SearchBrowseAboutContactDonate
Page Preview
Page 188
Loading...
Download File
Download File
Page Text
________________ ડાવિન અને વિજ્ઞાનને વિજય આશ્ચર્ય નથી. હું ધારું છું કે, જુદી જુદી પ્રજાઓએ હરેક યુગમાં અનેક પ્રકારના પ્રયોગ કર્યા છે. એમ કહેવાય છે કે, પ્રાચીન ભારતમાં રસાયણશાસ્ત્ર અને શસ્ત્રક્રિયાની સારી પ્રગતિ થઈ હતી, અને અનેક પ્રયોગો પછી જ આ પ્રગતિ થવા પામી હશે. પ્રાચીન ગ્રીકે પણ અમુક અંશે પ્રયોગ કરતા હતા. ચીના લેકની બાબતમાં, હમણાં જ મેં એક પુસ્તક વાંચ્યું છે. તેમાં ૧૫૦૦ વર્ષ પૂર્વેના ચીના લેખકોના લખાણના, તેઓ વિકાસવાદને સિદ્ધાંત જાણતા હતા, શરીરના રુધિરાભિસરણની તેમને જાણ હતી તથા ચીના શસ્ત્રો શસ્ત્રક્રિયા કરતી વખતે માણસને બેભાન કરવાની દવા વાપરતા હતા એ દર્શાવનારા આપણને અજાયબી પમાડે એવા ઉતારાઓ આપવામાં આવ્યા છે. પરંતુ એ સમય વિષે વાજબીપણે અનુમાને તારવી શકીએ એટલું આપણે જાણતા નથી. પ્રાચીન સંસ્કૃતિઓએ આ બધી વસ્તુઓ શોધી હેય તે પછી પાછળથી તે એ બધું ભૂલી કેમ ગઈ? વળી તેમણે એ વિષયમાં આગળ પ્રગતિ કેમ ન કરી ? અથવા એમ હશે કે તે વખતના લેકો આ પ્રકારની પ્રગતિને ઝાઝું મહત્ત્વ આપતા નહતા ? આવા આવા અનેક મજાના પ્રશ્નો ઊઠે છે. પરંતુ એના જવાબ આપવાને આપણી પાસે કશી માહિતી નથી. આરબ લેકે પ્રયોગ કરવાના ભારે રસિયા હતા. મધ્યયુગી યુરેપ એ બાબતમાં તેમનું અનુયાયી બન્યું. પરંતુ, ખરું જોતાં તેમના બધા પ્રયોગ વૈજ્ઞાનિક ન હતા. તેઓ હમેશાં પારસમણિની શોધ માટે મથ્યા કરતા હતા. એ વડે કાઈ પણ ધાતુને સેનામાં ફેરવી શકાય એમ માનવામાં આવતું હતું. સામાન્ય ધાતુને આવી રીતે ફેરવી નાખવાની ચાવી શોધવાને ગૂંચવણભર્યા રાસાયનિક પ્રયોગ કરવામાં તેઓ પિતાની સારી જિંદગી વિતાવતા. આને કીમિયાગરી કહેવામાં આવે છે. માણસને અમર બનાવનાર અમૃતની શોધ પાછળ પણ તેમણે ભારે પરિશ્રમ ઉઠાવ્યું હતું. પરીકથાઓ સિવાય બીજે ક્યાંય આ અમૃત તથા પારસમણિ શેધવામાં કઈ સફળ થયું હોય એ પુરા મળતા નથી. ખરી રીતે તે, ધનદેલત, સત્તા અને લાંબું આયુષ્ય પ્રાપ્ત કરવાને માટે અમુક પ્રકારની જાદુઈ વિદ્યા પ્રાપ્ત કરવા પાછળનાં આ તરફડિયાં હતાં. વિજ્ઞાનની ભાવના સાથે એને કશે સંબંધ નહતા. વિજ્ઞાનને જાદુ, મેલી વિદ્યા કે એવી બીજી વસ્તુઓ સાથે લેવાદેવા નથી. પરંતુ સાચી વૈજ્ઞાનિક પદ્ધતિને વિકાસ ધીમે ધીમે યુરોપમાં થયો. અને વિજ્ઞાનના ઇતિહાસમાં મહાન વૈજ્ઞાનિકોની નામાવલીમાં આઈઝેક ન્યૂટનના નામનો સમાવેશ થાય છે. તે અંગ્રેજ હતા અને ૧૬૪૨થી ૧૭ર૭ સુધી જીવ્યો હતે. ન્યૂટને ગુરુત્વાકર્ષણનો નિયમ એટલે કે વસ્તુઓ નીચે શાથી પડે છે તે સમજાવ્યું છે. આ અને ત્યારે શેધાયેલા હતા તે બીજા નિયમોની મદદથી તેણે પૃથ્વી તથા પ્રહની ગતિ સમજાવી. નાની અને મોટી એવી બધી જ
SR No.032709
Book TitleJagatna Itihasnu Rekha Darshan Part 02
Original Sutra AuthorN/A
AuthorJawaharlal Nehru, Manibhai B Desai
PublisherNavjivan Prakashan Mandir
Publication Year1945
Total Pages862
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size22 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy