SearchBrowseAboutContactDonate
Page Preview
Page 174
Loading...
Download File
Download File
Page Text
________________ જનીના ઉડ્ડય ૯૧ રાજનીતિથી જમા પ્રસન્ન થયા અને રાષ્ટ્રની વધતી જતી પ્રતિષ્ઠાની ભભકને કારણે તેનું હરેક પ્રકારનું દમન તેમણે સહી લીધું. બિસ્માર્ક પેાતાને શું કરવું છે તેના સ્પષ્ટ પ્યાલા તથા એ માટેની *કાળજીપૂર્વક તૈયાર કરેલી યેાજના સાથે સત્તા ઉપર આવ્યા, એને તે દૃઢતાપૂર્વક વળગી રહ્યો અને પેાતાના કામાં તેને ભારે સફળતા મળી. તેને યુરેપમાં જર્મનીનું અને જમની દ્વારા પ્રશિયાનું પ્રભુત્વ જમાવવું હતું. એ સમયે નેપોલિયન ત્રીજાના અમલ નીચે ફ્રાંસ યુરોપમાં સૌથી બળવાન રાષ્ટ્ર ગણાતું હતું. ઑસ્ટ્રિયા એ પણ મોટા હરીફ હતો. બિસ્માક બીજા રાજ્યો વ્હેડે કેવી રમત રમ્યા અને પછી વારાફરતી તે દરેકના તેણે કેવી રીતે નિકાલ કર્યાં તે પુરાણા ઢંગની આંતરરાષ્ટ્રીય નીતિરીતિ અને મુત્સદ્દીગીરીના એક અદ્ભુત નમૂના છે. તેણે પ્રથમ હાથ ધરેલું કાર્ય જમનાની આગેવાનીનાં પ્રશ્નના હંમેશને માટે નિવેડે લાવવાનું હતું. એ બાબતમાં પ્રશિયા અને ઑસ્ટ્રિયાની જૂની હરીફાઈ ચાલુ રાખવી પાલવે એમ નહાતુ. એ પ્રશ્નનું નિરાકરણ પ્રશિયાની તરફેણમાં જ થવું જોઈએ અને ઑઑસ્ટ્રિયાએ સમજી જવું જોઈ એ । તેને ખીજા દરજ્જાને ભાગ ભજવવાના રહેશે. એ પછી ક્રાંસને વારે આવવાના હતા. ( જ્યારે હું પ્રશિયા, ઑસ્ટ્રિયા કે ફ્રાંસની વાત કરું છું ત્યારે એ દેશાની સરકારેા વિષે હું કહું છું. એ વસ્તુ તારે યાદ રાખવી જોઈ એ. આ બધી સરકારે વત્તાઓછા પ્રમાણમાં આપખુદ હતી અને ત્યાંની ધારાસભાને નહિ જેવી જ સત્તા હતી.) • એને માટે બિસ્માર્કે ચૂપચાપ પોતાનું લશ્કરી તંત્ર સ ંપૂર્ણ બનાવી રહ્યો હતા. દરમ્યાન નેપોલિયન ત્રીજાએ ઑસ્ટ્રિયા ઉપર હુમલા કર્યાં અને તેને હરાવ્યું. આ હારને પરિણામે ગૅરબાડીની દક્ષિણુ ઇટાલી ઉપર ચડાઈ થઈ અને એથી કરીને છેવટે ઇટાલી સ્વતંત્ર થયું. આ બધું બિસ્માર્કને માક આવ્યું કારણ કે એથી ઑસ્ટ્રિયા નબળુ બન્યું. રશિયાના તાબાના પેલેંડમાં રાષ્ટ્રીય ખળવા ફાટી નીકળ્યા ત્યારે જરૂર પડે તો પોલ લોકાની કતલ કરવાને માટે બિસ્માર્કે ઝારને મદદ આપવા જણાવ્યું. આવી મદદ આપવા જણાવવું એ નિદ્ય હતું. પરંતુ એ વસ્તુએ એના હેતુ પાર પાડ્યો. કેમ કે, યુરોપમાં જે કઈ ગૂંચવણભરી સ્થિતિ પેદા થવા પામે તે સમયને માટે બિસ્માર્કને ઝારની ભલી લાગણી મેળવવી હતી. એ પછી ઑસ્ટ્રિયાની મદદ લઈ ને બિસ્માર્ક ડેન્માર્કને હરાવ્યું અને પછી તેણે ઑસ્ટ્રિયા ઉપર ચડાઈ કરી. પરંતુ એમ કરવા પહેલાં તેણે ઇટાલી તથા ક્રાંસના એને માટે ટકા મેળવી લેવાની સાવચેતી રાખી હતી. ૧૮૬૬ની સાલમાં પ્રશિયાએ જોતજોતામાં ઑસ્ટ્રિયાને જમીનદોસ્ત કરી દીધું. જર્મનીની આગેવાનીના પ્રશ્નના ઉકેલ કરીને તથા પ્રશિયા જર્મનીનું આગેવાન છે એ સ્પષ્ટ કરીને તેમની વચ્ચે કડવાશ
SR No.032709
Book TitleJagatna Itihasnu Rekha Darshan Part 02
Original Sutra AuthorN/A
AuthorJawaharlal Nehru, Manibhai B Desai
PublisherNavjivan Prakashan Mandir
Publication Year1945
Total Pages862
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size22 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy