SearchBrowseAboutContactDonate
Page Preview
Page 211
Loading...
Download File
Download File
Page Text
________________ ૮M, જગતના ઇતિહાસનું રેખાદર્શન આપણી આજની અપૂર્ણ દુનિયાને ખ્યાલ કરતાં આદર્શ તરીકે પણ એ આપણાથી બહુ દૂર છે અને આપણે આધુનિક સુધારે એટલે બધે જટિલ અને અટપટે છે કે આટલા સીધા સાદા ઉપાયથી એને ઉકેલ કરી શકાય એમ નથી. ૧૩૩. કાર્લ માકર્સ અને મજૂરોના સંગઠનને વિકાસ ૧૪ ફેબ્રુઆરી, ૧૭૩ ૧લ્મી સદીના વચગાળામાં યુરોપના મજૂરવર્ગ તથા સમાજવાદી દુનિયામાં એક ને અને પ્રભાવશાળી પુરુષ આગળ આવ્યો. આ પુરુષ તે કાર્લ માકર્સ એના નામનો ઉલ્લેખ આ પત્રમાં આગળ થઈ ચૂક્યો છે. તે જર્મને યહૂદી હતા અને ૧૮૧૮ની સાલમાં જમ્યો હતો. તેણે કાયદે, તત્વજ્ઞાન તથા ઈતિહાસનું અધ્યયન કર્યું હતું. તેણે એક છાપું કાઢવું હતું અને તેને લીધે તે જર્મન સત્તાધીશેની સાથે અથડામણમાં આવ્યો. પછી તે પેરિસ ગયે. ત્યાં આગળ તે નવા માણસોના પરિચયમાં આવ્યો અને અરાજકતાવાદ, સમાજવાદ વગેરે નવા વિષયનાં પુસ્તકે તેણે વાંચ્યાં અને પરિણામે તે સમાજવાદી વિચારોનો પુરસ્કર્તા બને. અહીંયાં તે ઇંગ્લંડમાં જઈ વસેલા અને ત્યાં આગળ સુતરાઉ કાપડના ખીલતા જતા ઉદ્યોગમાં ધનિક કારખાનદાર બનેલા ફ્રેડરિક એન્જલ્સ નામના એક જર્મનના સમાગમમાં આવ્યું. એન્જલ્સ પણ પ્રચલિત સામાજિક પરિસ્થિતિથી દુઃખી અને અસંતુષ્ટ થયું હતું અને પિતાની આસપાસ પ્રવર્તી રહેલાં શેષણ તથા દારિદ્રના ઇલાજે શોધવામાં તેનું મન પરોવાયું હતું. ઓવનના વિચારે તથા પરિસ્થિતિ સુધારવાના તેના પ્રયાસેએ તેના ઉપર અસર કરી હતી અને તે એવનનો અનુયાયી બન્યું હતું. તે પેરિસ ગયો ત્યારે કાર્લ માકર્સ જેડે તેને પહેલવહેલે મેળાપ થયો. એને પરિણામે તેના વિચારે બદલાયા. માર્ક્સ અને એન્જલ્સ હમેશને માટે દિલેજાન મિત્ર અને સહકાર્યકર્તા બની ગયા. બંનેના વિચારે એક જ હતા અને સમાન ધ્યેય પ્રાપ્ત કરવા માટે બંનેએ સાથે મળી મન મૂકીને કાર્ય કરવા માંડયું. ઉંમરમાં પણ તેઓ બંને લગભગ સરખા હતા. તેમનો સહકાર એટલે બધા નિકટને હતું કે તેમણે બહાર પાડેલાં ઘણુંખરાં પુસ્તકે બંનેએ મળીને લખેલાં હતાં. તે વખતની ક્રાંસની સરકારે – તે વખતે ત્યાં લૂઈ ફિલીપને અમલ ચાલુ હત–માકર્સને પેરિસમાંથી હાંકી કાઢ્યો પછી તે લંડન ગયે અને ત્યાં ઘણાં વરસ સુધી રહ્યો. અહીં તે બ્રિટિશ મ્યુઝિયમના પુસ્તકાલયમાં અભ્યાસ કરવામાં ગરક થઈ ગયે. અભ્યાસમાં તેણે ભારે જહેમત ઉઠાવી અને પિતાના
SR No.032709
Book TitleJagatna Itihasnu Rekha Darshan Part 02
Original Sutra AuthorN/A
AuthorJawaharlal Nehru, Manibhai B Desai
PublisherNavjivan Prakashan Mandir
Publication Year1945
Total Pages862
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size22 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy