SearchBrowseAboutContactDonate
Page Preview
Page 308
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૯૦૫ની સાલની રશિયાની નિષ્ફળ ક્રાંતિ ૯૭૫ પસંદ ન પડી અને અઢી માસ પછી તેણે તે બરખાસ્ત કરી. ક્રાંતિને ચગદી નાખ્યા પછી ડૂમાના કેપની તેને લેશ પણ પરવા નહોતી. બરતરફ કરવામાં આવેલા ડૂમાના સભ્ય – તેઓ મધ્યમવર્ગના વિનીત બંધારણવાદીઓ હતા – ફિલૅન્ડ ચાલ્યા ગયા (એ દેશ પીટર્સબર્ગની નજીક આવેલું છે અને ઝારના આધિપત્ય નીચે તે અર્ધસ્વતંત્ર હતા.) અને ડૂમાને બરતરફ કરવામાં આવી. તેના વિરોધ તરીકે તેમણે કર ન ભરવાની તથા લશ્કર અને નૌકા સૈન્યમાં કરવામાં આવતી ભરતીનો સામનો કરવાની પ્રજાને હાકલ કરી. આ સભ્યોને જનતા સાથે સંપર્ક નહોતો એટલે તેમની હાકલને કશેયે જવાબ મળ્યો નહિ. બીજે વરસે, ૧૯૦૭ની સાલમાં બીજી ડૂમાની ચૂંટણી થઈ. તેમના માર્ગમાં અનેક પ્રકારની મુશ્કેલીઓ ઊભી કરીને તથા કેટલીક વાર તે તેમની ધરપકડ કરવાને સીધો સાદો ઉપાય અજમાવીને પિલીસોએ ઉદ્દામ ઉમેદવારને ચૂંટાતા અટકાવવાનો પ્રયત્ન કર્યો. આમ છતાંયે ડૂમા ઝારને પસંદ પડે તેવી ન નીવડી અને ત્રણ માસ પછી તેણે તેને બરતરફ કરી. હવે, ચૂંટણીને લગતો કાયદો બદલીને ઝારની સરકારે બધાયે ન ઈચ્છવાગ લેકે ન ચૂંટાઈ શકે એવાં પગલાં લીધાં. એમાં તેને સફળતા મળી, અને ત્રીજી ડૂમા ભારે ડાહીડમરી તથા સ્થિતિચુસ્ત હતી અને તે લાંબા વખત સુધી ચાલુ રહી. તને કદાચ એ અજાયબીભર્યું લાગશે કે, ૧૯૦૫ની ક્રાંતિ કચરી નાખ્યા પછી ઝાર પિતાની મરજી પ્રમાણે રાજવહીવટ ચલાવવાને પૂરેપૂરો સમર્થ હતો તે પછી તે કશીયે સત્તા વિનાની આ બધી ડ્રમાએ બોલાવવાની ખટપટમાં શાને પડ્યો. એમ કરવાનું કારણ કંઈક અંશે એ હતું કે ઝાર રશિયાના કેટલાક નાના સમૂહને – મુખ્યત્વે કરીને ધનિક જમીનદારે તથા વેપારીઓને રીઝવવા માગતા હતા. દેશની પરિસ્થિતિ બહુ જ ખરાબ હતી. બેશક, જનતાને કચરી નાખવામાં આવી હતી, પરંતુ તે ધૂંધવાયેલી અને કોપાયમાન હતી. આથી કંઈ નહિ તે સમાજની ટોચ ઉપરના ધનિક લેને તે પોતાના હાથમાં રાખવાનું મુનાસિબ ધારવામાં આવ્યું હતું. પરંતુ એમ કરવાનું મહત્ત્વનું કારણ તે એ હતું કે ઝાર ઉદાર વિચારને રાજા છે એવી છાપ યુરોપના બીજા દેશે ઉપર તેને પાડવી હતી. ઝારનો ગેરવહીવટ અને જુલમ એ પશ્ચિમ યુરેપના દેશોમાં કહેવતરૂપ બનવા લાગ્યા હતા. જ્યારે પહેલી ડૂમાને બરતરફ કરવામાં આવી ત્યારે ઈંગ્લંડના વિનીત (લિબરલ) પક્ષનો એક આગેવાન બોલી ઊડ્યો, “ડૂમા મરણ પામી છે ! ડ્રમાં ઘણું જ !” ત્યાં આગળ ડૂમા પ્રત્યે કેટલી બધી સહાનુભૂતિ હતી તે આ બતાવી આપે છે. વળી, ઝારને નાણાંની જરૂર હતી – તેને ઠીક ઠીક પ્રમાણમાં એ જોઈતાં હતાં. કરકસરિયા ફ્રેંચ લેકે તેને એ નાણું ધીરતા હતા. સાચે જ, કાંસ પાસેથી લીધેલી લેનની મદદથી જ ઝારે ૧૯૦પની ક્રાંતિ કચરી નાખી હતી. પ્રજાસત્તાકવાદી ક્રાંસ આપખુદીવાળા
SR No.032709
Book TitleJagatna Itihasnu Rekha Darshan Part 02
Original Sutra AuthorN/A
AuthorJawaharlal Nehru, Manibhai B Desai
PublisherNavjivan Prakashan Mandir
Publication Year1945
Total Pages862
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size22 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy