SearchBrowseAboutContactDonate
Page Preview
Page 275
Loading...
Download File
Download File
Page Text
________________ ८४२ જગતના ઇતિહાસનું રેખાદર્શન રીત પસંદ નહોતી. એ રીતે તેમને નિષ્ફળ લાગતી હતી. અને એમાંથી તેઓ કશાની અપેક્ષા રાખતા નહોતા. વળી, સશસ્ત્ર બળવાને પણ તેઓ શકા માનતા નહતા. પાર્લામેન્ટ દ્વારા કાર્ય કરવાની રીતની સામે તેમણે બ્રિટિશ સરકાર સામે એક પ્રકારના અસહકાર દ્વારા “ અમલી કાર્ય'ની હિમાયત કરી. એક પેઢી પહેલાં હંગરીમાં સફળ નીવડેલી સવિનય ભંગની નીતિને દાખલ આર્થર ગ્રિફિથ આપે અને ઇંગ્લંડને નમતું આપવાની ફરજ પાડવાને માટે એવા પ્રકારની નીતિ અખત્યાર કરવાની હિમાયત કરી. છેલ્લાં ૧૩ વરસ દરમ્યાન હિંદમાં આપણે અસહકારનાં ભિન્ન ભિન્ન પ્રકારનાં સ્વરૂપને સારી પેઠે અનુભવ કર્યો છે. અને આપણું પહેલાં આયર્લેન્ડ અજમાવેલી એ પદ્ધતિ સાથે આપણી પદ્ધતિની તુલના કરવા જેવી છે. એ તે જગજાહેર છે કે, અહિંસાના પાયા ઉપર આપણી ચળવળ રચાયેલી છે. આયર્લેન્ડની ચળવળ પાછળ આવી ભૂમિકા કે પાયે નહે. આમ છતાંયે સૂચવવામાં આવેલી અસહકારની ચળવળનું સામર્થ શાંતિમય સવિનય ભંગમાં જ રહેલું હતું. એ લડત તત્ત્વતઃ શાંતિમય કલ્પવામાં આવી હતી. સીન ફીનના વિચારે ધીમે ધીમે આખા આયર્લેન્ડમાં ફેલાયા. એને કારણે આયર્લેન્ડમાં એકાએક ભડકો થવા ન પામે. આયર્લેન્ડમાં હજીયે એવા ઘણું લેક હતા જેઓ પાર્લામેન્ટ પાસેથી – ખાસ કરીને ૧૯૦૬ની સાલમાં લિબરલ (વિનીત) પક્ષ બહુ મોટી બહુમતીથી ફરીથી પાર્લામેન્ટમાં દાખલ થયો ત્યારે– કશાકની આશા રાખી રહ્યા હતા. આમની સભામાં તેમની મેટી બહુમતી હોવા છતાં લિબરલેને ઉમરાવોની સભામાં કન્ઝરવેટી તથા યુનિયનિસ્ટની કાયમી બહુમતીને સામને કરવાનું રહેતું હતું. અને થોડા જ વખતમાં આમની સભા તથા ઉમરાવોની સભા વચ્ચે ઝઘડે ઊભો થવા પામે. આ ઝઘડાને પરિણામે ઉમરાવની સભાની સત્તા ઉપર કાપ મૂકવામાં આવ્યું. ઉમરાવની સભાએ જેની સામે વાંધો ઉઠાવ્યો હોય તે બિલ આમની સભાની એક પછી એક ત્રણ બેઠકમાં પસાર કરવાથી નાણને લગતી બાબતમાં ઉમરાવની સભાની દખલનું નિવારણ કરી શકાતું હતું. ૧૯૧૧ના પાર્લમેન્ટના કાયદાથી, આ રીતે લિબરલેએ ઉમરાની સભાને દુર્બળ બનાવી મૂકી. આમ છતાં પણ કામ રોકી રાખવાની તેમ જ દખલ કરવાની ઘણી સત્તા ઉમરાના હાથમાં રહી. ઉમરાવોના અનિવાર્ય વિરોધને ઘટતે ઉપાય કર્યા પછી લિબરલોએ ત્રીજું હેમ રૂલ બિલ રજૂ કર્યું અને ૧૯૧૩ની સાલમાં આમની સભાએ તે પસાર કર્યું. ધારવામાં આવ્યું હતું તે પ્રમાણે ઉમરાવની સભાએ એ બિલ ફેંકી દીધું. આથી તેની ત્રણ લાગલગાટ બેઠકમાં એ બિલ પસાર કરવાની આમની સભાને કડાકૂટ કરવી પડી. ૧૯૧૪ની સાલમાં એ બિલ કાયદે બન્યું. અલ્સર સહિત સમગ્ર આયર્લેન્ડને એ કાયદો લાગુ પડતે હતે.
SR No.032709
Book TitleJagatna Itihasnu Rekha Darshan Part 02
Original Sutra AuthorN/A
AuthorJawaharlal Nehru, Manibhai B Desai
PublisherNavjivan Prakashan Mandir
Publication Year1945
Total Pages862
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size22 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy