SearchBrowseAboutContactDonate
Page Preview
Page 31
Loading...
Download File
Download File
Page Text
________________ રર ૬૯૬ જગતના ઈતિહાસનું રેખાદર્શન હતું. પરંતુ પ્રાચીન સભ્યતાઓ ધીમે ધીમે નાદાર બની ગઈ તથા તે નિપ્રાણ અને જડ થઈ ગઈ. પરિવર્તન અને પ્રગતિનું જીવનદાયી તત્વ તેમને છાંડી ગયું અને ચેતન બીજા પ્રદેશોમાં ચાલ્યું ગયું. હવે યુરોપને ઊજળો દિવસ ઊગ્યે હતો અને યુરોપે એ સૌ કરતાં પિતાનું આધિપત્ય વધારે જમાવ્યું કારણ કે, સંપર્કનાં સાધનોમાં થયેલી પ્રગતિને લીધે દુનિયાના બધા ભાગોને પ્રવેશ વધારે સુગમ અને ત્વરિત બન્યું. ૧૯ભી સદીએ યુરોપની સભ્યતાને ફાલતીફૂલતી નિહાળી. એને મધ્યમ વર્ગની અથવા તે ભદ્રલોકની (બૂઝવા) સભ્યતા કહેવામાં આવે છે કેમકે, ઔદ્યોગિક મૂડીવાદે પેદા કરેલા મધ્યમ વર્ગનું એમાં પ્રભુત્વ હતું. એ સભ્યતાનાં અનેક વિરોધી તત્તે તથા તેની બદીઓ વિષે મેં તને કહ્યું છે. પૂર્વના દેશોમાં તથા હિંદમાં આ બદીઓ ખાસ કરીને આપણા જેવામાં આવી અને તેને લીધે આપણને વેઠવું પણ પડ્યું છે. પરંતુ કોઈ પણ દેશ કે પ્રજામાં મહત્તાનું તત્વ હોય તે વિના તે મહત્તા પ્રાપ્ત કરી શક્તી નથી. અને પશ્ચિમ યુરોપમાં એ તત્ત્વ હતું. અને આખરે યુરોપની પ્રતિષ્ઠા જેટલા પ્રમાણમાં તેને મહત્તા અર્પનાર ગુણ ઉપર નિર્ભર હતી તેટલી તે તેના લશ્કરી બળ ઉપર નિર્ભર નહોતી. ત્યાં આગળ સર્વત્ર ચેતન, અને સર્જક શકિત પુષ્કળ પ્રમાણમાં નજરે પડતાં હતાં. ત્યાં આગળ મોટા મોટા કવિઓ, લેખકે, ફિલસૂફ, વૈજ્ઞાનિકે, સંગીતશાસ્ત્રીઓ અને ઇજનેરે પેદા થયા. અને પશ્ચિમ યુરોપના સામાન્ય જનસમૂહની સ્થિતિ પણ આગળના કોઈ પણ સમય કરતાં હાલ વધારે સારી હતી. લંડન, પેરિસ, બર્લિન અને ન્યૂયૅર્ક વગેરે પાટનગર દિનપ્રતિદિન મેટાં ને મેટાં થતાં ગયાં, તેમની ઇમારતે ઊંચી ને ઊંચી થતી ગઈ વૈભવવિલાસ વધ્યાં અને માણસની મહેનતમજૂરી ઓછી કરવાની તથા જીવનને આરામ અને મેજમજા વધારવાની અસંખ્ય રીતે વિજ્ઞાને બતાવી. શ્રીમંત વર્ગના લેકનાં જીવન મૃદુ અને સંસ્કારી બન્યાં અને આત્મસંતોષ, તથા કૃતકૃત્યતાની ભાવનાએ પ્રવેશ કર્યો. સભ્યતાને એ પાછલે પહેર કે સાંજ હેાય એમ ભાસે છે. આમ, ૧૯મી સદીના ઉત્તરાર્ધમાં યુરોપે પ્રસન્ન અને સમૃદ્ધ સ્વરૂપ ધારણ કર્યું હતું. અને કંઈ નહિ તે ઉપર ઉપરથી તે એમ લાગતું હતું કે આ મૃદુ સંસ્કૃતિ લાંબા કાળ સુધી ટકશે અને વિજય ઉપર વિજય મેળવતી રહેશે. પરંતુ જરા ઊંડેથી જોતાં વિચિત્ર પ્રકારનો ઉત્પાત અને અનેક કદરૂપાં દ તારી નજરે પડશે. કેમકે એ સમૃદ્ધ સંસ્કૃતિ પ્રધાનપણે કેવળ યુરોપના ઉપલા વર્ગો માટે જ હતી. અને અનેક દેશના તથા અનેક પ્રજાઓના શેષણ ઉપર તેનું મંડાણ હતું. મેં દર્શાવેલાં કેટલાંક વિધી ત તથા રાષ્ટ્રીય ધિક્કાર અને સામ્રાજ્યવાદનું ક્રર અને કઠેર સ્વરૂપ તારા જોવામાં આવશે.
SR No.032709
Book TitleJagatna Itihasnu Rekha Darshan Part 02
Original Sutra AuthorN/A
AuthorJawaharlal Nehru, Manibhai B Desai
PublisherNavjivan Prakashan Mandir
Publication Year1945
Total Pages862
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size22 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy