SearchBrowseAboutContactDonate
Page Preview
Page 35
Loading...
Download File
Download File
Page Text
________________ જગતના ઇતિહાસનું રેખાદર્શન ચીનને આ ખંડણી ભરવાનું ચાલુ રાખવાનું કબૂલ કર્યું એ ખરેખર વિચિત્ર છે. આ હકીકત એ બતાવે છે કે, ૧૮૮૫ની સાલમાં પણ અંગ્રેજો ચીનના સામર્થથી અંજાતા હતા; જોકે એ સમયે ચીન પોતાની આંતરિક મુસીબતમાં એટલું બધું ગૂંચવાયેલું હતું કે બ્રહ્મદેશ ઉપર ચડાઈ થઈ ત્યારે તે પોતાના ખંડિયા રાજ્યને સહાય ન કરી શક્યું. ૧૮૮૫ની સાલ પછી અંગ્રેજોએ ચીનને એક વખત ખંડણું આપી પણ પછીથી તેમણે તેમ કરવાનું બંધ કર્યું. બ્રહ્મદેશના વિગ્રહએ આપણને ૧૮૮૫ની સાલ સુધી લાવી મૂક્યાં. હું એમને એક સાથે પતાવવા માગતું હતું. પરંતુ હવે આપણે ઉત્તર હિંદમાં જઈશું અને એ સદીના એથી આગળના સમયના તેના ઈતિહાસનું અવલોકન કરીશું. પંજાબમાં રણજિતસિંહની આગેવાની નીચે એક બળવાન શીખ રાજ્ય ઊભું થયું હતું. ૧૯મી સદીના છેક આરંભમાં રણજિતસિંહ અમૃતસરનો સ્વામી બને. ૧૮૨૦ની સાલ સુધીમાં તે તે લગભગ આખા પંજાબ અને કાશ્મીરને માલિક બની ગયે. ૧૮૩૯ની સાલમાં તે મરણ પામ્યો. તેના મમ્સ બાદ થોડા જ વખતમાં એ શીખ રાજય નબળું પડયું અને છિન્નભિન્ન થવા લાગ્યું. આપત્તિના કાળમાં માણસની ઉન્નતિ થાય છે અને ફતેહ મળ્યા પછી તેની અવનતિ થાય છે, એ જૂની લેકવાયકાનું આ શીખ રાજ્ય ઉદાહરણ પૂરું પાડે છે. જ્યારે શીખોની સંખ્યા જજ હતી અને તેમને પીછો પકડવામાં આવ્યો હતો ત્યારે પાછળના મોગલ બાદશાહે પણ તેમને દબાવી શક્યા નહોતા. પરંતુ રાજકીય સફળતા પ્રાપ્ત થયા પછી જેને લીધે તેમને સફળતા મળી તે પાયાની વસ્તુ જ નબળી પડી. શીખ અને અંગ્રેજો વચ્ચે બે વિગ્રહ થયા. પહેલે ૧૮૪૫-૪૬ની સાલમાં અને બીજે ૧૮૪૮-૪૯ની સાલમાં. બીજા વિગ્રહમાં ચીલિયાનવાળા આગળ અંગ્રેજોને ભારે પરાજય થયો. પરંતુ આખરે અંગ્રેજોને સંપૂર્ણ વિજય થયો અને પંજાબને ખાલસા કરવામાં આવ્યું. રાજા ગુલાબસિંહ નામના એક માણસને આશરે ૭૫ લાખ રૂપિયાની કિંમતે કાશ્મીરને પ્રદેશ વેચી દેવામાં આવ્યું એ હકીકત જાણવામાં તું કાશ્મીરી હેવાને કારણે તેને રસ પડશે. ગુલાબસિંહને ખાતર એ સેદ કરવામાં આવ્યું હતું ! એમાં બીચારા કાશ્મીરના લેકોને તે કશે હિસાબ જ નહે. કાશ્મીર આજે અંગ્રેજોના તાબાનું એક રાજ્ય છે અને તેને આજને મહારાજા ગુલાબસિંહને વંશજ છે. આગળ ઉત્તરે અથવા ખરું કહેતાં પંજાબની વાયવ્યમાં અફઘાનિસ્તાન આવેલું છે અને અફઘાનિસ્તાનની નજીક તેની બીજી બાજુએ રશિયનના તાબાને પ્રદેશ છે. મધ્ય એશિયામાં રશિયન સામ્રાજ્યના ફેલાવાને કારણે અંગ્રેજો ગભરાઈ ગયા. રશિયા કદાચ હિંદ ઉપર ચઢાઈ કરે એવો અંગ્રેજોને ધાક લાગ્યો. લગભગ આખી ૧૯મી સદી દરમ્યાન “રશિયન હાઉ” વિષે વાતે
SR No.032709
Book TitleJagatna Itihasnu Rekha Darshan Part 02
Original Sutra AuthorN/A
AuthorJawaharlal Nehru, Manibhai B Desai
PublisherNavjivan Prakashan Mandir
Publication Year1945
Total Pages862
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size22 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy