય નેતા રહ્યા છે. એ હિંદને ગાંધીયુગ બની ગયું છે અને ગાંધીજીની બળવા માટેની શાંતિમય રીતોએ, તેમની નવીનતા અને સચોટતાને કારણે આખી દુનિયાનું લક્ષ પિતાના તરફ ખેંચ્યું છે. વધારે શાંત પ્રવૃત્તિઓ અને તૈયારીના ટૂંકા ગાળા પછી ૧૯૩૦ની સાલમાં આઝાદી માટેની લડત ફરી પાછી ઉપાડવામાં આવી. એ વખતે મહાસભાએ ચક્કસપણે સ્વાતંત્ર્યના ધ્યેયને સ્વીકાર કર્યો. ત્યાર પછી આપણે અનેક વાર સવિનયભંગ કર્યો, અનેક વાર તુરંગ ભરી, અને બીજી અનેક વસ્તુઓ કરી. એ બધું તે તું જાણે જ છે. દરમ્યાન બ્રિટિશેની નીતિ, બની શકે તે નજીવા સુધાર આપીને કેટલાક લેકીને મનાવી લેવાની તથા રાષ્ટ્રીય ચળવળને કચરી નાખવાનો પ્રયાસ કરવાની રહી છે. બ્રહ્મદેશમાં ૧૯૩૧ની સાલમાં ભૂખે મરતા ખેડૂતોએ મેટો બળવો કર્યો. ભારે ક્રરતાથી એ બળ દાબી દેવામાં આવ્યું. જાવા તથા ડચ ઇન્ડીઝમાં પણ બળ થે. સિયામમાં પણ ભારે ખળભળાટ થવા પામ્યો હતો. એને પરિણામે રાજાની સત્તા મર્યાદિત કરનારા થોડા ફેરફારે ત્યાં થયા. ફ્રેંચ હિંદી ચીનમાં પણ રાષ્ટ્રવાદને ઉદય થયે છે. આમ પૂર્વના બધાયે દેશમાં રાષ્ટ્રવાદ પિતાનું સ્વરૂપ પ્રકટ કરવાને મથી રહ્યો છે અને કેટલીક જગ્યાએ તેમાં સામ્યવાદનું મિશ્રણ પણ થવા પામ્યું છે. બંને સામ્રાજ્યવાદને એક સરખે ધિક્કારે છે. એ સિવાય રાષ્ટ્રવાદ અને સામ્યવાદ વચ્ચે બીજું કોઈ પણ સામાન્ય તત્ત્વ નથી. પોતાના સંયુક્ત રાજ્યમાં દાખલ થયેલા તેમ જ તેની બહારના બધાયે પૂર્વના દેશો પ્રત્યેની તેની ડહાપણ અને ઉદારતાભરી નીતિને કારણે સામ્યવાદી નથી એવા ઘણું દેશે પણ સેવિયેટ રશિયા તરફ મૈત્રીની ભાવના રાખે છે. છેલ્લાં થોડાં વરસની બીજી એક પ્રધાન વસ્તુ તે સ્ત્રીઓને જકડી રાખનારાં સમાજનાં, કાયદાનાં તથા રૂઢિનાં અનેક બંધનોમાંથી થયેલી તેમની મુક્તિ - છે. મહાયુદ્ધે પશ્ચિમના દેશોમાં એ વસ્તુને ભારે વેગ આપે. તુકથી માંડીને હિંદુસ્તાન તથા ચીન સુધીના પૂર્વના દેશોમાં પણ સ્ત્રીઓ જાગ્રત થઈને કટિબદ્ધ બની છે અને રાષ્ટ્રીય તથા સામાજિક પ્રવૃત્તિઓમાં તેઓ વીરતાભર્યો ભાગ લઈ રહી છે.
SR No.032709
Book TitleJagatna Itihasnu Rekha Darshan Part 02
Original Sutra AuthorN/A
AuthorJawaharlal Nehru, Manibhai B Desai
PublisherNavjivan Prakashan Mandir
Publication Year1945
Total Pages862
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size22 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy