SearchBrowseAboutContactDonate
Page Preview
Page 321
Loading...
Download File
Download File
Page Text
________________ ૯૮૮ જગતના ઇતિહાસનું રેખાદર્શન હતું. પરંતુ કટીની ઘડી આવે ત્યારે ઇટાલી અને ઐસ્ટ્રિયા શું કરશે તેની કેઈને પણ ખબર નહોતી. આમ યુરોપ ઉપર ભયનું સામ્રાજ્ય પ્રવર્તી રહ્યું હતું અને જ્ય એ તો ભીષણ વસ્તુ છે. દરેક દેશે યુદ્ધ માટેની તૈયારી કરવા માંડી અને બની શકે એટલા પ્રમાણમાં તે શસ્ત્રસજજ થવા લાગે. શસ્ત્રસરંજામની હરીફાઈ શરૂ થઈ અને એ હરીફાઈની વિચિત્રતા એ હતી કે એક દેશ પિતાને શસ્ત્રસરંજામ વધારે તે બીજા દેશોને તેમ કરવાની પરાણે પણ ફરજ પડે છે. શસ્ત્રસરંજામ એટલે કે તેપ, યુદ્ધ જહાજે, દારૂગોળો તથા લડાઈમાં વપરાતી બીજી બધી વસ્તુઓ ઉત્પન્ન કરનાર ખાનગી પેઢીઓને સ્વાભાવિક રીતે જ એથી ભારે નફે થયે અને તે માતબર બની. એ પેઢીઓ એથીયે આગળ વધી અને દેશ તેમની પાસેથી વધારે શસ્ત્રો ખરીદવાને પ્રેરાય એટલા ખાતર ખરેખાત તેમણે યુદ્ધની ભયજનક અફવાઓ ફેલાવવા માંડી. શસ્ત્રસરંજામ ઉત્પન્ન કરનાર આ પેઢીઓ ભારે ધનાઢ્ય અને બળવાન હતી તથા ઈગ્લેંડ, ફ્રાંસ અને જર્મનીના તથા અન્ય દેશના મોટા મોટા અમલદારો તથા પ્રધાનમંડળના સભ્ય એના શેરે ધરાવતા હતા અને એ રીતે તેની સમૃદ્ધિમાં તેમને સ્વાર્થ રહેલ હતું. યુદ્ધની ભયજનક અફવાઓ દ્વારા કે યુદ્ધ દ્વારા જ શસ્ત્રસરંજામની પેઢીઓ સમૃદ્ધ થઈ શકે. ઘણી સરકારના પ્રધાને તથા મેટા મેટા અમલદારનું આ રીતે યુદ્ધમાં આર્થિક હિત સમાયેલું હતું એ ભારે ગજબ પરિસ્થિતિ હતી! જુદા જુદા દેશને યુદ્ધ અંગેના ખરચમાં વધારો કરવાને પ્રેરવાના બીજા ઉપાય પણ આ પેઢીઓએ અજમાવ્યા. લેકમત ઉપર અસર પહોંચાડવાને તેમણે છાપાંઓ ખરીદી લીધા, ઘણી વાર સરકારી અમલદારને લાંચે આપી તથા પ્રજાને ઉશ્કેરવાને માટે ખોટી વાતે પણ ફેલાવી. બીજાઓનાં મરણ ઉપર છવનાર અને પિતાને નફે થાય એટલા ખાતર યુદ્ધની ભીષણતાઓને ઉત્તેજન આપતાં તથા એ ભીષણતાઓ પદા કરતાં પણ ન અચકાનાર આ શસ્ત્રસરંજામને ઉદ્યોગ એ કેવી ભયંકર વસ્તુ છે! ૧૯૧૪ના યુદ્ધને ત્વરિત કરવામાં આ ઉદ્યોગે કેટલેક અંશે ફાળો આપે હતું. આજે પણ એ ઉદ્યોગ એ જ રમત રમી રહ્યો છે. યુદ્ધની આ વાતની વચ્ચે શાંતિ માટેના એક વિચિત્ર પ્રયાસની વાત મારે તને કરવી જોઈએ. કોઈ નહિ અને રશિયાના ઝાર નિકોલસ બીજા જેવા પુરુષે યુરોપની સત્તાઓને સર્વવ્યાપી શાંતિ પ્રવર્તાવવા એકઠી મળવાને સૂચવ્યું. આ જ કાર પિતાના સામ્રાજ્યમાં હરેક પ્રગતિકારક હિલચાલ કરી નાખતે હત તથા સજા પામેલાઓને સાઈબેરિયા ધકેલતે હતો ! પરંતુ આ બાબતમાં તે પ્રામાણિક હોય એમ લાગે છે. કેમ કે ચાલુ પરિસ્થિતિ તથા તેની આપખુદી ટકી રહે એ તેને મન શાંતિને અર્થ હતું. તેના આમંત્રણને પરિણામે હેલેંડમાં આવેલા હેગ શહેરમાં ૧૮૯૯ તેમ જ ૧૯૦૭ની સાલમાં એમ
SR No.032709
Book TitleJagatna Itihasnu Rekha Darshan Part 02
Original Sutra AuthorN/A
AuthorJawaharlal Nehru, Manibhai B Desai
PublisherNavjivan Prakashan Mandir
Publication Year1945
Total Pages862
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size22 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy