SearchBrowseAboutContactDonate
Page Preview
Page 341
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૦૦૮ જગતના ઈતિહાસનું રેખાદર્શન મુત્સદ્દીગીરીમાં તથા પ્રચારની રીતમાં સાવ અણઘડ હતું. જૂઠાણાં તેમ જ વિક્ત હકીકતના પ્રચારની આવડત તથા કુનેહની બાબતમાં ઇંગ્લંડ યુદ્ધ દરમ્યાન બધા દેશમાં અગ્રસ્થાને હતું એમાં લેશ પણ શંકા નથી. ઈટાલી તથા બીજા મિત્રદેશોએ લડવામાં આગળ પડતો નહિ પણ ગણ ભાગ ભજવ્યું. અને આમ છતાંયે બધા દેશમાં રશિયાની ખુવારી કદાચ સૌથી વધારે હશે. યુદ્ધના છેવટના ભાગમાં આવીને યુનાઈટેડ સ્ટેટ્સે જર્મનીને કચરી નાખવામાં છેવટને નિર્ણયાત્મક ભાગ ભજવ્યો. યુદ્ધના આરંભના મહિનાઓમાં ઈંગ્લેંડ તથા અમેરિકા વચ્ચેના સંબંધ અતિશય તંગ બન્યા હતા અને તેમની વચ્ચે યુદ્ધ ફાટી નીકળશે એવું પણ સંભળાતું હતું. સમુદ્ર ઉપર અમેરિકાના વહાણવટાના માર્ગમાં ઇંગ્લંડ તરફથી દખલ કરવામાં આવતી હતી તેને લીધે આ ઘર્ષણ પેદા થવા પામ્યું હતું. ઈગ્લેંડને એવી શંકા હતી કે અમેરિકન વહાણે જર્મની માલ લઈ જતાં હતાં. પરંતુ પછીથી ઈંગ્લેંડનું પ્રચારયંત્ર કામે વળગ્યું અને અમેરિકાને મનાવી લેવાને તેણે ખાસ પ્રયાસ કર્યો. અત્યાચારના પ્રચારનું કાર્ય તેણે પ્રથમ હાથ ધર્યું અને જર્મન લશ્કરની બેરિયમમાંની કરણીની ભયંકર વાત ફેલાવવામાં આવી. જર્મન દૂણાને “કાળો કેર” એને કહેવામાં આવ્યો. લેનની વિદ્યાપીઠ તથા પુસ્તકાલયને નાશ ઇત્યાદિ ગણીગાંઠી વાત કંઈક અંશે પાયાદાર હતી એ ખરું પરંતુ અત્યાચારની ઘણીખરી વાત તે કેવળ કપાળકલ્પિત હતી. એક તે એવી ગજબ વાત ફેલાવવામાં આવી કે જર્મને મુડદાંનું કારખાનું ચલાવી રહ્યા છે ! આમ છતાંયે, દુશ્મન પ્રજાઓને એકબીજા સામેને દેષ એટલે તે ભારે હતું કે ગમે તે વાત માનવાને તેઓ તૈયાર હતી. અમેરિકા માંહેનું બ્રિટિશ પ્રચારખાતું ૫૦૦ અમલદારે તથા ૧૦,૦૦૦ મદદનીશોનું બનેલું હતું ! આ ઉપરથી તને કંઈક ખ્યાલ આવશે કે કેવડા મોટા પાયા ઉપર ઇંગ્લંડનો પ્રચાર ચાલતો હતો. આટલું તે સરકાર તરફથી અમેરિકામાં કરવામાં આવતું હતું. એ ઉપરાંત ખાનગી સંસ્થાઓ દ્વારા પણ એ દિશામાં ભારે કામ થતું હતું. આ પ્રચારકાર્યમાં સારીનરસી બધી રીતે અજમાવવામાં આવતી હતી. સ્વીડનવાસીઓની શુભેચ્છા પ્રાપ્ત કરવાને માટે સ્વીડનના સ્ટોકહોમ શહેરમાં બ્રિટિશ સરકાર તરફથી ભિન્ન ભિન્ન મને રંજક કાર્યક્રમ રજૂ કરનારું એક સંગીતગૃહ ચલાવવામાં આવતું હતું ! આ પ્રચારકાર્ય તથા જર્મન સબમરીનની પ્રવૃત્તિઓ અમેરિકાને મિત્રરાજ્યને પક્ષે લાવવામાં મહત્ત્વનો ભાગ જ ભજવ્યું. પરંતુ આખરે તે નાણાં જ નિર્ણયાત્મક વસ્તુ નીવડી. યુદ્ધ એ ખર્ચાળ વસ્તુ છે, ભયંકર ખર્ચાળ વસ્તુ છે. કીમતી વસ્તુઓના ડુંગરના ડુંગરે એ હેઇમાં કરી જાય છે અને કેવળ ભીષણ સંહાર જ એમાંથી
SR No.032709
Book TitleJagatna Itihasnu Rekha Darshan Part 02
Original Sutra AuthorN/A
AuthorJawaharlal Nehru, Manibhai B Desai
PublisherNavjivan Prakashan Mandir
Publication Year1945
Total Pages862
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size22 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy