SearchBrowseAboutContactDonate
Page Preview
Page 163
Loading...
Download File
Download File
Page Text
________________ જગતના ઇતિહાસનું રેખાદર્શન પણ કરતા નહિ. ઔદ્યોગિક ક્રાંતિના આગમન અને અવરજવરની પદ્ધતિમાં ભારે ફેરફાર થતાની સાથે જ સામાજિક ફેરફાર વધુ ઝડપી બન્યા. નવા વર્ગો આગળ આવ્યા અને ધનવાન બન્યા. હાથકારીગરો અને ખેતીના મજૂરેથી સાવ નિરાળ ઔદ્યોગિક મજૂરને વર્ગ પણ ઊભો થવા પામે. આ બધાને કારણે નવી આર્થિક ગઠવણી અને રાજકીય ફેરફારની જરૂરિયાત પેદા થઈ. પશ્ચિમ યુરોપની સમાજવ્યવસ્થા કશાથે મેળ વિનાની વિચિત્ર દશામાં હતી. સમજુ સમાજ તે જ્યારે જ્યારે જરૂર ઊભી થાય ત્યારે ઘટતા ફેરફાર કરે અને એ રીતે બદલાતી પરિસ્થિતિમાંથી પૂરેપૂરો લાભ ઉઠાવે. પરંતુ સમાજે સમજુ અથવા ડાહ્યા નથી હોતા અને સમગ્રપણે તેઓ વિચાર નથી કરતા. વ્યક્તિઓ પોતપોતાને અને પિતાને શું ફાયદાકારક નીવડશે તેનો વિચાર કરે છે; સમાન હિત ધરાવનારા વર્ગો પણ એ જ રીતે પોતપિતાને વિચાર કરે છે. કોઈ સમાજમાં એક વર્ગનું આધિપત્ય હોય તે તે પિતાની એ સ્થિતિ ટકાવી રાખવા તેમ જ તેની નીચેના વર્ગોને શેકીને તેમાંથી ફાયદો ઉઠાવવા માગે છે. ડહાપણ અને દૂરદર્શિતા તે એ દર્શાવે છે કે પોતે જે સમાજનું અંગ હોય તેનું હિત એ જ એકંદરે જોતાં પિતાનું હિત સાધવાને ઉત્તમ માર્ગ છે. પરંતુ સત્તાધારી વ્યક્તિ કે વર્ગ પિતાની સત્તા હમેશને માટે જાળવી રાખવા માગે છે. બીજા વર્ગો તથા બીજા લેકને એમ મનાવવું કે પ્રચલિત વ્યવસ્થા એ જ ઉત્તમોત્તમ છે એ એમ કરવાનો સૌથી સુગમ માર્ગ છે. એ વસ્તુ લેકોને મન ઉપર ઠસાવવાને ધર્મને ખેંચવામાં આવે છે; કેળવણીને પણ એ જ પાઠ ભણાવવાનું ફરમાવવામાં આવે છે, અને આશ્ચર્યની વાત તે એ છે કે, આખરે લગભગ બધાં જ માણસે સંપૂર્ણપણે એમ માનતાં થઈ જાય છે અને એને બદલવાનો વિચાર કરતાં નથી. એટલું જ નહિ પણ એ વ્યવસ્થાને કારણે જેમને વેઠવું પડે છે તે લેકે પણ ખરેખાત એમ માને છે કે એ ટકી રહે એ મેગ્ય છે તથા તેમને લાત મારવામાં આવે, તેમને બેડીમાં જકડવામાં આવે અને બીજાઓ વૈભવવિલાસમાં આળોટતા હોય ત્યારે તેમણે ભૂખમરે વેઠ એ બધું પણ યોગ્ય છે. એટલે કે એમ માને છે કે, સમાજવ્યવસ્થા અપરિવર્તનશીલ છે અને તેમાં મોટા ભાગના લેકને સહન કરવું પડે એમાં કોઈને દોષ નથી. એમાં દેષ પિતાનો છે, પિતાના કિમતનો છે, પૂર્વજન્મનાં પાપની એ શિક્ષા છે. સમાજ હમેશાં સનાતની અથવા સ્થિતિચુસ્ત હોય છે અને ફેરફાર તેને ગમતો નથી હોતો. જે ઘરડમાં તે હોય તેમાં જ પડ્યા રહેવાનું તેને ગમે છે અને ત્યાં પડી રહેવાનું જ તેને માટે નિર્ણાયું છે એમ તે ખાતરીપૂર્વક માને છે. તે એટલે સુધી કે, તેની સ્થિતિ સુધારવાને અર્થે તેને એ ઘરમાંથી નીકળવાનું કહેનારા ઘણુંખરા માણસને તે શિક્ષા કરે છે.
SR No.032709
Book TitleJagatna Itihasnu Rekha Darshan Part 02
Original Sutra AuthorN/A
AuthorJawaharlal Nehru, Manibhai B Desai
PublisherNavjivan Prakashan Mandir
Publication Year1945
Total Pages862
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size22 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy