SearchBrowseAboutContactDonate
Page Preview
Page 378
Loading...
Download File
Download File
Page Text
________________ સેવિયેટને વિજય : ૧૦પ અસમર્થ ગણતાં હતાં અને તેમની એ માન્યતા વાજબી પણ હતી. સ્વતંત્રતા એ એક ટેવ છે અને લાંબા વખત સુધી આપણને એનાથી વંચિત રાખવામાં આવે તે આપણે તે ભૂલી જઈએ છીએ. રશિયાના આ અજ્ઞાન ખેડૂતે તથા મજૂરને એ ટેવનો મહાવરે રાખવાના નહિ જેવા જ પ્રસંગે પ્રાપ્ત થયા હતા. પરંતુ એ કાળે રશિયાને એવા ગ્ય આગેવાનો સાંપડ્યા કે એ કંગાળ માનવી મસાલામાંથી તેમણે એક બળવાન, સંગઠિત તથા પિતાના મિશન માટેની શ્રદ્ધાથી ઊભરાતું અને આત્મવિશ્વાસથી ભરેલું રાષ્ટ્ર નિર્માણ કર્યું. કેલચાક તથા એના જેવા બીજાઓને કેવળ બે શેવિક આગેવાનોની દક્ષતા અને તેમના નિશ્ચયબળથી જ હરાવવામાં આવ્યા એમ નહોતું. રશિયન ખેડૂતેએ તેમને નભાવી લેવાની જ સાફ ના પાડી એ પણ એનું એક કારણ છે. તેમને મન તે એવા લેકે એ તેમણે નવી પ્રાપ્ત કરેલી જમીન તથા બીજા અધિકારે લઈ લેવાને આવેલા જૂની વ્યવસ્થાના પ્રતિનિધિઓ હતા, અને જિંદગીને ભોગે પણ તેમણે એ વસ્તુઓની રક્ષા કરવાનો સંકલ્પ કર્યો. લેનિન એ બધામાં સર્વોપરી હતું અને તેનો પ્રભાવ સર્વમાન્ય હતે. રશિયન પ્રજાને માટે તે તે એક દેવ જેવો બની ગયું હતું. તેમની આશા અને શ્રદ્ધાનું તે પ્રતીક હતું, હરેક મુશ્કેલીમાંથી માર્ગ કાઢનાર સુજ્ઞ પુરુષ હતું અને કઈ પણ વસ્તુ તેને અરવલ્થ કે સુભિત કરી શકતી નહોતી. તે દિવસમાં (હાલ તે રશિયામાં બદનામ થયું છે.) ટેસ્કી એના પછીના સ્થાને હતે. તે એક લેખક અને વક્તા હતો તથા કોઈ પણ પ્રકારના લશ્કરી પૂર્વ અનુભવ વિના, આંતરયુદ્ધ અને નાકાબંધી વચ્ચે તેણે મહાન સૈન્ય ઊભું કરવાનું કાર્ય ઉપાડ્યું હતું. કૅલ્કીની વીરતા અમર્યાદ હતી અને યુદ્ધમાં તેણે અનેક વાર પિતાની જિંદગી જોખમમાં મૂકી હતી. નાહિંમત અને શિસ્ત વિનાના માણસ માટે તેના હૃદયમાં લેશ પણ દયા નહોતી. આંતરયુદ્ધની એક કટોકટીની ઘડીએ તેણે આ હુકમ બહાર પાડ્યો હતોઃ “હું ચેતવણી આપું છું કે, હુકમ વિના કોઈ પણ ટુકડી પાછી હશે તો પહેલો તેના નાયકને વીંધી નાખવામાં આવશે અને પછીથી સેનાપતિને. બહાદુર અને હિંમતવાળા સૈનિકને તેમની જગ્યાએ નીમવામાં આવશે. બાયલા, હિચકારા તેમ જ દેશદ્રોહીઓ ગોળી ખાવામાંથી ઊગરી નહિ જાય. સમગ્ર લાલ સેનાની સમક્ષ ગંભીરતાપૂર્વક હું આ વચન આપું છું.” અને તેણે પિતાનું વચન પાળ્યું. ૧૯૧ના કટોબરમાં સ્કીએ લશ્કરને ઉદ્દેશીને બહાર પાડેલે સંદેશે બહુ રમૂજી છે. એ હુકમ દર્શાવે છે કે, બેલ્સેવિકે પ્રજા અને મૂડીવાદી સરકાર એ બેને નિરાળા પાડવાને હમેશાં પ્રયત્ન કરતા. તેઓ કદી પણ સંકુચિત રાષ્ટ્રીય દૃષ્ટિથી જોતા નહિ.
SR No.032709
Book TitleJagatna Itihasnu Rekha Darshan Part 02
Original Sutra AuthorN/A
AuthorJawaharlal Nehru, Manibhai B Desai
PublisherNavjivan Prakashan Mandir
Publication Year1945
Total Pages862
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size22 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy