________________
૯૧૦
જગતના ઇતિહાસનુ` રેખાદર્શન
આપણને સત્ર મળી આવે છે. યુરોપનાં બધાંયે રાષ્ટ્રમાં એને જ મળતા રાષ્ટ્રીય નમૂનાએ પેદા થયા છે અને અમેરિકા તથા એશિયામાં પણ એમ જ છે.
આ
ઇંગ્લંડ તથા પશ્ચિમ યુરોપની સમૃદ્ધિ અને જાહેજલાલી ઔદ્યોગિક મૂડીવાદના વિકાસને આભારી હતી. નફા માટેની તેની અવિરત શેાધમાં મૂડીવાદ આગળ ને આગળ વધતા જ ગયા. સફળતા અને ન એ એ દેવા જ લેાકેાની પૂજા પામવા લાગ્યા; કેમ કે મૂડીવાદને ધર્મ કે નીતિમત્તા સાથે કશી લેવાદેવા નહેતી. એ તો વ્યક્તિ વ્યક્તિ વચ્ચે તથા રાષ્ટ્ર રાષ્ટ્ર વચ્ચે જીવલેણુ સ્પર્ધાના સિદ્ધાંત હતા એમાં પાછળ રહી જનારા ભલેને જહાનમમાં પડતા. વિકટારિયા યુગના અંગ્રેજો પોતાની ધાર્મિ ક સહિષ્ણુતા માટે ભારે ગૌરવ લેતા હતા. વિજ્ઞાન અને પ્રગતિમાં તેમને શ્રદ્ધા હતી અને વેપારરાજગારમાં તથા સામ્રાજ્ય ઊભું કરવામાં તેમને મળેલી સફળતાને કારણે પોતે કઈક વિશિષ્ટ પ્રકારના લેકે છે અને પોતાની ખાસ યોગ્યતાને કારણે જીવનની હરીફાઈમાં ટકી નીકળ્યા છે એમ તેઓ માનવા લાગ્યા હતા. જીવનની હરીફાઈમાં સબળા જ ટકે છે એમ ડાર્વિને નહાતું કહ્યું ? ધ પરત્વેની તેમની સહિષ્ણુતા સાચુ જોતાં તેમની એ વિષેની ખેપરવાઈ હતી. આર. એચ. ટોની નામના એક અંગ્રેજ લેખકે આ પરિસ્થિતિનું બ્યાન વધારે સારી રીતે કર્યું છે. તે કહે છે કે, શ્વિરને દુન્યવી બાબતમાંથી દૂર કરીને તેને યોગ્ય સ્થાને ગેઠવી દેવામાં આવ્યા છે. “ આ પૃથ્વી ઉપર છે તે જ પ્રમાણે સ્વર્ગમાં પણ બંધારણીય રાજાશાહી વર્તે છે. ” ધનિક મધ્યમ વર્ગોના લોકાને આવા અભિપ્રાય હતો પરંતુ આમવના લેાકા એથી કરીને ક્રાંતિકારી વિચારોથી અળગા રહેશે એ આશાએ દેવળામાં જવા માટે તથા ધર્માચરણ માટે તેમને ઉત્તેજન આપવામાં આવતું હતું. ધાર્મિક બાબતમાં સહિષ્ણુતા રાખવામાં આવતી હતી એને અ એ નથી કે ખીજી બધી બાબતોમાં પણ એવું જ સહિષ્ણુતાનું વલણ રાખવામાં આવતું હતું. જે બાબતોને પ્રજાને મોટો ભાગ મહત્ત્વની ગણતા હોય તે પરત્વે સહિષ્ણુતા નહાતી અને જરા સરખી તંગ પરિસ્થિતિ પેદા થતાં બધાયે સહિષ્ણુતા અદૃશ્ય થઈ ન્નય છે. હિંંદમાંની બ્રિટિશ સરકાર ધર્મની બાબતમાં પરમ સહિષ્ણુ છે અને એ વસ્તુ એને સહજ હોય એવા દેખાવ કરે છે. સાચી વાત એ છે કે, ધર્મ જહાનમમાં પડે એની એને લેશ પણ પરવા નથી. પરંતુ એની રાજનીતિ કે એનાં કાર્યાંની જરાસરખી પણ ટીકા કરવામાં આવે કે તરત એના કાન ટટાર થઈ જાય છે અને એ પછી કાઈ યે એના ઉપર સહિષ્ણુતાનું તહોમત નહિ મૂકી શકે ! જેટલા પ્રમાણમાં તાણુ વધારે તેટલા પ્રમાણમાં વધારે પતન થાય, અને તાણ જો ધણી વધી જાય તે સરકાર સહિષ્ણુતાને બંધાયે ડાળ બાજુએ મૂકી દે છે અને છડેચોક તથા નિલજ્જપણે દમન અને ત્રાસને
,
――――