SearchBrowseAboutContactDonate
Page Preview
Page 318
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૪૬. મહાયુદ્ધને આરંભ ૨૩ માર્ચ, ૧૯૩૩ એકબીજા સાથેના વ્યવહારમાં રાષ્ટ્રો કેટલાં નીતિહીન અને દુરાચારી હતાં એ તને બતાવીને મેં મારે છેલ્લે પત્ર પૂરો કર્યો હતો. જ્યાં પણ તેમને એમ કરવાને પાલવતું ત્યાં અસહિષ્ણુ અને ઉદ્ધતાઈભર્યું વલણ ધારણ કરવું એને તથા ઘાસની ગંજીમાંના કૂતરાના જેવી નીતિ અખત્યાર કરવી અને તેઓ પિતાની સ્વતંત્રતાનું લક્ષણ ગણતાં હતાં. એ રાષ્ટ્રને માણસાઈભર્યું વર્તન રાખવાનું કહેનાર કોઈ સત્તા નહતી, કેમ કે તેઓ સ્વતંત્ર નહેતાં શું અને બહારની દખલગીરી સામે તેઓ પોતાને રોષ નહિ દર્શાવે કે? પરિણામોને ડર એ જ તેમના ઉપરનો એકમાત્ર અંકુશ હતા. આથી બળવાન રાષ્ટ્રની કેટલેક અંશે આમન્યા રાખવામાં આવતી અને નબળાં રાષ્ટ્રને દમદાટી આપવામાં આવતી હતી. રાષ્ટ્ર રાષ્ટ્ર વચ્ચેની આ હરીફાઈ એ ખરેખર મૂડીવાદી ઉદ્યોગેનું અનિવાર્ય પરિણામ હતું. બજારોની તેમ જ કાચા માલની દિનપ્રતિદિન વધતી જતી માગણુએ મૂડીવાદી સત્તાઓ પાસે સામ્રાજ્ય માટે દુનિયાની ફરતે દોડાદોડની કેવી હરીફાઈ કરાવી તે આપણે જોઈ ગયાં છીએ. એ સત્તાઓ એશિયા તથા આફ્રિકામાં જ્યાં ત્યાં દોડી વળી અને તેમનું શોષણ કરવાને હાથમાં આવે એટલે બધે મુલક પચાવી પાડ્યો. આ રીતે આખી દુનિયા ખૂંદી વળ્યા પછી પગ પસારવાનું એક સ્થાન બાકી ન રહ્યું એટલે સામ્રાજ્યવાદી સત્તાઓ એકબીજીની સામે ઘુરકિયાં કરવા તથા એકબીજીના તાબાના મુલક તરફ લેભી નજરે જેવા લાગતી. એશિયા, આફ્રિકા તથા યુરેપમાં આ મહાન સત્તાઓ વચ્ચે વારંવાર અથડામણ થવા પામી અને ક્રોધની લાગણું ભભૂકી ઊઠી તથા યુદ્ધ ફાટી નીકળશે કે શું એમ ભાસવા લાગ્યું. કેટલીક સત્તાઓ બીજી સત્તાઓ કરતાં વધારે સારી સ્થિતિમાં હતી અને ઈંગ્લંડ તેના ઔદ્યોગિક અગ્રણપણે તથા તેના વિશાળ સામ્રાજ્યને કારણે સૌથી વધારે ભાગ્યશાળી લાગતું હતું. આમ છતાંયે ઇંગ્લેંડ સંતુષ્ટ નહોતું. જેની પાસે વધારે છ હોય તે વળી વધારેની અપેક્ષા રાખે છે. સામ્રાજ્યના વિસ્તાર માટેની મોટી મોટી યોજનાઓ તેના સામ્રાજ્યના શિલ્પી ઓના મનમાં રમવા લાગી – ઉત્તરથી દક્ષિણ સુધી, કેરેથી કેપ ઑફ ગુડ હેપ સુધી સળંગ વિસ્તરેલા આફ્રિકન સામ્રાજ્યની યોજનાઓ વિચારવા લાગી. ઉદ્યોગોના ક્ષેત્રમાં જર્મની તથા યુનાઈટેડ સ્ટેટ્સની હરીફાઈથી પણ ઈંગ્લેંડ ચિંતાતુર બન્યું હતું. આ દેશ પાકે માલ ઈંગ્લેંડ કરતાં ઓછી કિંમતે બનાવતા હતા અને એ રીતે તેઓ ઈગ્લેંડનાં બજારે તેની પાસેથી પડાવી લેતા હતા.
SR No.032709
Book TitleJagatna Itihasnu Rekha Darshan Part 02
Original Sutra AuthorN/A
AuthorJawaharlal Nehru, Manibhai B Desai
PublisherNavjivan Prakashan Mandir
Publication Year1945
Total Pages862
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size22 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy