SearchBrowseAboutContactDonate
Page Preview
Page 315
Loading...
Download File
Download File
Page Text
________________ ૯૮૨ જગતના ઈતિહાસનું રેખાદર્શન અવરજવર અને માલની લાલજ તથા સંદેશવાહનની રીતમાં થયેલી પ્રગતિને કદાચ ૧૯મી સદીનું સૌથી વધારે નેંધપાત્ર લક્ષણ કહી શકાય. રેલવે, આગબોટ, ટેલિગ્રાફ તથા મેટરએ દુનિયાને સંપૂર્ણપણે બદલી નાખી છે અને બધા માનવી હેતુઓ માટે પહેલાં તે હતી તેના કરતાં તેને બિલકુલ ભિન્ન બનાવી દીધી છે. પૃથ્વી સંકેચાઈ ગઈ અને તેમાં વસનારાઓ એકબીજાની સમીપ આવ્યા. તેઓ એકબીજાને વધુ પ્રમાણમાં જોઈ જાણી શક્યા અને પરસ્પર એકબીજા વિષેનું જ્ઞાન થવાથી અજ્ઞાનજનિત અનેક દીવાલ તૂટી ગઈ. સર્વ સાધારણ વિચારે ફેલાવા લાગ્યા અને તેમણે દુનિયાભરમાં અમુક પ્રમાણમાં સમાનતા પેદા કરી. જેની આપણે વાત કરી રહ્યાં છે તે યુગના છેક છેવટના ભાગમાં વાયરલેસ ટેલિગ્રાફની અને હવામાં ઊડવાની શરૂઆત થઈ. આજે તે એ બહુ સામાન્ય વસ્તુઓ બની ગઈ છે અને એ વિષે ઝાઝો વિચાર કર્યા વિના એરોપ્લેનમાં બેસીને તેં અનેક વાર મુસાફરી કરી છે. બલૂનમાં તે લેકે ઘણી વાર ઊંચે ગયા હતા પરંતુ પ્રાચીન પુરાણકથાઓ અને વાર્તાઓ, અરેબિયન નાઈટ્સની ઊડતી શેતરંજીઓ તથા હિંદની વાર્તાઓની પવનપાવડીઓ સિવાય હવા કરતાં વધારે ભારે વસ્તુમાં બેસીને કોઈ પણ માણસ ઊંચે ગયે નહોતે. હવા કરતાં વધારે ભારે યંત્રમાં બેસીને ઊંચે જવામાં પહેલવહેલા સફળ થનાર વિલબર અને ઐરવીલ રાઈટ નામના બે અમેરિકન ભાઈઓ હતા. તેઓ આજનાં એરપ્લેનના જનક હતા. ૧૯૦૩ના ડિસેમ્બરમાં તેઓ ૩૦૦ કરતાં પણ ઓછા યાર્ડ ઊડ્યા હતા. પરંતુ એમ છતાંયે તેમણે પહેલાં કદીયે થયું નહોતું એવું કંઈક કરી બતાવ્યું હતું. ત્યાર પછી ઊડવાની બાબતમાં ઉત્તરોત્તર પ્રગતિ થતી જ રહી છે અને ૧૯૦૯ની સાલમાં ઑરિયાટ નામનો એક ક્રાંસવાસી બ્રિટિશ ખાડી ઉપર થઈને ફ્રાંસથી ઇંગ્લડ સુધી ઊળ્યો ત્યારે જે ઉત્તેજના પેદા થઈ હતી તે મને બરાબર યાદ છે. ત્યાર પછી થોડા જ વખતમાં પેરિસમાં એફિલ ટાવર ઉપર થઈને ઊડતું પહેલવહેલું એરપ્લેન મેં જોયું. અને ત્યાર પછી ઘણાં વરસો બાદ ૧૯૨૭ના મે માસમાં ચાર્લ્સ લિન્ડબર્ગ આલ્લાંટિક મહાસાગર ઓળંગીને ચાંદીના તીરની પેઠે ઝબકારાની સાથે પેરિસના એરેમ આગળ ઊતર્યો ત્યારે આપણે બંને પેરિસમાં હાજર હતાં. જે દરમ્યાન મૂડીવાદી ઉદ્યોગોનું પ્રભુત્વ હતું તે યુગની જમા બાજુએ આ બધું જાય છે. એ સદી દરમ્યાન માણસે સાચે જ અદ્ભુત સિદ્ધિઓ પ્રાપ્ત કરી. એની જમા બાજુની બીજી પણ એક વસ્તુ છે. લેભી અને હાથમાં આવે તે પચાવી પાડનાર મૂડીવાદ જેમ જેમ વધતો ગયો તેમ તેમ સહકારી ચળવળના રૂપમાં તેને અંકુશ પણ શોધી કાઢવામાં આવ્યું. એમાં પિતાને માલ એક સાથે વેચવા તથા ખરીદવાને અને એમાંથી થતો નફે આપસમાં વહેંચી લેવાને લેકે એક મંડળમાં ભેગા થતા. સામાન્ય મૂડીવાદી રસ્તે હરીફાઈ
SR No.032709
Book TitleJagatna Itihasnu Rekha Darshan Part 02
Original Sutra AuthorN/A
AuthorJawaharlal Nehru, Manibhai B Desai
PublisherNavjivan Prakashan Mandir
Publication Year1945
Total Pages862
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size22 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy