SearchBrowseAboutContactDonate
Page Preview
Page 396
Loading...
Download File
Download File
Page Text
________________ યુદ્ધકાળનું હિંદ ૧૦૩૩ આવી. ખાસ કરીને પંજાબમાં, સૈનિકા તથા મજૂરાની બળજબરીથી ભરતી કરવામાં આવી. લડાઈના જુદા જુદા માખરા ઉપર સનિકા અને મજૂરો તરીકે ગયેલા માણુસેની કુલ સંખ્યા દશ લાખ કરતાંયે વધારે હતી. લાગતાવળગતા લકામાં ભરતીની આ રીતને કારણે ભારે રોષની લાગણી ફેલાઈ અને મહાયુદ્ધ પછી પંજાબમાં જે મુશ્કેલીઓ ઊભી થવા પામી તેનું એ પણ એક કારણ મનાય છે. પંજાબ ઉપર ખીજી એક રીતે પણ અસર થવા પામી હતી. ઘણા પજાબી, ખાસ કરીને શીખા, યુનાઇટેડ સ્ટેટ્સમાં કૅલિફોર્નિયામાં તથા પશ્ચિમ કૅનેડામાં આવેલા બ્રિટિશ કાલબિયામાં જઈ ને વસ્યા હતા. ત્યાં જઈ વસનારા વસાહતીઓને પ્રવાહ ચાલુ જ રહ્યો. આખરે અમેરિકા તથા કૅનેડાના સત્તાવાળાઓએ તે અટકાવ્યે. આવા વસાહતીઓના માર્ગમાં વિઘ્ના ઊભાં કરવાને ખાતર કૅનેડાની સરકારે એવા નિયમ કર્યાં કે મામાં વહાણ બદલ્યા વિના અને હિંદુના બંદરેથી સીધા કૅનેડાના બંદરે આવનાર વસાહતીઓને જ ત્યાં દાખલ થવા દેવામાં આવશે. હિંદના વસાહતીઓને ત્યાં આવતા અટકાવવાને એ નિયમ કરવામાં આવ્યો હતો કેમકે તેમને ચીન કે જાપાનમાં વહાણબદલી કર્યા વિના ચાલે એમ નહોતું. આ ઉપરથી બાબા ગુરુદત્તસિંહ નામના એક શીખે ‘ કામાગાટા મારુ ' નામનું એક આખું વહાણ ભાડે લીધું અને કલકત્તાથી વસાહતીઓનું એક ટોળુ પોતાની સાથે તેમાં લઈ તે તે સીધા કૅનેડાના બંદર વાનકુઅર પહેાંચ્યા. આ રીતે ચતુરાઈથી તેણે કૅનેડાના કાયદાની નડતરમાંથી માર્ગ કાઢયો પરંતુ એથી કરીને કૅનેડા કંઈ તેને ત્યાં આવવા દે એમ નહેતું. એટલે એક પણ વસાહતીને ત્યાં ઊતરવા દેવામાં આવ્યા નહિ. તે જ વહાણમાં તે બધાને હિંદ પાછા કાઢવામાં આવ્યા અને તે ભિખારીની દશામાં તથા ભારે કાપાયમાન થઈ ને હિંદ આવી પહોંચ્યા. કલકત્તા નજીક અજાજ આગળ તેમની અને પેાલીસેાની વચ્ચે નાનું સરખું યુદ્ધ થયું તેમાં ઘણાયે શીખા મરાયા. પછીથી, એમાંના કેટલાક શીખાને છૂપી પોલીસે પીછે પકડ્યો અને આખા પંજાબમાં તે તેમને હેરાન કરવા લાગી. પંજાબમાં એ લેકાએ પણ ક્રોધ તથા અસ ંતોષની લાગણી પેદા કરી. અને હિંદભરમાં કામાગાટા મારુ ના બનાવ પ્રત્યે ભારે રોષ વ્યક્ત કરવામાં આવ્યું. 6 તે યુદ્ધના દિવસેામાં જે જે બનવા પામ્યું તે બધું જાણવું મુશ્કેલ છે કેમ કે ખારાના નિયમનને કારણે બધા પ્રકારની ખખરા પ્રકટ કરવા દેવામાં આવતી નહિ અને એને પરિણામે જાત જાતની ભડકાવનારી અફવા ફેલાવા પામતી. આમ છતાંયે સિંગાપોરની હિં'દી પલટણમાં માટે બળવા થયાની વાત જાણવામાં આવી હતી અને નાના પ્રમાણમાં ખીજી જગ્યાએ પણ કંઈ તે કંઈ મુશ્કેલી ઊભી થઈ હતી.
SR No.032709
Book TitleJagatna Itihasnu Rekha Darshan Part 02
Original Sutra AuthorN/A
AuthorJawaharlal Nehru, Manibhai B Desai
PublisherNavjivan Prakashan Mandir
Publication Year1945
Total Pages862
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size22 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy