________________
જગતના ઇતિહાસનું રેખાદર્શન તે આ માર્ક્સવાદ એ શી વસ્તુ છે? ઈતિહાસ, રાજકારણ, અર્થશાસ્ત્ર તથા મનુષ્યજીવન અને મનુષ્યની કામનાઓનું રહસ્ય સમજાવવાની તે એક પદ્ધતિ છે. એ એક સિદ્ધાંત છે તેમ જ કાર્ય માટેની હાકલ પણ છે. મનુષ્યજીવનની ઘણીખરી પ્રવૃત્તિઓનું રહસ્યસ્ફોટન કરનાર એ એક ફિલસૂફી છે. મનુષ્યના ભૂત, વર્તમાન તથા ભવિષ્યના ઇતિહાસને નસીબ કે કિસ્મતના અફર કાયદાની જેમ કંઈક અનિવાર્ય કારણ૫રંપરાના રૂપમાં ગોઠવી દેવાનો એ પ્રયત્ન છે. જીવન એટલું બધું કારણપરંપરાબદ્ધ છે કે કેમ અને તેથી તે જડ અને અફર નિયમ તથા પદ્ધતિ ઉપર નિર્ભર છે કે કેમ તે બહુ સ્પષ્ટતાથી જોઈ શકાતું નથી અને ઘણા લોકો એ બાબતમાં શંકાશીલ છે. પરંતુ માકર્સે તે ભૂતકાલીન ઈતિહાસનું એક વૈજ્ઞાનિકની પેઠે અવલેકન કર્યું છે અને તેમાંથી કેટલાંક અનુમાન તારવ્યાં છે. તેણે જોયું કે છેક આરંભકાળથી માણસને પિતાનું જીવન ટકાવવાને અર્થે સંગ્રામ ખેડવું પડતું હતું. એ નિસર્ગ સામેને તેમ જ તેના જ જેવા બીજા માણસે સામેને સંગ્રામ હતે. ખોરાક તથા જીવનની ઈતર જરૂરિયાત મેળવવા માટે માણસ શ્રમ કરતે અને જેમ જેમ વખત જતે ગમે તેમ તેમ તેની એમ કરવાની રીત પણ બદલાતી ગઈ તથા તે ઉત્તરોત્તર વધારે અટપટી અને વિકસિત થતી ગઈ. માકર્સના મત પ્રમાણે જીવન ટકાવવાને જરૂરી સાધન પેદા કરવાની દરેક યુગની આ પદ્ધતિઓ મનુષ્યના તેમ જ સમાજના જીવનમાં અતિશય મહત્ત્વની વસ્તુ છે. ઈતિહાસના દરેક યુગમાં એમનું પ્રભુત્વ હોય છે, તે યુગની હરેક પ્રવૃત્તિ તથા સામાજિક સંબધે ઉપર તેમની અસર હોય છે અને તેમનામાં ફેરફાર થવાને પરિણામે મેટાં મેટાં અતિહાસિક તેમ જ સામાજિક પરિવર્તન થવા પામે છે. આ પત્રોમાં આવા ફેરફારની મહાન અસરનું આપણે થોડેઘણે અંશે અવલેકન કર્યું છે. દાખલા તરીકે, પહેલવહેલી ખેતી દાખલ થઈ ત્યારે તેણે સમાજજીવનમાં ભારે ફેરફાર કર્યા. ભટકતા ગોપ લેકે ઠરીઠામ થઈને રહેવા લાગ્યા અને તેને પરિણામે શહેરે તથા ગામડાં ઊભાં થયાં. વળી ખેતીની પેદાશ વધી એટલે માલની બચત થવા લાગી. એથી કરીને વસતી વધી, સંપત્તિ તથા આરામ વધ્યાં અને એને લીધે જુદી જુદી કળાઓ તથા હુન્નરને ઉદય થવા પામે. એથીયે વિશેષ નજરમાં આવે એવો દાખલે ઔદ્યોગિક ક્રાંતિને છે. એ સમયે ઉત્પાદનને અર્થે પ્રચંડ યંત્ર દાખલ થયાં અને એને પરિણમે સમાજમાં બીજું મહાન પરિવર્તન થવા પામ્યું. અને આવાં તે બીજાં અનેક ઉદાહરણ છે. - ઈતિહાસના કઈ પણ યુગની ઉત્પાદનની પદ્ધતિ તે સમયના લેકે એ કરેલા વિકાસની કોટિને અનુરૂપ હોય છે. ઉત્પાદનના આ કાર્ય દરમ્યાન તથા તેને પરિણામે માણસ માણસ વચ્ચે અમુક પ્રકારના (જેમ કે વસ્તુઓનું સાટું,