SearchBrowseAboutContactDonate
Page Preview
Page 306
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૯૦૫ની સાલની રશિયાની નિષ્ફળ ક્રાંતિ ૯૭૩ દુર્લભ બની ગઈ હોય એ બનવાજોગ છે. ઝારશાહીના નિરંતર દમનને કારણે રશિયામાં રાજકીય બાજુ હમેશાં મોખરે રહી. છેક ૧૯૦૩ની સાલમાં પણ દક્ષિણ રશિયામાં આવી અનેક રાજકીય હડતાલે આપમેળે પડી હતી. એ ચળવળ જનતાવ્યાપી વિશાળ પાયા ઉપર હતી પરંતુ નેતાઓને અભાવે તે મરી ગઈ. બીજે વરસે દૂર પૂર્વમાં મુશ્કેલી ઊભી થઈ. એશિયાના ઉત્તર ભાગનાં સ્ટેપેઝ'માં થઈને પસાર થતી અને છેક પ્રશાન્ત મહાસાગર સુધી પહોંચતી સાઈબેરિયન રેલવે બાંધવા વિષેની તથા ૧૮૯૪ની સાલથી શરૂ થતી અને ૧૯૦૪–૫ના રશિયા-જાપાન વિગ્રહમાં પરિણમેલી રશિયા અને જાપાન વચ્ચેની અથડામણ વિષેની વાત પણ મેં તને મારા આગળના એક પત્રમાં કહી હતી. વળી પોતાના “લિટલ ફાધર' (નાના પ્રભુ) પાસેથી રોટલાની યાચના કરવા માટે એક પાદરીની આગેવાની નીચે ગયેલા શાન્ત સરઘસ ઉપર કારના સિપાઈઓએ ગેળીઓ ચલાવી હતી તે “લેહિયાળા રવિવાર–૨૨ જાન્યુઆરી ૧૯૦૫–વિષે પણ મેં તને કહ્યું હતું. એને લીધે દેશભરમાં ભારે કમકમાટી અને ત્રાસની લાગણી ફેલાઈ ગઈ અને એને પરિણામે ઠેકઠેકાણે રાજકીય હડતાલ પડી. છેવટે આખાયે રશિયામાં સાર્વત્રિક હડતાલ પડી. નવીન પ્રકારની માર્ક્સવાદી ક્રાંતિ શરૂ થઈ હડતાલ ઉપર ઊતરેલા મજૂરોએ ખાસ કરીને પીટર્સબર્ગ અને મૅસ્કે જેવાં કેન્દ્રોમાં “સેવિયેટ' નામની એક નવી સંસ્થાની સ્થાપના કરી. આરંભમાં તે એ હડતાલ ચલાવવા માટેની માત્ર એક સમિતિ જ હતી. ટોકી પીટર્સબર્ગ સોવિયેટનો નેતા બન્યા. ઝારની સરકાર એથી સંપૂર્ણપણે હબકી ગઈ અને કંઈક અંશે તેણે નમતું આપ્યું. બંધારણીય ધારાસભા તથા પ્રજાકીય મતાધિકાર આપવાનું તેણે વચન આપ્યું. આપખુદીને મહાન કિલે પડ્યો હોય એમ લાગ્યું. પહેલાંનાં ખેડૂતનાં બંડ જે કરવામાં નિષ્ફળ નીવડ્યાં, ત્રાસવાદીએ પિતાના બોંબથી જે કરવામાં નાસીપાસ થયા તથા પિતાની સાવચેતીપૂર્વકની દલીલબાજીથી મવાળ વિનીત બંધારણવાદીઓ જે ન કરી શક્યા તે વસ્તુ રાજકીય હડતાલ દ્વારા મજૂરે કરી શક્યા. ઈતિહાસમાં પહેલી જ વાર ઝારશાહીને આમજનતા આગળ નમવું પડયું. પરંતુ પાછળથી એ વિજય પિકળ માલુમ પડ્યો. પરંતુ એનું સ્મરણ મજૂરોને માટે આશાની ત જેવું થઈ પડયું. ઝારે બંધારણીય ધારાસભા આપવાનું વચન આપ્યું હતું. એ ધારાસભાને ડૂમા' કહેવામાં આવતી, એ શબ્દને અર્થ “વિચાર કરવાની જગ્યા એવો થાય છે, ફ્રેંચ શબ્દ પાર્લર ઉપરથી બનેલા પાર્લમેન્ટ શબ્દની પેઠે એને વાત કરવાની દુકાન' એ અર્થ થતું નથી. કારના એ વચનથી મવાળ
SR No.032709
Book TitleJagatna Itihasnu Rekha Darshan Part 02
Original Sutra AuthorN/A
AuthorJawaharlal Nehru, Manibhai B Desai
PublisherNavjivan Prakashan Mandir
Publication Year1945
Total Pages862
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size22 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy