SearchBrowseAboutContactDonate
Page Preview
Page 202
Loading...
Download File
Download File
Page Text
________________ લોકશાહીની પ્રગતિ એનાથી વંચિત રાખવામાં આવે છે. જે એ અભિપ્રાય ખરો હોય તો અસત્યને બદલે સત્ય પામવાની તકથી તેઓ વંચિત રહે છે. જે તે અભિપ્રાય ટો હોય તો તેમાં રહેલી ભૂલ સાથે સત્યની અથડામણ થવાને કારણે થતા સત્યના વધારે સ્પષ્ટ આકલનને ભારે લાભ તેઓ ગુમાવે છે. . . . જે અભિપ્રાયેને આપણે રૂંધી દેવાનો પ્રયાસ કરીએ છીએ તે સર્વથા ખોટા જ હોય છે એમ આપણે કદીયે ખાતરીપૂર્વક કહી શકીએ નહિ. અને આપણને એવી ખાતરી હોય તો તેને રૂંધી દેવા એ વસ્તુ સ્વતઃ જ એક અનિષ્ટ છે.” મતાંધ ધર્મ કે આપખુદીની સાથે આવા વલણનો મેળ બેસી શકે નહિ. એ તો એક સત્યશોધકનું, એક ફિલસુફનું વલણ છે. વિચારે કઈ દિશામાં વિકસી રહ્યા હતા એ દર્શાવવા તથા ચિંતનની દુનિયાનાં કેટલાંક સીમાચિહનોને તને પરિચય થાય એટલા માટે પશ્ચિમ યુરોપના ૧૯મી સદીના છેડા મહત્વના વિચારકોનાં નામોનો ઉલ્લેખ માત્ર કર્યો છે. પરંતુ આ વિચારકોની તેમ જ સામાન્ય રીતે આરંભના લેકશાસનવાદીઓની અસર વત્તેઓછે અંશે માત્ર ભણેલાગણેલા લેકોમાં જ મર્યાદિત હતી. ભણેલાગણેલા લોકોની મારફતે એ અસર કંઈક અંશે બીજા વર્ગો સુધી પણ પહોંચી. જોકે આમજનતા ઉપર એની સીધી અસર બહુ જૂજ હતી પરંતુ આ લેકશાસનવાદી વિચારપ્રણાલીની પક્ષ અસર તેમના ઉપર ભારે થઈ પરંતુ મતાધિકારની માગણી જેવી કેટલીક બાબતોની તે તેમના ઉપર સીધી અસર પણ ભારે થઈ ૧૯મી સદી વીતતી ગઈ તેમ તેમ મજૂર ચળવળ જેવી બીજી ચળવળ તથા સમાજવાદ જેવી બીજી વિચારસરણીઓ વિકસવા લાગી. તે સમયના પ્રચલિત લેકશાસનના ખ્યાલ ઉપર એની અસર પડી તેમ જ સમાજવાદ તથા મજૂર ચળવળ ઉપર એ ખ્યાલેની અસર પણ થવા પામી. કેટલાક લેકે સમાજવાદને લોકશાહીના વિકલ્પ તરીકે લેખવા લાગ્યા; બીજા કેટલાક તેને સમાજવાદના એક આવશ્યક અંગ તરીકે લેખતા હતા. આપણે આગળ જોઈ ગયા કે લેકશાસનવાદીઓ સ્વતંત્રતા, સમાનતા અને સુખી થવાના દરેક માણસના સરખા હકના ખ્યાલોથી ભરેલા હતા. પરંતુ થોડા જ વખતમાં તેમને ખબર પડી કે સુખને મૌલિક હકક બનાવવા માત્રથી કંઈ તે લાધતું નથી. બીજી વસ્તુઓ જવા દઈએ તોયે એને માટે અમુક પ્રમાણમાં શારીરિક સ્વાશ્ચ આવશ્યક છે. ભૂખમરે વેઠતો માણસ સુખ અનુભવી શકે એ બનવા જોગ નથી. આના ઉપરથી તેઓ એવા નિર્ણય ઉપર આવ્યા કે જનતામાં , સંપત્તિની વહેંચણી વધારે સારી રીતે થાય એના ઉપર સુખનો આધાર છે. એના ઉપરથી તેઓ સમાજવાદ તરફ દેરાયા. પણ સમાજવાદ માટે તાર - આવતા પત્ર સુધી રાહ જોવી પડશે. ૬-૧૨
SR No.032709
Book TitleJagatna Itihasnu Rekha Darshan Part 02
Original Sutra AuthorN/A
AuthorJawaharlal Nehru, Manibhai B Desai
PublisherNavjivan Prakashan Mandir
Publication Year1945
Total Pages862
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size22 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy