SearchBrowseAboutContactDonate
Page Preview
Page 270
Loading...
Download File
Download File
Page Text
________________ લંડ અને આયર્લેન્ડ વચ્ચે સાત સદીને અથડે ૩૭ ખેડાણની જમીનનું ઘેટાં વગેરેને માટે ચરવાનાં બીડેમાં રૂપાન્તર થવાની પ્રક્રિયા આયર્લેન્ડમાં છેલ્લાં ૧૦૦ વરસથી માંડીને આજ સુધી નિરંતર ચાલુ રહી છે. ઇંગ્લંડમાં ઊનનું કાપડ બનાવવાનાં કારખાનાં થયાં એ એમ થવાનું મુખ્ય કારણ હતું. જેમ જેમ વધારે યંત્રને ઉપયોગ થવા લાગ્યું તેમ તેમ ઉત્પાદન વધતું જ ગયું. એને માટે ઉત્તરોત્તર વધારે ને વધારે ઊનની જરૂર પડવા લાગી. ખેતરે ખેડાય અને માણસે તેમાં કામે લાગે તેના કરતાં ઘેટાં માટેનાં બીડ આયર્લેન્ડના જમીનદારેને વધારે ફાયદાકારક થઈ પડ્યાં. બીડેમાં તે ઘેટાંની સંભાળ રાખવા માટે બહુ જ ઓછી મજૂરોની જરૂર હતી. આ રીતે ખેતીને મજૂરે વધારાના થઈ પડ્યા અને જમીનદારોએ તેમને કાઢી મૂક્યા. વાસ્તવમાં આછી વસ્તીવાળા આયર્લેન્ડમાં આ રીતે મજૂરોને હમેશાં “વધારો” રહેતું હતું અને ત્યાં આગળ વસ્તીને ઘટાડે તે ચાલુ જ રહ્યો. આયર્લેન્ડ એ “ઔદ્યોગિક” ઈંગ્લંડને કેવળ કા માલ પૂરો પાડનાર પ્રદેશ બની ગયો. ખેડાણું જમીનને બીડમાં ફેરવી નાખવાની આ જૂની પ્રક્રિયા હવે ઊલટી દિશામાં થવા લાગી છે અને હળને ફરી પાછું તેનું પોતાનું સ્થાન મળવા લાગ્યું છે. અજાયબીની વાત તે એ છે કે ૧૯૩૨ની સાલમાં ઇંગ્લેંડ અને આયર્લેન્ડ વચ્ચે શરૂ થયેલી વેપારી લડાઈને કારણે આ પરિણામ આવ્યું છે.. પિતાની જમીનથી દૂર રહીને માત્ર તેની આવકને જ ભગવટો કરનારા જમીનદારે નીચેના દુઃખી ગણોતિયા ખેડૂતોને પ્રશ્ન એ ૧૯મી સદીના મોટા ભાગ દરમ્યાન આયર્લેન્ડને મુખ્ય પ્રશ્ન રહ્યો હતે. છેવટે, તેમની જમીન ફરજિયાત રીતે ખરીદીને આ જમીનદારને સંપૂર્ણપણે દૂર કરવાને બ્રિટિશ સરકારે નિર્ણય કર્યો. આ ખરીદેલી જમીન પછીથી તેમના ગણોતિયાઓને આપવામાં આવી. અલબત્ત, જમીનદારેને એથી જરાયે નુકસાન થયું નહિ. સરકાર તરફથી તેમને તેમની જમીનની પૂરેપૂરી કિંમત મળી રહી. ગણોતિયાઓને જમીન મળી ખરી પણ તેની સાથે તેની કિંમતનો બેજે પણ મળ્યો. જમીનની આ કિંમત તેમને એકી વખતે આપવાની નહોતી પરંતુ નાના નાના વાર્ષિક હપતાથી આપવાની હતી. - ૧૭૯૮ના બળવા પછી લગભગ ૧૦૦ વરસ સુધી આયર્લેન્ડમાં કઈ માટે બળવો થવા પામ્યું નહિ. આગળની સદીઓમાં વખતેવખત થતા આ બળવાઓથી ૧૯મી સદી મુક્ત હતી. પરંતુ એનું કારણ એ નથી કે એ કાળમાં આયર્લેન્ડમાં સંતોષની લાગણી વ્યાપી હતી. છેલ્લે બળ, ભારે દુકાળ તથા વસતીને ઘટાડે વગેરેના થાકમાંથી પ્રજા હજી બેઠી થઈ નહોતી. વળી, કંઈક અંશે, એ સદીના ઉત્તરાર્ધમાં લેકનાં મન બ્રિટિશ પાર્લામેન્ટ તરફ વળ્યાં હતાં; ત્યાં ગયેલા આયરિશ સભ્ય તેમને માટે કંઈક કરી શકશે એવી આશા તેઓ સેવતા હતા. પરંતુ આમ છતાંયે કેટલાક આયર્લેન્ડવાસીઓ વખતો
SR No.032709
Book TitleJagatna Itihasnu Rekha Darshan Part 02
Original Sutra AuthorN/A
AuthorJawaharlal Nehru, Manibhai B Desai
PublisherNavjivan Prakashan Mandir
Publication Year1945
Total Pages862
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size22 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy