SearchBrowseAboutContactDonate
Page Preview
Page 254
Loading...
Download File
Download File
Page Text
________________ અમેરિકામાં આંતરવિગ્રહ નામનું એક અસાધારણ પ્રકારનું અર્ધ-ગુપ્ત મંડળ સ્થાપવામાં આવ્યું. તેના સભ્યો બુરખો ઓઢીને ફરતા અને હબસીઓમાં ત્રાસ વર્તાવતા. ચૂંટણી વખતે તેઓ એ રીતે તેમને મત આપતાં પણ અટકાવતા. છેલ્લી અર્ધી સદી દરમ્યાન હબસીઓએ કંઈક પ્રગતિ કરી છે. કેટલાક મિલકતવાળા પણ થયા છે તથા તેમની પાસે કેટલીક સુંદર કેળવણીની સંસ્થાઓ પણ છે. પરંતુ હબસીઓ હજી પણ ચોક્કસપણે એક પરાધીન અથવા તાબેદાર જાતિ છે. યુનાઈટેડ સ્ટેટ્સમાં તેમની વસતી એક કરોડ વીસ લાખની એટલે તેની કુલ વસતીના દસ ટકા જેટલી છે. ઉત્તરના કેટલાક ભાગમાં છે તેમ જ્યાં જ્યાં તેમની વસતી ઓછી છે ત્યાં તેમને ચલાવી લેવામાં આવે છે પરંતુ તેમની સંખ્યા વધવા પામે કે તરત જ તેમના ઉપર સખત દાબ રાખવામાં આવે છે તથા પહેલાંના ગુલામો કરતાં તેમની દશા ઝાઝી સારી નથી એવો અનુભવ તેમને કરાવવામાં આવે છે. સર્વત્ર તેમને અળગા રાખીને ગોરાઓથી વેગળા રાખવામાં આવે છે. હોટેલ, વીશીઓ, બાગબગીચાઓ, દેવળે, કલેજે, નાહવાનાં સ્થાને, ટ્રામ અરે દુકાનમાં પણ તેમને અળગા રાખવામાં આવે છે! રેલવેમાં તેમને માટે ખાસ જુદા ડમ્બા રાખવામાં આવે છે અને તેને “ જીમ ક્રોકાર” કહેવામાં આવે છે. હબસી અને ગેરા વચ્ચેનાં લગ્નોની કાયદાથી મનાઈ કરવામાં આવી છે. સાચે જ અમેરિકામાં આ બાબતમાં તરેહતરેહના ચિત્રવિચિત્ર કાયદાઓ છે. અરે, હમણાં જ છેક ૧૯૨૬ની સાલમાં કાયદે કરીને હબસી તથા ગેરાઓને એક જ ભેંયતળિયા ઉપર બેસવાની મનાઈ કરવામાં આવી છે ! કેટલીક વાર ગોરાઓ અને હબસીઓ વચ્ચે ભયંકર જાતિ વિરોધી અથવા કોમી રમખાણ થાય છે. દક્ષિણમાં “લિંચિંગ'ના ભયાનક બનાવો બને છે. હબસીએ કંઈક ગુને કર્યો છે એવી શંકા લાવીને ગોરાઓનું ટોળું તેના ઉપર તૂટી પડે અને તેને અમાનુષી રીતે મારી નાખે તેને “લિંચિંગ' કહેવામાં આવે છે. હમણાં હમણાં ગોરાનાં ટોળાંએ હબસીઓને જીવતા બાળી મૂક્યાના પણ ઘણા બનાવો બન્યા છે. આખા યુનાઈટેડ સ્ટેટ્સમાં અને ખાસ કરીને દક્ષિણનાં રાજ્યમાં હજી પણ હબસીઓની દશા બહુ જ વસમી છે. દક્ષિણનાં કેટલાંક રાજ્યોમાં જ્યારે મજૂરની તંગી પડે ત્યારે ઘણી વાર ખેટ આરોપ ઉપજાવી કાઢીને નિર્દોષ હબસીઓને જેલમાં મોકલવામાં આવે છે અને એવા કેદીઓને દામ લઈને મજૂરી કરવા માટે સેંપવામાં આવે છે. આ અતિશય ખરાબ છે પરંતુ એની આસપાસ પ્રવર્તતી પરિસ્થિતિ તે ભારે આઘાતજનક છે. આ ઉપરથી આપણે જોઈ શકીએ છીએ કે કાયદાએ અપેલી સ્વતંત્રતાની ઝાઝી કિંમત નથી. '
SR No.032709
Book TitleJagatna Itihasnu Rekha Darshan Part 02
Original Sutra AuthorN/A
AuthorJawaharlal Nehru, Manibhai B Desai
PublisherNavjivan Prakashan Mandir
Publication Year1945
Total Pages862
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size22 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy