________________
કાલ માકર્સ અને મજૂરના સગઠનનો વિકાસ ૮૫ વખતોવખત તેને નિષ્ફળતા મળે તે છતાંયે લડત તે અનિવાર્યપણે પિતાના નિશ્ચિત ધ્યેય તરફ પ્રગતિ કરતી જ રહે છે.
૧૮૮૯ત્ની સાલમાં શરૂ કરવામાં આવેલા બીજા આંતરરાષ્ટ્રીય મજૂરસંઘની સંખ્યા તેમ જ પ્રતિષ્ઠામાં વૃદ્ધિ થવા પામી. થોડાં વરસ બાદ માલાટેસ્ટાના અરાજકતાવાદી અનુયાયીઓને તેઓ પાર્લામેન્ટમાં જવા માટેના મતાધિકારને લાભ ઉઠાવવા તૈયાર નહોતા એટલા માટે સંઘમાંથી કાઢી મૂકવામાં આવ્યા. બીજા આંતરરાષ્ટ્રીય મજૂર સંઘના સમાજવાદીઓએ પિતાના વર્તનથી એ પુરવાર કર્યું કે તેમની સહિયારી લડતના પહેલાંના સાથીઓનો સંબંધ ટકાવી રાખવા કરતાં પાર્લમેન્ટની પ્રવૃત્તિ તેમને વધારે પસંદ હતી. યુરેપમાં યુદ્ધ ફાટી નીકળે એ પ્રસંગે સમાજવાદીઓની ફરજ વિષે તેમણે ઉદ્દામ નિવેદનો કર્યા હતાં. પિતાના કાર્યને અંગે સમાજવાદીઓ દેશ કે રાષ્ટ્રની સરહદને માન્યતા આપતા નહોતા. એ શબ્દના સામાન્ય અર્થમાં તેઓ રાષ્ટ્રવાદીઓ નહોતા. તેઓ યુદ્ધને સામને કરવાની વાત કરતા હતા. પરંતુ ૧૯૧૪ની સાલમાં યુદ્ધ ખરેખર ફાટી નીકળ્યું ત્યારે બીજા આંતરરાષ્ટ્રીય મજૂરસંઘનું આખું તંત્ર કકડી પડયું અને બધા દેશના સમાજવાદીઓ તથા મજૂરપક્ષે – ક્રેપિટકીન જેવા અરાજકતાવાદીઓ સુધ્ધાં–ઝનૂની રાષ્ટ્રવાદીઓ બની ગયા અને બીજા લે કોની પેઠે તેઓ પણ ઇતર દેશોને ધિક્કારતા થઈ ગયા. માત્ર ગણ્યાગાંઠ્યા લેકે એ યુદ્ધનો વિરોધ કર્યો અને એને પરિણામે તેમને અનેક રીતે ભારે સંકટો વેઠવાં પડ્યાં – કેટલાકને તે લાંબા સમય સુધી કારાવાસ પણ સેવવો પડ્યો.
યુદ્ધ પૂરું થયા બાદ ૧૯૧૯ની સાલમાં લેનીને મોસ્કમાં નવો આંતરરાષ્ટ્રીય મજદૂરસંધ સ્થાપે. એ કેવળ સામ્યવાદીઓની સંસ્થા હતી. જેઓ છડેચોક સામ્યવાદી હોય તેઓ જ એમાં જોડાઈ શકે એમ હતું. આ આંતરરાષ્ટ્રીય મજૂરસંઘ હજીયે ચાલુ છે અને તે ત્રીજો આંતરરાષ્ટ્રીય મજૂરસંધ કહેવાય છે. યુદ્ધ પૂરું થયા પછી જૂના બીજા આંતરરાષ્ટ્રીય મજૂરસંઘના અવશેષરૂપ લેકો પણ ધીમે ધીમે એકત્ર થયા. મેસ્કોના નવા ત્રીજા આંતરરાષ્ટ્રીય મજૂરસંઘમાં તે એમાંના બહુ જૂજ લોકો જોડાયા. એમાંના મોટા ભાગના લોકોને તે મોસ્કો તેમ જ તેના સિદ્ધાંત પ્રત્યે તીવ્ર અણગમે હતે. તેઓ તે ડેઘણે અંશે પણ તે તરફ જવા નારાજ હતા. તેમણે બીજે આંતરરાષ્ટ્રીય મજદૂરસંધ ફરીથી ચાલુ કર્યો. એ સંધ પણ આજે ચાલુ છે. આમ આજે મજૂરોની બે આંતરરાષ્ટ્રીય સંસ્થાઓ મેજૂદ છે. અને તે ટૂંકમાં બીજા તથા ત્રીજા આંતરરાષ્ટ્રીય સંધના નામથી ઓળખાય છે. પરંતુ આશ્ચર્યની વાત તે એ છે કે એ બંને સાથે માકર્સના અનુયાયી હોવાને દાવો કરે છે. પરંતુ તેઓ બંને માકર્સના સિદ્ધાંતને પિતપતાને જુદો અર્થ કરે છે, અને