SearchBrowseAboutContactDonate
Page Preview
Page 168
Loading...
Download File
Download File
Page Text
________________ ઇટાલી એક અને સ્વાધીન રાષ્ટ્ર બને છે ૮૩૫ આસપાસના “પપનાં રાજ્ય” તરીકે ઓળખાતા પ્રદેશને તેણે કબજે લીધે; નેપલ્સ તથા ઈટાલીને દક્ષિણ ભાગ મળીને બુર્બોનવંશી રાજાના અમલ નીચેનું બે સિસિલીઓનું રાજ્ય” એ નામથી ઓળખાતું જુદું રાજ્ય બન્યું. વાયવ્ય તરફ ક્રાંસની સરહદ નજીક પિડમેન્ટ અને સાર્ડિનિયાને રાજા હતો. પિડમેન્ટના રાજાના એક માત્ર અપવાદ સિવાય આ નાના નાના બધા રાજાઓ તથા ઠાકોરે અતિશય આપખુદ રીતે શાસન કરતા હતા તથા નેપોલિયનના આગમન પહેલાં તેઓ કે બીજાઓ પોતપોતાની પ્રજાને પીડતા હતા તેના કરતાં પણ વિશેષ પ્રમાણમાં તેઓ પિતાની પ્રજાને પીડવા લાગ્યા. પરંતુ નેપોલિયનના આગમને આખા દેશને હલમલાવી મૂક્યો હતે તથા તેના યુવકવર્ગને પ્રેરણા આપીને તેને સ્વતંત્ર અને એકત્રિત ઈટાલીનાં સ્વપ્નાં સેવ કર્યો હતો. રાજકર્તાઓ દમન કરતા હતા છતાંયે અથવા કદાચ એ જ કારણે ત્યાં આગળ નાનાં નાનાં અનેક બંડ થવા પામ્યાં તથા ગુપ્તમંડળ સ્થપાયાં. થોડા જ વખતમાં ત્યાં એક ધગશવાળો યુવાન પેદા થયો અને સ્વાતંત્ર્યની ચળવળના નેતા તરીકે તેની ગણના થવા લાગી. આ નેતા તે ઈટાલીના રાષ્ટ્રવાદનો પગાર મેંઝીની. ૧૮૩૧ની સાલમાં તેણે “તરુણ ઇટાલી' એ નામનું એક મંડળ સ્થાપ્યું. ઈટાલીમાં પ્રજાસત્તાક સ્થાપવું એ તે મંડળનું ધ્યેય હતું. આ ધ્યેય પ્રાપ્ત કરવાને અર્થે તેણે ઘણાં વરસો સુધી ઈટાલીમાં કાર્ય કર્યું. પછી તેને દેશવટો લેવો પડ્યો અને અનેક વાર જિંદગી જોખમમાં મૂકવી પડી. તેનાં ઘણું લખાણે રાષ્ટ્રવાદના સાહિત્યમાં પ્રમાણભૂત બની ગયાં. ૧૮૪૮ની સાલમાં ઉત્તર ઈટાલીમાં ઠેરઠેર બળવા ફાટી નીકળવા લાગ્યા ત્યારે મૈઝીનીએ પિતાની તક ભાળી અને તે રેમ આવ્યું. પિપને ત્યાંથી હાંકી કાઢવામાં આવ્યું અને ત્રણ માણસોની સમિતિએ પ્રજાસત્તાકની જાહેરાત કરી. એ સમિતિને “ટ્રાયમવાયર્સ' એટલે કે ત્રિપુટી કહેવામાં આવતી. એ શબ્દ રોમના પુરાણા ઈતિહાસમાંથી લેવામાં આવ્યો હતો. મેઝીની આ ત્રિપુટીના ત્રણ સભ્યોમાંને એક હતા. આ તરુણુ પ્રજાસત્તાક ઉપર ચારે બાજુએથી હુમલે કરવામાં આવ્યો. તેના ઉપર ઑસ્ટ્રિયન લોકોએ હુમલે કર્યો, નેપલ્સના લકોએ પણ હુમલો કર્યો તથા પિપને તેના સ્થાન ઉપર સ્થાપિત કરવા ફ્રેએ પણ હુમલો કર્યો. તેમના પ્રજાસત્તાક તરફથી મુખ્ય લડનાર ગેરીબાલ્હી હતે. તેણે ઑસ્ટ્રિયને ખાળી રાખ્યા, નેપલ્સના સૈન્યને હરાવ્યું તથા ફ્રેંચને પણ અટકાવ્યા. સ્વયંસેવકોની મદદથી આ બધું કરવામાં આવ્યું અને જેમના ઉત્તમોત્તમ અને બહાદુરમાં બહાદુર તરુણએ પ્રજાસત્તાકના રક્ષણ અર્થે પિતાના પ્રાણ અ. આખરે, વીરતાભરી લડત પછી ફેંચએ પ્રજાસત્તાકને હરાવ્યું અને પિપને રેમ પાછે આણ્યે.
SR No.032709
Book TitleJagatna Itihasnu Rekha Darshan Part 02
Original Sutra AuthorN/A
AuthorJawaharlal Nehru, Manibhai B Desai
PublisherNavjivan Prakashan Mandir
Publication Year1945
Total Pages862
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size22 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy