SearchBrowseAboutContactDonate
Page Preview
Page 334
Loading...
Download File
Download File
Page Text
________________ મહાયુદ્ધને ટાંકણે હિંદ ૧૦૦૧ ટાગોરને પેદા કર્યાં. સદ્ભાગ્યે તે હજી આપણી સાથે છે. સર જગદીશચંદ્ર ઓઝ અને સર પ્રફુલ્લચંદ્ર રાય જેવા મહાન વૈજ્ઞાનિકા પણ બંગાળ પેદા કર્યાં. રામાનુજમ અને ચંદ્રશેખર વેંકટ રામન જેવા બીજા બે મહાન વૈજ્ઞાનિકાના પણ અહીં જ ઉલ્લેખ કરી દઉં. જે પાયા ઉપર યુરોપની મહત્તા નિભર હતી તે વિજ્ઞાનના ક્ષેત્રમાં પણ હિંદુ આ રીતે સરસાઈ કરી રહ્યું હતું. ખીજા એક નામનેા પણ મારે અહીં ઉલ્લેખ કરવા જોઈએ. એ છે ઉર્દૂ અને ખાસ કરીને ક્ારસીના પ્રતિભાશાળી કવિ સર મહમદ ઇકબાલ, એમણે રાષ્ટ્રવાદની કેટલીક સુંદર કવિતાઓ લખી છે. તેમનાં પાછળનાં વરસામાં દુર્ભાગ્યે કવિતા ઇંડીને તે બીજે કામે વળગ્યા છે. મહાયુદ્ધ પહેલાંના વરસામાં હિંદુ જ્યારે રાજકીય દૃષ્ટિએ સુસ્ત હતું ત્યારે એક દૂરના દેશમાં હિંદની આબરૂની રક્ષા માટેની એક વીરતાભરી અને અદ્રિતીય લડત ઊપડી. એ દેશ તે દક્ષિણ આફ્રિકા. સંખ્યાબંધ મજૂરો તથા કેટલાક વેપારીઓ ત્યાં જઈને વસ્યા હતા. અનેક રીતે તેમના પ્રત્યે ગેરવર્તાવ રાખવામાં આવતા હતા તથા તેમના માનભંગ કરવામાં આવતા હતા. જાતિના ધમડના દ્વાર ત્યાં પૂર બહારમાં વર્તતા હતા. એવું બન્યું કે એક કેસમાં ઊભા રહેવા માટે એક તરુણ હિંદી બૅરિસ્ટરને દક્ષિણ આફ્રિકામાં લઈ જવામાં આવ્યા. તેના દેશબંધુઓની સ્થિતિ જોઈ ને તેને નામેાશી લાગી અને દુઃખ થયું. તેમને સહાય કરવાને પોતાનાથી બનતું બધુંયે કરી છૂટવાના તેણે નિર્ધાર કર્યાં. પોતાના ધંધા તથા પોતાનુ સર્વસ્વ તજી દઈ ને તથા જે ધ્યેયને તે વર્યાં હતા તેમાં પોતાના સધળે! સમય આપીને તેણે વરસા સુધી ચુપચાપ કામ કર્યાં કર્યું. આ પુરુષ તે મેહનદાસ કરમચંદ ગાંધી. આજે તે હિંતુ પ્રત્યેક બાળક તેને ઓળખે છે અને તેના ઉપર પ્રેમ રાખે છે પરંતુ તે સમયે દક્ષિણ આફ્રિકા બહાર તે ઝાઝો જાણીતો નહાતા. વીજળીના ઝબકારાની પેઠે એકાએક એનુ નામ હિંદભરમાં સત્ર પહેોંચી ગયું અને લેાકેા તેને વિષે તથા તેની વીરતાભરી લડત વિષે આશ્રય, પ્રશંસા અને ગર્વથી વાતા કરવા લાગ્યા. દક્ષિણ આફ્રિકાની સરકારે ત્યાં રહેતા હિંદીઓના વળી વધારે માનભંગ કરવાના પ્રયત્ન કર્યાં અને ગાંધીજીની આગેવાની નીચે તેમણે એને વશ થવાને ઇન્કાર કર્યાં. આવા ગરીબ, દલિત અને અજ્ઞાન મજૂરા તથા મૂઠીભર નાના વેપારીઓની પોતાના વતનથી આટલે દૂર વસેલી વસતી આવુ અડગ વલણુ · ધારણ કરે એ એક અજાયબીભરી ઘટના હતી. તેમણે અખત્યાર કરેલી પતિ તો વળી એથીયે વિશેષ અજાયખીભરી હતી. કેમ કે, દુનિયાના છતિહાસમાં એ અવનવું રાજકીય હથિયાર હતુ. ત્યાર પછી તેા એ હથિયાર વિષે આપણે વારંવાર સાંભળ્યું છે, એ ગાંધીજીના સત્યાગ્રહ હતા. સત્યને વળગી રહેવું એ એના અર્થ છે. કેટલીક વાર એને નિષ્ક્રિય કે બેટા પ્રતિકાર કહેવામાં
SR No.032709
Book TitleJagatna Itihasnu Rekha Darshan Part 02
Original Sutra AuthorN/A
AuthorJawaharlal Nehru, Manibhai B Desai
PublisherNavjivan Prakashan Mandir
Publication Year1945
Total Pages862
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size22 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy