SearchBrowseAboutContactDonate
Page Preview
Page 161
Loading...
Download File
Download File
Page Text
________________ ૮૨૮ જગતના ઇતિહાસનું રેખાદર્શન માણસે એકબીજા સામે કાવતરાં કરતાં, એકબીજા સામે લડતાં અને પરસ્પર એકબીજાનું ખૂન કરતાં અથવા તે જીવ પર આવી જઈને પ્રજા બંડ કરતી અને જુલમી શાસકને અંત આણતી કે પછી મહત્ત્વાકાંક્ષી સિનિક લશ્કરની મદદથી રાજગાદી પચાવી પાડતા. મેટા ભાગની આવી રાજમહેલની ક્રાંતિ મૂઠીભર માણસોની વચ્ચે થતી. આમ જનતા ઉપર એની ઝાઝી અસર થતી નહોતી. વળી આમ જનતાને તેની ઝાઝી પરવા પણ નહોતી. રાજકર્તાઓ બદલાતા ખરા પરંતુ શાસનપદ્ધતિ તે તેની તે જ રહેતી અને પ્રજાના જીવનમાં કશોયે ફેરફાર થતો નહિ. હા, એટલું ખરું કે ખરાબ રાજા જુલમ કરીને પ્રજામાં કેર વર્તાવે અને તે તેને માટે અસહ્ય બની જાય જ્યારે સારો રાજા કંઈક રાહતરૂપ નીવડે. પરંતુ રાજા સારે હોય કે ખરાબ, કેવળ રાજકીય ફેરફારથી પ્રજાની સામાજિક અને આર્થિક સ્થિતિમાં સામાન્ય રીતે કરો ફેર પડે નહિ. એથી સામાજિક ક્રાંતિ થવા પામે નહિ. રાષ્ટ્રીય દ્ધતિથી વધુ પ્રમાણમાં ફેરફાર થવા પામે છે. જ્યારે એક પ્રજા ઉપર બીજી પ્રજા શાસન કરતી હોય ત્યારે વિદેશી શાસકવર્ગનું આધિપત્ય હોય છે. આ વસ્તુસ્થિતિ અનેક રીતે હાનિકર્તા છે. કેમકે, તાબા નીચેના દેશનું શાસન બીજા દેશના લાભની દૃષ્ટિએ કરવામાં આવે છે અથવા તો વિદેશીઓને એક વર્ગને એને લાભ મળે છે. અલબત એથી પરાધીન પ્રજાનું સ્વાભિમાન અતિશય ઘવાય છે. આ ઉપરાંત, વિદેશી શાસકવર્ગ તાબાના દેશના ઉપલા વર્ગોને અધિકાર અને સત્તાનાં સ્થાનોથી દૂર રાખે છે. જે સ્થાનો તેમને દેશ પરાધીન ન હોત તે તેમને જ મળત. સફળ રાષ્ટ્રીય ક્રાંતિ કંઈ નહિ તે દેશમાંથી આ વિદેશી તત્વને દૂર કરે છે અને દેશને આગળ પડતું વર્ગ તરત જ તેનું સ્થાન લે છે. આ રીતે ચડિયાતો વિદેશી વર્ગ દૂર થવાથી દેશના આ આગળ પડતા વર્ગને ભારે લાભ થાય છે. આખા દેશને પણ સામાન્યપણે એથી લાભ થાય છે કેમકે હવે બીજા દેશના લાભમાં તેને રાજવહીવટ ચલાવાત નથી. રાષ્ટ્રીય ક્રાંતિની સાથે સાથે જ સામાજિક ક્રાંતિ પણ થયા વિના પ્રજાના નીચલા વર્ગોને ઝાઝો લાભ થતું નથી. સામાજિક ક્રાંતિ એ ઉપર ઉપરને ફેરફાર કરનારી બીજી ક્રાંતિ કરતાં બિલકુલ ભિન્ન વસ્તુ છે. અલબત, એમાં રાષ્ટ્રીય કાંતિને તો સમાવેશ થાય છે જ પરંતુ એમાં બીજી અનેક વિશેષતાઓ પણ હોય છે કેમકે એ ક્રાંતિ સમાજનું આખું બંધારણ બદલી નાખે છે. પાર્લમેન્ટને સર્વોપરી બનાવનાર ઈંગ્લંડની ક્રાંતિ એ કેવળ રાજકીય ક્રાંતિ જ નહોતી. અમુક અંશે તે સામાજિક ક્રાંતિ પણ હતી કેમકે એથી કરીને ધનિક મધ્યમ વર્ગ દેશના સત્તાધારી વર્ગમાં દાખલ થયે. આ રીતે આ ઉપલા મધ્યમ વર્ગની રાજકીય તેમ જ સામાજિક ઉન્નતિ થઈ. નીચલા મધ્યમ વર્ગને તથા આમ પ્રજાને એની ઝાઝી
SR No.032709
Book TitleJagatna Itihasnu Rekha Darshan Part 02
Original Sutra AuthorN/A
AuthorJawaharlal Nehru, Manibhai B Desai
PublisherNavjivan Prakashan Mandir
Publication Year1945
Total Pages862
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size22 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy