SearchBrowseAboutContactDonate
Page Preview
Page 157
Loading...
Download File
Download File
Page Text
________________ ૪ જગતના ઇતિહાસનું રેખાન પડયા હતા. એક બાજુએ ઇંગ્લેંડ અને રશિયા મિત્ર રાષ્ટ્રો હતાં. તુ` કે જેના મુલકમાં ઇરાક તથા અરબસ્તાનને સમાવેશ થતા હતા તે જર્મનીના પક્ષમાં હતું. ૧૯૧૯ની સાલમાં યુદ્ધના અંત આવ્યે અને ઇંગ્લંડ, ફ્રાંસ તથા મિત્રરાજ્યાને તેમાં વિજય થયા. હવે બ્રિટિશ લશ્કરે આખા ઈરાનના કબજો લીધો. ઇંગ્લેંડ ઈરાનને રક્ષિત રાજ્ય — ખાલસા કરવાના એ એક હળવા પ્રકાર છે જાહેર કરવાની તૈયારીમાં હતું અને ભૂમધ્ય સમુદ્રથી છેક બલુચિસ્તાન અને હિંદ સુધી વિસ્તરેલું મધ્યપૂનું બ્રિટિશ સામ્રાજ્ય સ્થાપવાનાં સ્વમાં સેવાવા લાગ્યાં. પરંતુ એ સ્વમાં ક્ળ્યાં નહિ. બ્રિટનને કમનસીબે ઝારશાહી રશિયા નષ્ટ થયું હતુ અને તેની જગ્યા સાવિયેટ રશિયાએ લીધી હતી. વળી ઇંગ્લંડને કમનસીબે તુર્કીમાં પણ તેની યાજના ઊંધી વળી અને કમાલ પાશાએ મિત્રરાજ્યના પંજામાંથી પોતાના દેશને ઉગાર્યાં. આ બંધી વસ્તુએ ઈરાનના રાષ્ટ્રવાદીઓને મદદરૂપ નીવડી અને ઇરાન પોતાની નામની સ્વતંત્રતા જાળવી શકયું. ૧૯૨૧ની સાલમાં રેઝાખાન નામના એક સૈનિક ક્રાંતિ કરીને રાજસત્તા આંચકી લીધી અને તે આગળ આવ્યેા. તેણે પહેલાં લશ્કર ઉપર કાબૂ મેળવ્યેા અને પછી તે વડા પ્રધાન બન્યા. ૧૯૨૫ની સાલમાં ધરડા શાને પદભ્રષ્ટ કરવામાં આવ્યા અને લોકપ્રતિનિધિસભાના મતથી રેઝાખાનને શાહ ચૂંટવામાં આવ્યે. તેણે રેઝાશાહ પહેલવી એવું નામ ધારણ કર્યું . રેઝાશાહે લેહી વહેવડાવ્યા વિના અને ઉપર ઉપરથી જોતાં જેને પ્રજાકીય કહી શકાય એવા ઉપાયોથી રાજગાદી મેળવી. મજલીસ હજી પોતાનું કા કરે છે અને નવેા શાહ આપખુદ રાજકર્તા હોવાના દાવા કરતા નથી. આમ છતાંયે ઈરાનની સરકારનું સુકાન પોતાના હાથમાં રાખનાર શક્તિશાળી પુરુષ તે છે. છેલ્લાં થાડાં વરસા દરમ્યાન ઈરાનમાં ભારે ફેરફારો થયા છે. ઈરાનને આધુનિક દેશ બનાવવાને માટે અનેક સુધારા કરવાને રેઝશાહ મંડ્યો રહ્યો છે. ત્યાં આગળ ભારે રાષ્ટ્રીય પુનર્જાગ્રતિ થવા પામી છે, એણે દેશમાં નવું ચેતન રેડયું છે અને ઈરાનમાંનાં પરદેશી હિતાની બાબતમાં ઉદ્દામ રાષ્ટ્રવાદનું સ્વરૂપ ધારણ કરી રહી છે. આ રાષ્ટ્રીય પુનર્જાગ્રતિ ૨૦૦૦ વરસ જેટલી પુરાણી ઈરાનની સાચી પરંપરાને અનુરૂપ છે એ વસ્તુ અતિશય આનંદજનક છે. એ જાગ્રતિ ઇસ્લામના આગમન પહેલાંની ઈરાનની મહત્તા તરફ ફરીથી નજર કરે છે અને તેમાંથી પ્રેરણા મેળવવાના પ્રયાસ કરે છે. રેઝાશાહે ધારણ કરેલું ‘ પહેલવી ’ નામ પણ એક રાજવંશનું નામ છે અને તે પ્રાચીન કાળની યાદ આપે છે. ઈરાનના લાકા તે બેશક મુસલમાન • શિયા મુસલમાન — છે પરતુ પોતાના દેશને લાગેવળગે છે ત્યાં સુધી રાષ્ટ્રવાદ એ ત્યાં આગળ વધારે સબળ
SR No.032709
Book TitleJagatna Itihasnu Rekha Darshan Part 02
Original Sutra AuthorN/A
AuthorJawaharlal Nehru, Manibhai B Desai
PublisherNavjivan Prakashan Mandir
Publication Year1945
Total Pages862
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size22 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy