SearchBrowseAboutContactDonate
Page Preview
Page 208
Loading...
Download File
Download File
Page Text
________________ સમાજવાદને ઉદય ૮૭૫ તાબાના બીજા દેશોના શેષણને કારણે ત્યાં આગળ સંપત્તિને ધેધ વહેતો રહ્યો. આ અઢળક દેલતને અમુક હિસ્સો મજૂરોને પણ મળ્યો અને પરિણામે તેમનું જીવનનું ધેરણ પહેલાં તેમણે કદી ન અનુભવેલું એટલું ઊંચું થયું. સમૃદ્ધિ અને ક્રાંતિ એ બે વચ્ચે કશું સામાન્ય તત્વ નથી; એટલે ઇંગ્લંડના મજૂરને ક્રાંતિ માટે પહેલાંને જુસ્સે અદશ્ય થઈ ગયે. ઈંગ્લેંડને સમાજવાદ પણ અતિશય મેળો બની ગયે. શત્રુને સીધી લડત ન આપતાં તેને ધીમે ધીમે થકવી મારવાની ફેબિયસ નામના પ્રાચીન રેમના એક સેનાપતિની લડાઈની વ્યુહરચના ઉપરથી એ ફોબિયન સમાજવાદ તરીકે ઓળખાયા. ૧૮૬૭ની સાલમાં ઇંગ્લંડમાં મતાધિકારનું ક્ષેત્ર વિસ્તૃત કરવામાં આવ્યું અને શહેરના કેટલાક મજૂરને મત આપવાનો હક પ્રાપ્ત થયું. મજૂર મહાજનો એટલાં બધાં આબાદ અને શાણું બની ગયાં હતાં કે મજૂરોના મતે ઈંગ્લંડની લિબરલ પાટને (વિનીત પક્ષને) મળવા લાગ્યા. જ્યારે ઈગ્લેંડ ભારે આબાદીને કારણે ભર્યુંભાયું અને આત્મસંતુષ્ટ બની ગયું હતું ત્યારે યુરેપ ખંડમાં એક નવી જ વિચારસરણને પ્રોત્સાહન અને ટેકે મળી રહ્યાં હતાં. આ નવીન વિચારસરણ અથવા સિદ્ધાંત તે અરાજકતાવાદ. એને વિષે કશુંયે ન જાણનાર લે કે એ શબ્દથી ભડકે છે. અરાજકતાવાદને અર્થ એ છે કે, બની શકે ત્યાં સુધી સમાજમાં હકૂમત કરનાર કેન્દ્રસ્થ સરકાર ન જોઈએ અને સમાજની પ્રત્યેક વ્યક્તિને મોટા પ્રમાણમાં સ્વતંત્રતા મળવી જોઈએ. અરાજકતાવાદને આદર્શ અતિશય ઉન્નત હતે. અરાજકતાવાદ એટલે “પરોપકાર, ઐક્ય તથા બીજાઓના હક્કો પ્રત્યેના સ્વેચ્છાપૂર્વકના આદર ઈત્યાદિના પાયા ઉપર રચાયેલું લકતંત્ર.’ રાજ્ય તરફના કોઈ પણ પ્રકારના દબાણ કે બળજબરીને એમાં સ્થાન નહોતું. થરે નામના એક અમેરિકને કહ્યું છે કે, “જે બિલકુલ શાસન નથી કરતી તે સરકાર ઉત્તમ છે અને જ્યારે મનુષ્યો એને માટે યોગ્ય બનશે ત્યારે તેમને એવા જ પ્રકારની સરકાર પ્રાપ્ત થશે.” સમાજની પ્રત્યેક વ્યક્તિ સંપૂર્ણપણે સ્વતંત્ર હેય, દરેક જણ બીજા બધાના અધિકાર પ્રત્યે આદર દાખવે, સર્વત્ર નિઃસ્વાર્થતાનું વાતાવરણ હોય તથા પરસ્પર સ્વેચ્છાપૂર્વકનો સહકાર હેય – એ આદર્શ તે બહુ જ સુંદર લાગે છે. પરંતુ સ્વાર્થવૃત્તિ અને હિંસાથી ભરેલી આજની દુનિયા તે એનાથી બહુ દૂર છે. કેન્દ્રીય સરકાર હોવી જ ન જોઈએ અથવા તે હેય તે ઓછામાં ઓછું શાસન કરનારી હેવી જોઈએ એ પ્રકારની અરાજકતાવાદીઓની માગણી લેકે નિરંકુશ અને આપખુદ રાજ્યતંત્ર નીચે લાંબા વખતથી પીડાઈ રહ્યા હતા તેને પરિણામે ઉદભવી હોવી જોઈએ. રાજ્યતંત્રે તેમને ચગદી નાખ્યા હતા તથા તેમના ઉપર ભારે ત્રાસ વર્તાવ્યું હતું એટલે તેમને લાગ્યું કે
SR No.032709
Book TitleJagatna Itihasnu Rekha Darshan Part 02
Original Sutra AuthorN/A
AuthorJawaharlal Nehru, Manibhai B Desai
PublisherNavjivan Prakashan Mandir
Publication Year1945
Total Pages862
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size22 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy