SearchBrowseAboutContactDonate
Page Preview
Page 247
Loading...
Download File
Download File
Page Text
________________ ૯૧૪ જગતના ઈતિહાસનું રેખાદર્શન • યુનાઈટેડ સ્ટેટ્સ – આ સ્વતંત્ર રાજ્યને એ નામથી ઓળખવામાં આવે છે –સ્વતંત્ર થયું ત્યાર પછી ડાં જ વરસમાં ક્રાંસની ક્રાંતિ થઈ અને તે પછી નેપોલિયનના વિગ્રહ થયા. નેપોલિયન તથા ઈગ્લેંડ બંને એકબીજાના વેપારરોજગારને નાશ કરવા પ્રયાસ કરી રહ્યાં હતાં. અને આમ કરવા જતાં યુનાઈટેડ સ્ટેટ્સ સાથે અથડામણમાં આવ્યાં. અમેરિકાને દરિયાપારને વેપાર બિલકુલ બંધ પડ્યો અને એને પરિણામે ૧૮૧૨ની સાલમાં તેને ઈગ્લેંડ સાથે બીજા વિગ્રહમાં ઊતરવું પડ્યું. આ બે વરસના વિગ્રહમાં સેંધવા જેવું કશું બનવા પામ્યું નહિ. આ વિગ્રહ દરમ્યાન નેપોલિયનને એબ ટાપુમાં પૂરી દેવામાં આવ્યું અને હવે ઇંગ્લંડના હાથ છૂટા પડ્યા. એટલે અંગ્રેજોએ પાટનગર વૈશિંગ્ટનને કબજે લીધે અને તેના ધારાસભાગૃહ તથા પ્રમુખના નિવાસસ્થાન હાઈટ હાઉસ સહિત તેની બધી મહત્ત્વની ઇમારતને નાશ કરવામાં આવ્યું. પરંતુ છેવટે અંગ્રેજોને હરાવવામાં આવ્યા. આ વિગ્રહ પહેલાં પણ યુનાઈટેડ સ્ટેસે દક્ષિણમાં જમીનને એક મોટો ટુકડો ઉમેર્યો હતે. એ લુઈસિયાનાનું જૂનું ફ્રેન્ચ સંસ્થાન હતું. પરંતુ બ્રિટિશ નૌકાકાફલાના હુમલાથી નેપલિયન તેનું રક્ષણ કરવા અસમર્થ હતું એટલે તેણે એ સંસ્થાન યુનાઈટેડ સ્ટેટ્સને વેચી દીધું. થોડાં વરસ બાદ ૧૮૨૨ની સાલમાં યુનાઈટેડ સ્ટેટ્સે સ્પેન પાસેથી ફલેરીડા ખરીદી લીધું અને ૧૮૪૮માં મેકિસકે સાથેના વિજયવંત વિગ્રહને પરિણામે દક્ષિણ-પશ્ચિમ ભાગમાં કેલિફોર્નિયા સહિત બીજા કેટલાંક રાજ્ય ઉમેરાયાં. આ ભાગનાં ઘણું શહેરનાં નામે હજીયે સ્પેનિશ છે અને તે એક વખતે ત્યાં આગળ સ્પેનવાસીઓ અથવા તે સ્પેનિશ ભાષા બેલનારા મેકિસકના લેકે શાસન કરતા હતા તેની આપણને યાદ આપે છે. સીનેમેડમનું મહાન શહેર લેસ એન્જલ્સ તથા સાનફ્રાંસિસ્કોનાં નામ આપણે સૌએ સાંભળ્યાં છે. જ્યારે યુરોપમાં ક્રાંતિ તથા દમનના ઉપરાછાપરી પ્રયત્નો થઈ રહ્યા હતા તે દરમ્યાન યુનાઈટેડ સ્ટેટ્સ પશ્ચિમ તરફ પિતાને ફેલાવે કરી રહ્યું હતું. યુરોપમાં ચાલતા દમને પરદેશગમનને ઉત્તેજન આપ્યું અને બહોળો પ્રદેશ તથા મજૂરીના ઊંચા દરની વાત એ યુરોપના દેશમાંથી સંખ્યાબંધ લોકોને તે તરફ આકર્ષા. વસતી પશ્ચિમ તરફ પથરાતી ગઈ તેમ તેમ નવાં નવાં રાજ્ય સ્થાપીને સંયુક્ત રાજ્યમાં ઉમેરવામાં આવ્યાં. આરંભથી જ ઉત્તરનાં અને દક્ષિણનાં રાજ્યો વચ્ચે ભારે તફાવત હતા, ઉત્તરનાં રાજ્ય ઉદ્યોગપ્રધાન હતાં. ત્યાં આગળ મોટા મોટા યંત્રોદ્યોગે ઝડપથી ફેલાયા. દક્ષિણ વિશાળ ખેતરે અથવા બગીચાઓનો મુલક હતા અને તેમાં ગુલામેની મજૂરીથી મેટા પાયા ઉપર ખેતી કરવામાં આવતી હતી. ગુલામીની પ્રથા ત્યાં કાયદેસર હતી પરંતુ ઉત્તરમાં તે લેકપ્રિય નહતી. વળી ઉત્તરમાં
SR No.032709
Book TitleJagatna Itihasnu Rekha Darshan Part 02
Original Sutra AuthorN/A
AuthorJawaharlal Nehru, Manibhai B Desai
PublisherNavjivan Prakashan Mandir
Publication Year1945
Total Pages862
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size22 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy