SearchBrowseAboutContactDonate
Page Preview
Page 273
Loading...
Download File
Download File
Page Text
________________ ૯૪૦ જગતના ઇતિહાસનું રેખાદર્શન મચાવી મૂક્યો. સ્થિતિચુસ્ત ( કૉન્ઝરવેટીવ પક્ષ) તે। અલબત એની બિલકુલ વિરુદ્ધ હતા. ગ્લેંડસ્ટનના વિનીત ( લિબરલ ) પક્ષને પણ એ બિલ ગમતું નહેાતું અને એ પક્ષમાં બે ભાગલા પડ્યા. એક ભાગ સ્થિતિચુસ્ત સાથે જોડાઈ ગયા. એ પક્ષ હવે ‘ યુનિયનિસ્ટ ' ( જોડાણુની હિમાયત કરનારા ) પક્ષ કહેવાયા; ક્રમ કે તે આયર્લૅન્ડ સાથે ઇંગ્લેંડના જોડાણની હિમાયત કરતા હતા. હોમ લ બિલને ફેંકી દેવામાં આવ્યું અને તેની સાથે ગ્લેંડસ્ટનના હાદ્દાના પણ અંત આવ્યો. સાત વરસ પછી, ૧૮૯૩ની સાલમાં ૮૪ વરસની ઉંમરે ગ્લેંડર્સ્ટન ક્રી પાછા વડા પ્રધાન થયા. તેણે પોતાનું ખીજાં હામ રૂલ બિલ પાર્લમેન્ટમાં રજૂ કર્યું. આમની સભામાં બહુ જ એછી વધુમતીથી એ બિલ માંડ પસાર થઈ શકયું. પરંતુ બધાં ખિલાને ઉમરાવની સભા પસાર કરે ત્યાર પછી જ તે કાયદો બને છે અને ઉમરાવની સભા તે સ્થિતિચુસ્તો અને પ્રત્યાધાતીઓથી ભરેલી હતી. ઉમરાવની સભા એ ક ંઈ ચૂંટાયેલા સભ્યોની બનેલી નહોતી. તે તે વંશપરંપરાગત આવતા મોટા મોટા જમીનદારોની સભા હતી. એ ઉપરાંત તેમાં થાડા બિશપેા ( વડા પાદરી ) પણ હતા. આમની સભાએ પસાર કરેલા હામ લ બિલને ઉમરાવની સભાએ ઉડાવી દીધું. આમ, આયર્લૅન્ડને જે જોઈતું હતું તે મેળવવા માટેના પાર્ટીમેન્ટ દ્વારા કરવામાં આવેલા બંધારણીય પ્રયત્ને પણ નિષ્ફળ નીવડયા. આમ છતાં પણ સફળતા મળશે એ આશાએ આયરિશ રાષ્ટ્રીય પક્ષ અથવા આયુરેશ હામ લ પક્ષે પાર્લમેન્ટમાં પોતાનું કામ ચાલુ રાખ્યું. એકદરે આયર્લૅન્ડના લેાકાના વિશ્વાસ એ પક્ષ ધરાવતા હતા. પરંતુ આયર્લૅન્ડમાં કેટલાક લાંક એવા પણ હતા જેમને આ બંધારણીય રીતેા તથા બ્રિટિશ પાર્લમેન્ટમાંથી વિશ્વાસ ઊઠી ગયા હતાં. ધણા આયર્લૅન્ડવાસીઓ, એ શબ્દના સંકુચિત અર્થાંમાં રાજકારણથી કંટાળી ગયા અને તે સાંસ્કૃતિક તથા આર્થિક પ્રવૃત્તિઓમાં કામે લાગ્યા. ૨૦મી સદીનાં આરંભનાં વરસો દરમ્યાન આયર્લેન્ડમાં સાંસ્કૃતિક પુનર્જાગૃતિ થઈ અને ખાસ કરીને તે દેશની પુરાણી ગૅલિક ભાષાને સવન કરવાના પ્રયત્ન થયા. દેશનાં પશ્ચિમ તરફનાં પરગણાંમાં હજી એ ભાષા ચાલુ રહી હતી. આ કેલ્ટ શાખાની ભાષાનું સમૃદ્ધ સાહિત્ય હતું પરંતુ સદીના ઇંગ્લેંડના આધિપત્યે તેને શહેરમાંથી હાંકી કાઢી હતી અને ધીમે ધીમે તે લુપ્ત થતી જતી હતી. આયરિશ રાષ્ટ્રવાદીને લાગ્યું કે તેમની પોતાની ભાષા દ્વારા જ આયર્લૅન્ડ પોતાના આત્મા તથા તેની પુરાણી સંસ્કૃતિ જાળવી રાખી શકે એમ છે. આથી પશ્ચિમ વિભાગનાં ગામડાંઓમાંથી તેને પુનરુદ્ધાર કરીને તેને ભાષા બનાવવાના તેમણે ભારે પરિશ્રમ આૌં. આને માટે ગૅલિક લીગ નામની એક સંસ્થા સ્થાપવામાં આવી. બધે ઠેકાણે, અને ખાસ કરીને બધાયે પરાધીન દેશામાં તે તે દેશની રાષ્ટ્રભાષાના પાયા ઉપર રાષ્ટ્રીય ચળવળનું મંડાણ થાય ત
SR No.032709
Book TitleJagatna Itihasnu Rekha Darshan Part 02
Original Sutra AuthorN/A
AuthorJawaharlal Nehru, Manibhai B Desai
PublisherNavjivan Prakashan Mandir
Publication Year1945
Total Pages862
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size22 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy