________________
૧૩૯. ઇંગ્લેંડ અને આયર્લેન્ડ વચ્ચે સાત સદીનો ઝઘડે
૪ માર્ચ, ૧૯૩૩ આફ્લેટિક મહાસાગર ઓળંગીને આપણે ફરી પાછાં જૂની દુનિયામાં જઈએ. દરિયાઈ કે હવાઈ માર્ગે પ્રવાસ કરતાં આયર્લેન્ડ પહેલવહેલું જોવામાં આવે છે. એટલે આપણે પહેલાં ત્યાં જ અટકીએ. આ હરિયાળો અને મનહર ટાપુ યુરોપની છેક પશ્ચિમે આવેલું છે. તે એક નાનકડે ટાપુ છે અને જગતના ઇતિહાસના મુખ્ય પ્રવાહોથી અળગો રહેલે છે. પરંતુ નાનકડે હોવા છતાં તે સાહસિક વૃત્તિથી ભરેલું છે અને રાષ્ટ્રીય સ્વતંત્રતાની લડતમાં તે સદીઓથી અજેય હિંમત અને બલિદાનની ભાવના દર્શાવતો આવ્યો છે. એક બળવાન પાડોશી સાથેની આ લડતમાં આયર્લેન્ડે આપણને આશ્ચર્યમાં ગરકાવ કરી મૂકે એવી ખંત અને ચીવટ બતાવ્યાં છે. ૭૫૦ કરતાંયે વધારે વરસોથી તેમની વચ્ચે તકરાર ચાલતી આવી છે અને હજી પણ તેનો નિવેડે આવ્યું નથી ! હિંદુસ્તાન, ચીન અને બીજા દેશમાં આપણે બ્રિટિશ સામ્રાજ્યવાદને તેના અમલી સ્વરૂપમાં નિહાળ્યું. પરંતુ આયર્લેન્ડને તે ઘણું લાંબા કાળથી એનું દમન વેઠવું પડ્યું હતું. પરંતુ તે સ્વેચ્છાથી કદીયે તાબે થયું નથી અને લગભગ દરેક પેઢીએ ઇંગ્લેન્ડ સામે ઊઠેલો બળવો ભાળ્યો છે. તેના વીરમાં વીર પુત્રો સ્વતંત્રતા માટે ઝૂઝતા ઝૂઝતા ખપી ગયા છે અથવા તે અંગ્રેજ સત્તાવાળાઓએ તેમને ફાંસીએ લટકાવ્યા છે. સંખ્યાબંધ આયર્લેન્ડવાસીઓ પોતાના પ્રારા વતનને છોડીને પરદેશમાં જઈ વસ્યા છે. પિતાના દેશ ઉપર આધિપત્ય ભોગવનાર તથા તેની પ્રજાને પડનાર દેશની સામે પોતાનું બળ અજમાવવાની તક મેળવવાને ખાતર ઘણુઓ ઇંગ્લેંડ સામે લડતાં વિદેશનાં લશ્કરમાં જોડાયા. આયર્લેન્ડમાંથી દેશવટે નીકળેલા લેક દૂર દૂરના અનેક દેશમાં ફેલાયા અને જ્યાં ગયા ત્યાં તેમણે પિતાના હૃદયમાં આયર્લેન્ડની ભાવના સંઘરી રાખી.
દુઃખમાં ડૂબેલી વ્યક્તિઓ તથા પીડિત અને પિતાનાં બંધનોમાંથી છૂટવાને મથતા દેશે તથા જેઓ અસંતુષ્ટ છે અને જેમને વર્તમાન પરિસ્થિતિમાં કશે આનંદ હોતો નથી તે બધા ભૂતકાળ તરફ નજર કરવાને તથા તેમાંથી આશ્વાસન ખેળવાને પ્રયત્ન કરે છે. આ ભૂતકાળને તેઓ વાસ્તવમાં હોય તેના કરતાં મોટું સ્વરૂપ આપે છે અને વીતી ગયેલી મહત્તાના ચિંતનમાં આશ્વાસન મેળવે છે. જ્યારે વર્તમાન અંધકારમય હોય છે ત્યારે ભૂતકાળ આસાએશ અને પ્રેરણાદાયી આશ્રયસ્થાન બની જાય છે. પુરાણી ફરિયાદે ડંખ્યા કરે છે અને તે ભુલાતી નથી. નિરંતર ભૂતકાળ તરફ જ નજર કર્યા કરવી એ રાષ્ટ્રને માટે સ્વાસ્થનું ચિહ્ન નથી. સ્વાસ્થવાળી પ્રજાએ તથા દેશે વર્તમાનમાં કાર્યશીલ રહે છે અને ભવિષ્ય તરફ પિતાની નજર રાખે છે. પરંતુ પરતંત્ર વ્યક્તિ કે