SearchBrowseAboutContactDonate
Page Preview
Page 336
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૪૮. મહાયુદ્ધ ૧૯૧૪–૧૮ - ૩૧ માર્ચ, ૧૯૩૩ ચાર વરસ સુધી યુરોપને તથા એશિયા અને આફ્રિકાના કેટલાક ભાગોને ખેદાનમેદાન કરી નાખનાર તથા ભર યુવાનીમાં કરડે તરુણને ભાગ લેનાર તથા જેને મહાયુદ્ધ કે વિશ્વયુદ્ધ તરીકે ઓળખવામાં આવે છે તે યુદ્ધ વિષે હું તને શું લખીશ વાર? વિગ્રહ એ વિચાર કરવા જે મજાને વિષય નથી. એ તે કદરૂપી ચીજ છે. પરંતુ ઘણી વાર એનાં વખાણ કરવામાં આવે છે તથા એને ભભકદાર રંગમાં ચીતરવામાં આવે છે. વળી એમ પણ કહેવામાં આવે છે કે, અગ્નિ જેમ કીમતી ધાતુઓને શુદ્ધ કરે છે તેમ વધારે પડતા એશઆરામ તથા જિજીવિષાને કારણે કોમળ અને દૂષિત થઈ ગયેલી સુસ્ત પ્રજાઓને તે શક્તિશાળી બનાવે છે. જાણે કે વિગ્રહ જ એ સગુણે પેદા કરતે હોય તેમ અપૂર્વ ધૈર્ય અને હૃદયને હલમલાવનારાં બલિદાનનાં દષ્ટાંત આપણું આગળ ટાંકવામાં આવે છે. આ લડાઈનાં કેટલાંક કારણે તપાસવાને મેં તારી જોડે પ્રયત્ન કર્યો છે. મૂડીવાદી ઔદ્યોગિક દેશોને લેભ તથા સામ્રાજ્યવાદી સત્તાઓની સ્પર્ધા એકબીજા સાથે અથડામણમાં આવી અને તેમણે લડાઈ કેવી રીતે અનિવાર્ય કરી મૂકી એ આપણે જોયું. આ બધા દેશના આગેવાન ઉદ્યોગપતિઓને શોષણ કરવા માટે ઉત્તરોત્તર વધુ ને વધુ તકો તથા પ્રદેશે જોઈતાં હતાં, ત્યાંના શરાફેને વધારે ને વધારે નાણાં જોઈતાં હતાં તથા લડાઈને સરંજામ બનાવનારાઓને વધારે ને વધારે નફે જોઈ તે હતે. આથી આ લેકો લડાઈમાં કૂદી પડ્યા અને તેઓના તથા તેમનું અને તેમના વર્ગનું પ્રતિનિધિત્વ ધરાવનારા વડીલ રાજદ્વારી પુરુષોના કહેવાથી જુદાં જુદાં રાષ્ટ્રોના યુવાને એકબીજાનાં ગળાં રેસવાને તૂટી પડ્યા. સંબંધ ધરાવતા બધા દેશોના મેટા ભાગના આ યુવાને તથા ત્યાંને સામાન્ય જનસમૂહ લડાઈ તરફ દોરી જનાર આ કારણોથી સાવ અજાણ હતા. લડાઈ સાથે તેમને ખરેખર કશીયે લેવાદેવા નહતી અને એમાં હાર થાય કે છત બંને રીતે તેમને ગુમાવવાનું જ હતું. એ તે તવંગર લોકોની રમત હતી અને પ્રજાની,-- મોટે ભાગે યુવાનોની – જિંદગીથી તે રમવામાં આવતી હતી. પરંતુ સામાન્ય જનસમૂહ લડવા તૈયાર ન હોય તે લડાઈ સંભવી શકે જ નહિ. હું તને આગળ કહી ગયો છું તેમ યુરેપ ખંડના બધા દેશોમાં લશ્કરી નોકરી ફરજિયાત હતી; ઈગ્લેંડમાં તે યુદ્ધ દરમ્યાન પાછળથી દાખલ થઈ. પરંતુ સમગ્ર પ્રજાની જે ખરેખરી નામરજી હોય તે આવી બાબતમાં જોડાવાની લેકને બળજબરીથી ફરજ ન પાડી શકાય.
SR No.032709
Book TitleJagatna Itihasnu Rekha Darshan Part 02
Original Sutra AuthorN/A
AuthorJawaharlal Nehru, Manibhai B Desai
PublisherNavjivan Prakashan Mandir
Publication Year1945
Total Pages862
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size22 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy