________________
લેકશાહીની પ્રગતિ પરિસ્થિતિ અને તેના વિચારે વચ્ચે ઘણી વાર ભારે અંતર હોય છે અને તેને પરિણામે ક્રાંતિકારી સંજોગો ઊભા થવા પામે છે એમાં કશું આશ્ચર્ય પામવા જેવું નથી.
આમ લોકશાહીએ ઘણા દશકાઓ સુધી ફ્રાંસની ક્રાંતિના વિચારો તથા તેની પરંપરાઓ ચાલુ રાખવાનું કાર્ય કર્યું. નવી પરિસ્થિતિને અનુકૂળ થવામાં તે નિષ્ફળ નીવડી એને કારણે ૧૯મી સદીના અંતમાં લોકશાહી નબળી પડી અને થડા વખત પછી ૨૦મી સદીમાં તે કેટલાક લોકેએ તેને ઇન્કાર કર્યો. હિંદમાં આજે આગળ વધેલા આપણું ઘણું રાજકીય નેતાઓ હજી પણ ક્રાંસની ક્રાંતિના સમયની અને મનુષ્યના હકકોની જાહેરાતની ભાષામાં વાતે કરે છે. ત્યાર પછી તે ઘણું ઘણું બની ગયું છે એ વાત તેઓ લક્ષમાં રાખતા નથી.
આરંભના લોકશાસનવાદીઓએ સ્વાભાવિક રીતે જ બુદ્ધિવાદને આશરે લીધે. વિચારસ્વાતંત્ર્ય અને વાણીસ્વાતંત્ર્યની તેમની માગણીઓને મતાંધ ધર્મ તથા ઈશ્વર વિષેના ખ્યાલ સાથે ભાગ્યે જ મેળ બેસી શકે એમ હતું. આમ કટ્ટર ધર્મસિદ્ધાંતનું બળ તેડવાને લેકશાસનવાદીઓ વૈજ્ઞાનિકો જોડે એકત્ર થયા. બાઇબલ એક એ ગ્રંથ છે કે તેને અંધપણે સ્વીકાર કરવો જોઈએ અને તેને વિષે શંકાકુશંકા ન કરવી જોઈએ એ રીતે નહિ પણ તે એક સામાન્ય પુસ્તક હોય તેમ તેનું નિરીક્ષણ કરવાની લકે હામ ભીડવા લાગ્યા. બાઈબલની આ પ્રકારની ટીકાને “ઉચ્ચ કોટીની ટીકા” (હાયર ક્રિટિસિઝમ) કહેવામાં આવે છે. તેના ટીકાકારે એવા નિર્ણય ઉપર આવ્યા કે, બાઇબલ એ જુદે જુદે કાળે જુદી જુદી વ્યક્તિઓએ લખેલાં લખાણને સંગ્રહ છે. વળી તેમને એ પણ અભિપ્રાય હતે કે ઈશુનો કોઈ પણ ધર્મ સ્થાપવાને ઈરાદે નહોતે. આવી ટીકાને કારણે અનેક પુરાણી માન્યતાઓ હચમચી ઊઠી.
વિજ્ઞાન અને લોકશાહીના વિચારોને કારણે ધર્મને પુરાણે પાયે નબળો પડતે ગયે એટલે પુરાણું ધર્મનું સ્થાન લે એવી ફિલસૂફી નિર્માણ કરવાના પ્રયાસો થવા લાગ્યા. ઓગસ્ત કેત નામના એક ફ્રેંચ ફિલસૂફે આવો એક પ્રયાસ કર્યો હતે. તે ૧૭૯૮થી ૧૮૫૭ની સાલ દરમ્યાન થઈ ગયે. ઊંતને એમ લાગ્યું કે ઈશ્વર વિષેની જૂની માન્યતાઓ તથા મતાંધ ધર્મોના દિવસે હવે વીતી ગયા છે. પરંતુ તેની એવી ઊંડી ખાતરી હતી કે કેઈક પ્રકારને ધર્મ એ સમાજને માટે આવશ્યક છે. આથી તેણે “માનવતાને ધર્મ' રજૂ કર્યો અને એને તેણે “પ્રત્યક્ષવાદ'(પોઝિટિવિઝમ) એવું નામ આપ્યું. પ્રેમ, વ્યવસ્થા તથા પ્રગતિના પાયા ઉપર તેને આધાર હતું. એમાં કુદરતથી પર એવું કશું નહોતું. એ વિજ્ઞાનના પાયા ઉપર રચાયેલું હતું. એની પાછળ મનુષ્યજાતની પ્રગતિને ખ્યાલ રહેલે હતે. ૧૯મી સદીમાં પ્રચલિત થયેલા